SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક ૧૫૯ વડે આકાશમાર્ગે ચાલ્યા. પછી જે તેને નમે નહીં તેને તે કહેતો કે હું આકાશ માર્ગે આવી તેને મારી નાંખીશ. તે બધાં જ આજ્ઞાવર્તી થયા. તે દેવીને બાકીની દેવીઓએ પૂછયું. કીલિકા વડે યંત્ર નિવર્તે છે ? એક દેવીએ જતી વેળાએ ઇર્ષ્યાથી નિવર્તનકલિકા ગ્રહણ કરી. જ્યારે પાછા વળવાની વેળા આવી, ત્યારે તે નિવર્તતું ન હતું. પછી ઊંચે જતા તે ગરુડની પાંખ તુટી ગઈ. પાંખ વગરનો તે પડી ગયો. ત્યારપછી તેના સંઘાત નિમિત્તે કોકાશ નગરમાં ગયો. ત્યાં રથકારે રથનું નિર્માણ કર્યું. પણ તેમાં એક ચક્રનું નિર્માણ થયું. બીજા ચક્ર માટે સામગ્રી ઘટી. ત્યારે તે તેતે ઉપકરણો શોધવા લાગ્યો. તેણે કહ્યું કે, ઘેર જઈને ઉપકરણો લાવું છું. રાજકુળમાંથી પ્રાપ્ત થતા નથી. પછી રથકાર ગયો. કોકાસે તેનું સંઘટન કરી દીધું. તે ચક્ર ઊંચું કરીને આવતો હતો. ત્યારે નિર્માણ કરીને કોકાસ ચાલ્યો ગયો. તુરંત રથકારે જઈને રાજાને કહ્યું કે, કોકાસ આવી ગયો છે. જેના બળ વડે કાકવર્ણ જિતશત્રએ સર્વે રાજાને વશમાં કર્યા છે, તુરંત ત્યાંના રાજાએ કોકાસ આવ્યો છે તેમ જાણીને તુરંત જ કોકાસને પકડી લીધો. જિતશત્રુ રાજાને પણ દેવી સાથે પકડી લીધો. ભોજન બંધ કર્યું. - ત્યારપછી કોકાસે શિલ્પસિદ્ધ યુક્તિથી કાકવર્ણ જિતશત્રુ રાજાના પુત્રને જણાવ્યું ત્યારે કાકવર્ણ પુત્રે આવીને સમગ્ર નગર ઘેરીને ગ્રહણ કર્યું. માતા-પિતા અને કોકાશને મુક્ત કરાવ્યા. તે વખતે કોકાસે એવી યુક્તિ કરેલી કે તેઓને પકડનાર રાજાનો વિશિષ્ટ મહેલ બનાવેલો. તે રાજાના પુત્રાદિ સહિત તે સાત માળાવાળા મહેલમાં ભેગા કર્યા, પછી એક કીલિકા એવી રીતે મારેલી કે આખો મહેલ સંપુટ બની ગયેલો. તેઓને પકડનારા રાજા તે સંપુટની મધ્યમાં ફસાઈ ગયેલો. આ રીતે તેના શિલ્પસિદ્ધપણાથી પોતાના રાજારાણીને છોડાવી લીધા. ૦ આગમ સંદર્ભ :આવા નિ ૯૩૦ + ; આવપૂ.૧–. ૫૪૦, સ. ૧૦૩; ૦ કાલસૌકરિક (કાલસોરિય) કથા – ૦ પરીચય – રાજગૃહીમાં રહેતો એક જેનું નામ કાલસૌકરિક હતું. તે કાલસૌરિક નામે પણ પ્રસિદ્ધ હતો. આ કસાઈ રોજ ૫૦૦ પાડાઓને મારતો હતો. ભગવંત મહાવીરે જ્યારે રાજા શ્રેણિકને કહ્યું કે, જો કાલસૌકરિક કસાઈને તું પાડા મારતા અટકાવી શકે તો તમારું નરકગમન અટકાવી શકશે. પરંતુ રાજા શ્રેણિકનો પ્રયત્ન સફળ ન થયો. આ કાલસૌકરિક કસાઈ મરીને સાતમી નરકે ગયો. તેને સુલસ નામે પુત્ર હતો. પરંતુ તે અહિંસામાં શ્રદ્ધાવાન્ હતો. કથા જુઓ તુલસ. ૦ કાલસૌકરિક કસાઈ – (આ કથા પૂર્વે શ્રેણિક રાજા અને સુલસની કથામાં શ્રાવક વિભાગમાં આવી ગયેલ છે. તેનો કથાસાર આ પ્રમાણે છે...) રાજગૃહ નગરમાં કાલસૌકરિક કસાઈ હતો. તે રોજ ૫૦૦ પાડાઓ મારતો હતો – – – ૪ – કોઈ વખતે સમોસરણમાં તેને છીંક આવી ત્યારે દાક દેવ બોલ્યો
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy