SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૮૧ કોઠારમાં રાખી તેનું સંરક્ષણ અને સંગોપન કરવા લાગ્યા. ૦ પાંચ વર્ષે ઘન્ય સાર્થવાહ દ્વારા શાલિઅક્ષત પાછા માંગવા : ત્યારપછી જ્યારે પાંચમું વર્ષ ચાલી રહ્યું હતું. ત્યારે ધન્ય સાર્થવાહને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે પાંચ વર્ષ પૂર્વે મેં ચારે પુત્રવધૂઓને પરીક્ષા નિમિત્તે પાંચ શાલિ અક્ષત આપેલા. તો કાલે હું સૂર્યોદય બાદ પાછા માંગુ – યાવત્ – જાણું કે કોણે શું કર્યું છે? ધન્ય સાર્થવાહે બીજે દિવસે સૂર્યોદય બાદ વિપુલ અસન, પાન, ખાદિમ, સ્વાદિમ બનાવડાવ્યા. મિત્રો આદિને તથા પુત્રવધૂના કુલગૃહ વર્ગ સમક્ષ પહેલા ઉઝિકાને બોલાવીને કહ્યું કે મેં પાંચ વર્ષ પૂર્વે આ બધાંની સમક્ષ તને પાંચ શાલિ અક્ષત આપીને કહેલ કે, હું માંગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજે. શું આ વાત ઠીક છે ? ઉઝિકાએ કહ્યું, • હાં સત્ય છે. તો હે પુત્રી ! મને તે પાંચ દાણા પાછા આપ. ઉક્ઝિકા કોઠારમાં ગઈ. પાંચ શાલિ અક્ષત લાવીને ધન્ય સાર્થવાહને આપી દીધા. ત્યારે ધન્ય સાર્થવાહે સોગંદ આપીને પૂછ્યું કે, હે પુત્રી ! શું આ પાંચ શાલિ અક્ષત તે જ છે કે બીજા છે ? ત્યારે ઉક્ઝિકાએ કહ્યું કે, હે તાત! પાંચ વર્ષ પૂર્વે આપે પાંચ દાણા આપી સંરક્ષણ-સંગોપન કરવાનું કહેલું – યાવત્ - તે પાંચ દાણા તો મેં ફેંકી દીધેલા. આ શાલિ અક્ષત તે નથી પણ બીજા છે. ધન્ય સાર્થવાહ ઉઝિકાની આ વાત સાંભળી, અવધારીને દ્ધ થયો, કુપિત થયો, ક્રોધથી ધમધમી ઉઠ્યો. તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓની સામે તે ઉક્ઝિકાને કુલગૃહનો કચરો કાઢનારી, છાણા થાપનારી, રાખ ફેંકનારી, પગ ધોવા પાણી દેનારી અને બહારના દાસીના કાર્યો કરનારી રૂપે નિયુક્ત કરી દીધી. ઉક્ઝિકા કથાનો નિષ્કર્ષ – આ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ પાસે પ્રવજ્યા લઈને પાંચ મહાવ્રતોનો પરિત્યાગ કરી દે છે, તેઓ ઉઝિકાની માફક આ જ ભવમાં અનેક શ્રમણશ્રમણી, શ્રાવક-શ્રાવિકાના અવહેલનાનું પાત્ર બને છે – યાવત્ – અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. ભોગવતીના વિષયમાં પણ આ પ્રમાણે જાણવું. વિશેષ એ કે તેને ખાંડવા, કૂટવા, પીસવા, દળવા, રાંધવા, પીરસવા, પ્રસંગોમાં સ્વજનોને ઘેર જઈને લાણી આપવા આદિ કાર્યો સોંપી ઘરના અંદરના કાર્યો કરનારી દાસીપણે નિયુક્ત કરી. ભોગવતી કથાનો નિષ્કર્ષ :- આ પ્રમાણે આયુષ્યમાન્ શ્રમણો! જે સાધુસાધ્વી પાંચ મહાવ્રતના ભેજક છે તે આ જ ભવમાં અનેક શ્રમણશ્રમણી, શ્રાવકશ્રાવિકાના અવહેલનાનું પાત્ર બને છે. આ જ પ્રમાણે રસિકાના વિષયમાં જાણવું. વિશેષ એ કે જ્યાં તેનું નિવાસગૃહ હતું ત્યાં તે ગઈ. મંજૂષા લાવી. ખોલીને રત્નના ડબ્બામાંથી તે પાંચ શાલિના દાણા લઈને ધન્ય સાર્થવાહને આપ્યા તે સમયે ધન્ય સાર્થવાહે પૂછયું કે, આ તે જ પાંચ શાલિ છે કે બીજા ? ત્યારે રક્ષિકાએ તેણીને પાંચ શાલિઅક્ષત આપ્યા ત્યારથી આજ પર્યંતનો બધો વૃત્તાંત કહ્યો – યાવત્ – હે તાત ! આ તે જ પાંચાલિ અક્ષત છે. ત્યારે ધન્ય સાર્થવાહ રક્ષિકાની તે વાત સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયો. તેને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy