SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ - ૦ વિનમિ – ભગવંત ઋષભના પૌત્ર અને મહાકચ્છના પુત્રનું નામ વિનમિ હતું. તેની કથા તો નમિ પ્રમાણે જ છે. વિશેષ એ કે તેની પુત્રી સુભદ્રા નામે હતી. જે તેણે ભરત ચક્રવર્તીને સ્રીરત્નરૂપે ઉપહારમાં આપેલી હતી. ૧૫૬ ૦ આગમ સંદર્ભ : જંબુ. ૧૦૩; - આવ.નિ. ૩૧૭; આવ.યૂ.૧–પૃ ૧૬૦ થી ૧૬૨; રo ૨૦૦, ૨૦૧; — X — * — ૦ કલ્પ (કલ્પક)ની કથા ઃ આવ.ભા. ૩૧ + ; કલ્પ–વૃત્તિ; કપિલ નામે કોઈ બ્રાહ્મણ હતો, જે નગરની બહારના ભાગમાં વસતો હતો. વિકાલે—સંધ્યાકાળે સાધુઓ આવ્યા. ત્યારે વિહાર કરવો મુશ્કેલ હતો (નગર પ્રવેશ કરવો યોગ્ય ન હતો) તેથી તે અગ્નિહોત્ર કપિલના ઘેર રહ્યા. ત્યારે કપિલ બ્રાહ્મણને વિચાર આવ્યો કે, હું આમને કંઈ પૂછું, જેથી તેઓ કંઈ જાણે છે કે નહીં તે ખ્યાલ આવે. તેના પ્રશ્નોના આચાર્ય દ્વારા સંતોષકારક ઉત્તરો મળ્યા, તેથી તે જ રાત્રિએ કપિલ શ્રાવક થયો. એ પ્રમાણે કાળ પસાર થતો હતો. અન્ય કોઈ વખતે સાધુઓ તેના ઘેર ચોમાસુ રહ્યા. તેમને એક પુત્ર થયો ત્યારે તેને કોઈ વ્યંતરી વળગી સાધુને કલ્પ્ય એવા ભાજનની નીચે તેને સ્થાપિત કર્યો તેના પ્રભાવથી તે જીવી ગયો. તેથી તેનું કલ્પક એ પ્રમાણે નામ રાખ્યું, પછી તે કપિલ અને તેની પત્ની મૃત્યુ પામ્યા. કલ્પક પણ ચૌદ વિદ્યાનો પારગામી બન્યો. પાટલીપુત્રમાં તેનું નામ વિખ્યાત બન્યું. તે ઘણો સંતોષી હોવાથી દાનાદિની ઈચ્છા રાખતો ન હતો. કન્યા મળતી હતી, તેની પણ ઇચ્છા ન કરી. અનેકશત છાત્રોથી પરિવરેલો તે ભ્રમણ કરતો હતો. આ તરફ કલ્પકના પ્રવેશ—નિર્ગમન સ્થાનમાં એક મરુક હતો. તેની પુત્રીને જલોદર વ્યાધિ થયો હતો. તેનું શરીર જાડું થવા લાગ્યું. અતિ રૂપવતી હોવા છતાં કોઈ તેને વરતું ન હતું. તે મોટી થઈ ગઈ. ઋતુવંતીકાળ થયો. કોઈ વખતે તેણીની માતાએ યુક્તિથી કલ્પક સાથે તેણીનો સ્વીકાર કરાવ્યો. જનપવાદ ભયથી કલ્પકે લગ્ન કર્યા. ઔષધ સંયોગ વડે તેણીને તંદુરસ્ત બનાવી. નગરના રાજાના સાંભળવામાં આવ્યું કે કલ્પક પંડિત છે. તેથી તેણે કલ્પકને બોલાવીને અમાત્યપદ માટે વિનંતી કરી – પણ કલ્પકે તેની વાત સ્વીકારી નહીં અને કહ્યું કે, નિરપરાધને કંઈ કરવું શક્ય નથી. ત્યારે તે રાજા કલ્પકના છિદ્રો શોધવા લાગ્યો. કોઈ વખતે રાજાએ ધોબીને બોલાવીને કહ્યું કે, તું કલ્પકના વસ્ત્રો ધુવે છે કે નહીં ? તેણે કહ્યું કે, હા, ધોઉં છું. ત્યારે રાજાએ કહ્યું કે, તને વસ્ત્ર આપે ત્યારે તું પાછા ન આપતો. કોઈ વખતે ઇન્દ્રમહોત્સવ સમયે તેની પત્નીએ વસ્ત્રો રંગાવવા કહ્યું. કલ્પકે તે વાત ન સ્વીકારી. ત્યારે તેણીએ ખૂબ ઝઘડો કરતા, કલ્પકે તેની વાત સ્વીકારી. તેણીને રંગારાને ઘેર લઈ ગઈ. રંગારાએ કહ્યું કે, હું વિનામૂલ્યે રંગી આપીશ. કેટલાક દિવસે તેણે વસ્ત્રો માંગ્યા. આજે આપું, કાલે આપું એમ કરતા સમય વીતવા લાગ્યો. અવસર વીતી ગયો તો પણ વસ્ત્રો ન આપ્યા. બીજે વર્ષે ન આપ્યા, ત્રીજે વર્ષે પણ ન આપ્યા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy