SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦. આગમ કથાનુયોગ-૬ – “જીવ નહીં – મર નહીં.” તે વિષયે શંકિત થયેલા રાજા શ્રેણિકને ભગવંતે જણાવ્યું કે, કાલસૌકરિક ાણિવધમાં રત છે અને મૃત્યુ પામીને સાતમી નરકે જવાનો છે. માટે તે દેવ બોલ્યો કે, "ને જીવ–ન મર.” – – – – નરકગતિમાં અવશ્ય જનાર શ્રેણિકે જ્યારે ભગવંત મહાવીરને પૂછ્યું કે, મારે બચવાનો કોઈ ઉપાય ? ભગવંતે કહ્યું કે, જો તમે કાલસૌકરિક કસાઈને એક દિવસ માટે પ્રાણિવધ બંધ કરાવી શકો તો તમારી દુર્ગતિ અટકી શકે – ૪ – ૪ - શ્રેણિકે કાલસૌકરિકને કહ્યું કે, તું આજે પ્રાણિહત્યા ન કરે તો હું તને ઘણો ધનવાનું બનાવું. પણ તેણે શ્રેણિકનું વચન ન સ્વીકાર્યું. ત્યારે તેને અંધારા કુવામાં ઉતાર્યો. બીજે દિવસે ભગવંતને વંદના કરીને કહ્યું કે, મેં એક દિવસ માટે કાલસૌકરિક પાસે હત્યા બંધ કરાવી – ૪ – ૪ – ભગવંતે કહ્યું કે, તારી વાત બરોબર નથી. તે કૂવામાં પાડાની આકૃતિ બનાવીને મનોમન હત્યા કરતો હતો. - લાંબા કાળની હત્યાના પરિણામે તેણે ઘણા કર્મો સંચિત કર્યા. જેના પરિણામે તેના શરીરમાં મહારોગો ઉત્પન્ન થયા. તેને ક્યાંય સુખ શાંતિ ન મળી – યાવતુ – તીર્ણ કાંટાની શય્યા પર સુવડાવ્યો અને તેના શરીરે વિષ્ટાદિનું લેપન કર્યું ત્યારે તેને શાંતિ મળી - ૪ - ૪ -- અંતે તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. ૦ આગમ સંદર્ભ :આયા..પૂ. ૧૩૬; સૂય ચૂપૃ. ૧૫ર, ૩૨૭; સૂય. ૩૦૦, ૪૪૦ની વ ઠા. ર૫૦, ૨૫૫, ૩૫૮, ૩૭૬ની વૃ; ભગ. ૮૦૪, ૯૬૮ની . જીવા. ૧૧૮ની ; નિસી.ભા. ૧૩ની ચું, આવાર–પૃ. ૧૬૧, ૧૬૯, ૨૭3; આવનિ ૧૨૮૪ની , આવ મૂ. ૨૯ અંતર્ગતું ધ્યાનશતક–રની ૬ ૦ કુરચંદની કથા : (આ કથા ભગવંત ઋષભ અને શ્રેયાંસના પૂર્વભવોના શિર્ષક હેઠળ – તીર્થકર ઋષભ ની કથામાં આવી ગયેલ છે) | કુરુચંદ નામે રાજા હતો. તેની પત્ની (રાણી) કુરુમતી દેવી હતી. તેમનો હરિચંદ્રકુમાર નામે પુત્ર હતો. તે રાજા નાસ્તિકવાદી હતો. તેના મતે આ બધો ઇન્દ્રિયનો સમાગમ માત્ર હતો. પુરુષોની પરિકલ્પના હતી, મદ્યાંગમાં રહેલ મદ માત્ર હતો. તેનાથી વિશેષ કશું નહીં. પરભવનું સંક્રમણ તે માનતો હતો. સુકૃત–દુષ્કતનું ફળ સ્વર્ગ કે નરક છે તેવું તે માનતો ન હતો. તે ઘણાં જીવોના વધને માટે સમુદ્યત રહેતો હતો. છરાની જેમ તે એકાંતધારવાળો હતો. શિલરહિત અને વ્રતરહિત હતો. તેણે આ રીતે આવા અશુભ કર્મોથી ઘણો કાળ વ્યતીત કર્યો. મરણ કાળે અશાતાવેદનીયની બહુલતાથી નરક પ્રતિરૂપક પુદ્ગલ પરિણામો ઉત્પન્ન થયા. તેને સુમધુર ગીતો આક્રોશ જેવા લાગવા માંડ્યા. મનોહર રૂપો વિકૃત લાગવા માંડ્યા. ક્ષીર–ખાંડ મિશ્રિત ભોજન માંસ–પરુ જેવા લાગવા માંડ્યા. ચંદનનું અનુલેપન તેને અંગારા જેવું લાગવા માંડ્યું. હંસતુલ્ય મસૃણ શય્યા કંટક જેવી લાગવા
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy