SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૬૯ ૦ દાનના પ્રભાવે મૂલદેવનું રાજા થવું : તે વખતે કોઈ સાધુ ભગવંત માસક્ષમણના પારણાર્થે ભિક્ષા નિમિત્તે ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા. મૂલદેવને સંવેગ ભાવ ઉત્પન્ન થયો, તેણે પરમ ભક્તિથી તે કુલ્માષ (બાફેલા અડદ) વડે સાધુને પ્રતિલાભિત કર્યા. તેને કહ્યું કે, “તે મનુષ્યને ધન્ય છે, જે કુભાષ વડે સાધુને પારણું કરાવે છે. ત્યાં રહેલા દેવતાએ કહ્યું, હે પુત્ર ! તું આ ગાથાનો પશાર્ધ પૂર્ણ કરવા દ્વારા તું જે માંગે તે તને આપું. ત્યારે મૂલદેવે તે પંક્તિ પૂરી કરતા કહ્યું કે, “ગણિકા દેવદત્તા અને સહસ્ત્ર હાથી સહિતનું રાજ્ય. ત્યારે દેવતાએ કહ્યું કે, તને ઘણી જલ્દીથી આ બધું પ્રાપ્ત થઈ જશે. (અહીં માનવભવની દુર્લભતાના દશ દષ્ટાંતોમાં આગળ એવું જણાવેલ છે કે, મૂલદેવ પછી ધર્મશાળામાં સૂતો હતો ત્યારે તેણે પૂર્ણચંદ્ર મંડલનું પાન કર્યું હોય તેવું સ્વપ્ન જોયું. તેણે વિધિવત્ સ્વપ્નશાસ્ત્ર જ્ઞાતાને પૂજાઅચંદિ કરીને પૂછયું ત્યારે તેણે પહેલા પોતાની કન્યા મૂળદેવને પરણાવી, પછી કહ્યું કે, આ સ્વપ્નના ફળ સ્વરૂપે તને સાત દિવસમાં રાજ્યની પ્રાપ્તિ થશે.) મૂલદેવ બેન્નાતટ નગરે ગયો. તે નિર્ધન હતો, તેથી ખાતર પાડવા માટે ગયો. પણ કોટવાળ દ્વારા પકડાઈ ગયો. તેને વધ કરવાને માટે લઈ જતા હતા. તેટલામાં પુત્રરહિત એવો રાજા મૃત્યુ પામ્યો. તેથી અશ્વને અધિવાસિત કરીને રવાના કરેલ. તે અશ્વએ મૂલદેવ પાસે આવીને તેના પર અભિષેક કર્યો. ત્યારે તે મૂલદેવ રાજા થયો. તેણે પેલા પુરુષને (સધડા બ્રાહ્મણને) બોલાવ્યો. તેને કહ્યું કે, તારો સાથ હોવાથી હું અહીં સુધી પહોંચી ગયો. અન્યથા હું માર્ગમાં જ કદાચ નાશ પામ્યો હોત. તેથી તને હું આ એક ગામ ભેટ આપું છું. હવે કદાપી તારું મોઢું દેખાડતો નહીં ત્યારપછી મૂલદેવે ઉજ્જૈનીના રાજા સાથે પ્રીતિ બાંધી, દાન, માન, સત્કારાદિ પૂજા કરી. પછી અવસર જોઈને તેણે દેવદત્તાની માંગણી કરી. તે રાજાએ પણ પ્રતિઉપકાર રૂપે તેને દેવદત્તા આપી. મૂલદેવે તેણીને અંતઃપુરમાં રાખી, ભોગ ભોગવવા લાગ્યો. અન્ય કોઈ દિવસ અચલ વહાણ દ્વારા બેન્નાતટ નગરે આવ્યો. તેણે જે શુલ્ક ચૂકવવાનું હતું. તે ન ચૂકવ્યાથી મૂલદેવે તેને પકડી લીધો. તેણે દ્રવ્ય છુપાવેલું હતું, તેથી પુરુષો દ્વારા બાંધીને રાજા પાસે હાજર કર્યો. ત્યારે મૂળદેવે અચલને પૂછયું કે, તું મને જાણે છે ? અચલે કહ્યું, તમને રાજાને કોણ ન ઓળખે ? ત્યારે તેણે કહ્યું કે, હું મૂળદેવ છું. પછી તેણે અચલનો સત્કાર કરી વિસર્જિત કર્યો. ૦ મૂલદેવ દ્વારા મંડિત ચોરને પકડવો : (આ સમગ્ર વૃત્તાંત આ પૂર્વની મંડિત કથામાં આવી ગયો છે.) ૦ ઔત્પાતિકી બુદ્ધિના વિષયમાં મૂળદેવનું દષ્ટાંત : મૂળદેવ અને કંડરીક માર્ગે જતા હતા. ત્યારે એક પુરુષને મહિલા સાથે જોયો. કંડરિક તેના રૂપમાં મૂર્ણિત થયો. મૂલદેવે કહ્યું કે, હું કંઈક કરી. ત્યારપછી મૂલદેવ તેને એક વનનિકુંજમાં સ્થાપીને રહ્યો. એટલામાં તે પુરુષ મહિલા સાથે આવ્યો, મૂળદેવે તેને કહ્યું, અહીં મારી સ્ત્રી પ્રસૂતા છે. જો તું આ સ્ત્રીને મારી સાથે મોકલે તો સારું તેણે મહિલાને મોકલી. ત્યારે તે મહિલા કંડરીક સાથે રમણ કરી પાછી આવી. આવીને પછી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy