SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૧૭૯ ૦ આગમ સંદર્ભ :નાયા. ૭૪; ૦ અક્ષત-શાલિનું દૃષ્ટાંત - તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા હતો. રાજગૃહ નગરના ઇશાન ભાગે સુભૂમિભાગ ઉદ્યાન હતું. ૦ ઘન્ય સાર્થવાહ અને તેનો પરિવાર : તે રાજગૃહ નગરમાં ઘન્ય નામે સાર્થવાહ હતો. તે સમૃદ્ધિશાળી – વાવ – અપરાભૂત હતો. તેની ભદ્રા નામે પત્ની હતી. તેની પાંચે ઇન્દ્રિય અને શરીરના અવયવો પરિપૂર્ણ હતા – યાવત્ – સુરૂપી હતી. તેઓને ચારે પુત્રો હતા – ધનપાલ, ધનદેવ, ધનગોપ, ધનરક્ષિત. ચાર પુત્રવધૂઓ હતી – ઉક્ઝિકા, ભોગવતી, રક્ષિકા, રોહિણી. ૦ ધન્ય સાર્થવાહને પુત્રવધૂની પરીક્ષા કરવાનો વિચાર : ધન્ય સાર્થવાહને કોઈ દિવસે મધ્યરાત્રિએ એવો વિચાર આવ્યો કે, નિશ્ચયથી હું રાજગૃહનગરમાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિને અને પોતાના કુટુંબના પણ અનેક કાર્યો, કરણીયો, કૌટુંબિક કામો, મંત્રણા, ગુપ્ત વાત, રહસ્યો, નિશ્ચય, વ્યવહારમાં, પૃચ્છા યોગ્ય, મેઢી સમાન, પ્રમાણભૂત, આધાર, આલંબન, ચક્ષુ સમાન, પથદર્શક અને સર્વ કાર્યોમાં અગ્રેસર છું. – પરંતુ ન જાણે મારા બીજા સ્થાને જવાથી, સ્થાનÀત થયા પછી, મૃત્યુ બાદ, ભગ્ર, રુષ્ણ, વિશીર્ણ, પતન, પરદેશગમન પછી મારા કુટુંબનો આધાર, અવલંબન, પ્રતિબંધ કરનાર કોણ થશે ? તેથી મારા માટે ઉચિત થશે કે કાલે સૂર્યોદય થયા પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવી મિત્ર, જ્ઞાત, નિજક, સ્વજન, સંબંધી, પરિજનો આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહના સમુદાયને આમંત્રિત કરીને તે મિત્ર, જ્ઞાત – યાવત્ – ફૂલગૃહ વર્ગને અશનાદિથી, ધૂપ, પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા, અલંકાર આદિથી સત્કારસન્માન કરી તે મિત્ર આદિ સમક્ષ તથા ચારે પુત્રવધૂના કુલગૃહ સમક્ષ પુત્રવધૂની પરીક્ષા કરવાને માટે પાંચ-પાંચ શાલિ–અક્ષત આપું. તેથી જાણી શકું કે, કઈ પુત્રવધૂ કઈ રીતે તેની રક્ષા કરે છે, સારસંભાળ રાખે છે અથવા તેની વૃદ્ધિ કરે છે. આ પ્રમાણે વિચારીને બીજા દિવસે મિત્ર આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહને આમંત્રિત કર્યા. પછી વિપુલ અશનાદિ તૈયાર તૈયાર કરાવ્યા. પછી ધન્ય સાર્થવાહે ખાન કર્યું. ભોજનમંડપમાં આવીને સુખાસને બેઠો. પછી મિત્ર આદિને તથા પુત્રવધૂના કુલગૃહ વર્ગ સાથે વિપુલ અશનાદિ ભોજન કર્યું – યાવત્ – તેમના સત્કાર–સન્માન કર્યા. તે સર્વેની સમક્ષ પાંચ અક્ષત–શાલિના દાણા લીધા. ૦ ચારે પુત્રવધૂઓને અક્ષત–શાલિ આપવા : ત્યારપછી મોટી પુત્રવધૂ ઉઝિકાને બોલાવીને કહ્યું, હે પુત્રી ! તું આ પાંચ ચોખાના દાણા લે. તેનું તું સંરક્ષણ-સંગોપન કરજે. જ્યારે હું પાછા માંગુ ત્યારે આ જ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy