________________
પ્રકિર્ણક કથાનક
૧૬૧
માંડી. તેના આ તથાવિઘ વિપરીત ભાવો જાણીને કુરુમતી દેવી સાથે હરિચંદ્રકુમાર ગુપ્તપણે પ્રતિચરિત થયો.
તે કુરચંદ રાજા આ પ્રમાણે પરમદુઃખી થઈને મૃત્યુ પામ્યો. તેની નીડરણક્રિયા કરીને હરિચંદ્ર જનપદ સહિત, ગંધસમૃદ્ધ અને જ્ઞાતિજનોનું પાલન કરવા લાગ્યો. તે ક્રમશઃ ધર્મબુદ્ધિ, ધર્મમતિ થયો – ૪ – ૮ – ૮ – ઉત્પન્ન કેવળજ્ઞાનયુક્ત અણગારને પૂછ્યું, હે ભગવન્! મારા પિતા કુરચંદ્ર કઈ ગતિમાં ગયા ? ત્યારે ભગવંતે કહ્યું કે, વિપરિત વિષય પામીને અંતે તે સાતમી નરકીમાં ગયા.
હે હરિચંદ્ર ! તારા પિતા અનિવારિત પાપાશ્રવ, ઘણાં જીવોને પીડા કરવી, પાપકર્મના ગુરપણાથી તે નરકે ગયા. ત્યાં પરમ દુર્વિસહ, નિરુપમ, નિષ્પતિકાર, નિરંતર અને સાંભળતા જ સચેતન જીવોને ભયજનક લાગે એવા દુઃખને અનુભવે છે.
૦ આગમ સંદર્ભ :આવ.યૂ.૧–પૃ. ૧૯૯, ૧૭૦;
– ૮ – ૪ – ૦ અપ્રતિષ્ઠાન નરકે જનાર કેટલાંક પાત્રો:
(જીવાજીવાભિગમ સૂત્ર—૧૦૫માં સાતમી પૃથ્વીના મહાનારકાવાસનું સ્વરૂપ સમજાવતી વખતે પાંચ મહાપુરુષોનું દૃષ્ટાંત અપાયેલ છે તે આ પ્રમાણે)
આ પાંચ મહાપુરુષ સર્વોત્કૃષ્ટ હિંસાદિ પાપકર્મોને એકત્રિત કરીને મૃત્યુના સમયે મરણ પામીને અપ્રતિષ્ઠાન નામક સાતમી નરકના મહાનરકાવાસમાં ઉત્પન્ન થયા – (૧) જમદગ્નિના પુત્ર પરશુરામ, (૨) લચ્છતિપુત્ર દઢાયું, (૩) ઉપરિચર વસુરાજ, (૪) ચક્રવર્તી કૌરવ્યસભૂમ, (૫) ચલણીપુત્ર બ્રહ્મદત્ત ચક્રવર્તી તેઓ ત્યાં વર્ણથી કાળા, કાળી છબી વાળા, અત્યંત કાળા – યાવત્ – જાજ્વલ્યમાન વિપુલ અને યાવત્ અસહ્ય વેદનાને વેદી રહ્યા છે.
(૧) પરશુરામની કથા સ્વતંત્રપણે અન્યતીર્થિકમાં આવી ગયેલ છે. (૨) દઢાયુ લચ્છઈ (લક્ષ્મી)નો પુત્ર હતો. વિશેષ કથા મળી નથી.
(૩) વસૂરાજા – આકાશ અધિષ્ઠિત સ્ફટિક સિંહાસને બેસીને રહેતો તે વાત લોકપ્રસિદ્ધ છે. સત્યવાદી એવો આ વસુરાજા પ્રાણાંતે પણ અસત્ય બોલતો ન હતો. તેના એ સત્વથી આવર્જાયેલ દેવોએ કરેલા પ્રાતિહાર્યથી તે ઉપર આકાશમાં ફરતો (રહેતો) હતો. તેણે કોઈ વખતે હિંઋવેદાર્થના પ્રરૂપક પર્વત રાજાનો પક્ષ લીધો અને સમ્યમ્ દૃષ્ટિ નારદનો પક્ષ ન લીધો. ત્યારે તેના અસત્ય વચનથી કોપેલા દેવતાએ સિંહાસન પરથી થપ્પડ મારીને પાડી દીધો. રૌદ્રધ્યાને આરૂઢ થઈને સાતમી નરકે ગયો.
(૪) સુભૂમ – આઠમો ચક્રવર્તી થયો. તેની કથા ચક્રવર્તી કથામાં જોવી. (૫) બ્રહ્મદત્ત – છેલ્લા ચક્રવર્તીની કથા ચક્રવર્તી વિભાગમાં જોવી. ૦ આગમ સંદર્ભ :જીવા. ૧૦૫ +
– ૪ –– » ––