SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૭૧ નિસી.ભા. ૨૯૪, ૬૫૧૭ + ચૂ; બુ.ભા. ૭૬૦ + વૃ; વવભા. ૪૫૪, ૧૮૯૨ થી ૧૮૯૪ + વૃ આવ પૂ.૧–પૃ. ૫૪; આવનિ. ૯૪૦ની વૃ દસમૂ૫ ૫૬, ૧૦૫, ૧૦૯; ઉત્ત. ૧૨૨ + 4 ઉત્ત.ચૂપૃ. ૧૧૮ થી ૧૨૧; નંદી. ૯૮ + 9 – ૪ – ૪ – ૦ સુજ્ઞશ્રીની કથા : (આ સંપૂર્ણ કથા શ્રમણ વિભાગમાં સુસઢની કથામાં આવી ગયેલ છે.) સંબુદ્ધનગરના એક બ્રાહ્મણ સુજ્ઞશિવની પુત્રીનું નામ સુજ્ઞશ્રી હતું. સુસઢ તેમનો પુત્ર હતો. કોઈ વખતે દુષ્કાળવશ સુજ્ઞશિવે તેણીને ગોવિંદ બ્રાહ્મણને વેંચી દીધેલી. કાળક્રમે અજાણતાં સુજ્ઞશિવના લગ્ન તેની પુત્રી સુજ્ઞશ્રી સાથે લગ્ન કર્યા. તેણીએ સુસઢને જન્મ આપ્યા પછી તેણી મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. (કથા જુઓ સુસઢ.) ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૪૮૪, ૧૫૧૪ થી ૧૫૧૬, ૧૫૨૪; ૦ સુમતિની કથા: (આ સંપૂર્ણ કથા પૂર્વે શ્રમણ વિભાગમાં નાગીલ શ્રમણની કથામાં (નાગિલ-સુમતિ) આવી ગયેલ છે. અહીં તો માત્ર પરીચય આપેલ છે.) મગધમાં કુશસ્થળ નગરમાં સુમતિ નામે એક શ્રાવક હતો. તે નાગીલ શ્રાવકનો ભાઈ હતો. બંને ભાઈઓ નિર્ધન થઈ જવાથી ધન કમાવવા માટે દેશાંતર જવા નીકળ્યા - ૪ – ૪ – માર્ગમાં સાધુને જોયા. – – – સાધુના કુશીલ આચરણને જોઈને નાગિલ ત્યાંથી જુદો પડ્યો – ૪ – ૪ – સુમતિને તીર્થકરના વચનમાં શ્રદ્ધા ન થઈ – ૪ – ૪ – તેણે એ વેશધારી, કુશીલાચારી સાધુ પાસે દીક્ષા લીધી. તીર્થકર વચનની અશ્રદ્ધાને કારણે તથા કુશીલ સંસર્ગને કારણે મરીને સુમતિ પરમાધામી દેવ થયો, પછી અંડગોલિક મનુષ્યનો ભવ પામ્યો. (તનું વિસ્તૃત અને બિહામણું વર્ણન નાગીલની કથામાં છે.) ત્યારપછી વિકૃષ્ટ ભવભ્રમણ કરી મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :મહાનિ. ૬૫૪ થી ૬૮૧; - ૪ - ૪ - ૦ સુલતાની કથા : | (આ કથાનો મોટો ભાગ શ્રમણ વિભાગમાં ગજસુકુમાલની કથામાં અને શ્રાવિકા વિભાગમાં દેવકીની કથામાં આવી ગયેલ છે) તે કાળે, તે સમયે ભદ્દિલપુરે નાગ નામે ગાથાપતિ હતો, તેની પત્નીનું નામ સુલતા હતું. નૈમિતિકે કહેલું કે, આ કન્યા જન્મજાત નિંદુ છે. તેથી તે બાલ્યપણાથી હરિભેગમેલી દેવની ભક્ત થઈ. સુલસા ભક્તિ-બહુમાનપૂર્વક તે દેવની આરાધના કરવા લાગી. તે જે બાળકને જન્મ આપતી તે બધાં જ મૃત્યુ – વિનાશ પામતા હતા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy