SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકિર્ણક કથાનક મંદિરો બનાવ્યા. આ રીતે મહેશ્વરની ઉત્પત્તિ થઈ. પેઢાલપુત્ર સત્યકી – જેને મહેશ્વર અને રુદ્ર નામે પણ ઓળખે છે તે અનુત્તર એવા પ્રધાન—ક્ષાયિક દર્શન યુક્ત હોવા છતાં ચારિત્રરહિત હોવાને કારણે તેમજ સ્પર્શના વિષયમાં રક્ત બનીને નરકગતિને પામ્યા. તે વ્રતરહિત – નિરભિગ્રહ શ્રાવક હતો. શુદ્ધ સમ્યકત્વના બળે તે શ્રેણિક અને કૃષ્ણ મહારાજાની માફક આગામી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં સર્વભાવવિદ્ નામે તીર્થંકર થશે. (જો કે સ્થાનાંગ સૂત્ર ૮૭૦, ૮૭૧ જોતા આ વાતમાં મતભેદ જણાય છે ત્યાં જે નવ જીવોએ ભગવંત મહાવીના શાસનમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યુ છે તેમાં સત્યકીનો ઉલ્લેખ નથી, પણ આવતી ચોવીસીમાં ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરનાર નવ જીવોમાં સત્યકીનો ઉલ્લેખ છે – જો કે આ નવ જીવોમાં કૃષ્ણ વાસુદેવનો પણ ઉલ્લેખ છે કે, જેઓ આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના આગમ પ્રમાણો અન્યત્ર મળે જ છે. વળી અભયદેવસૂરિ કૃતુ સ્થાનાંગ વૃત્તિમાં સૂત્ર–૮૭૨ની વૃત્તિમાં આ બધાં મધ્યમ તીર્થંકર રૂપે ઉત્પન્ન થનારા છે તો કોઈ કેવલીરૂપે એવો સ્પષ્ટ પાઠ છે, પણ તેમાં નવ જીવોમાંના કોણ તીર્થંકર થશે અને કોણ સામાન્ય કેવલી થશે તે વાત સ્પષ્ટ કરેલ નથી) ૦ આગમ સંદર્ભ : આયા. ૧૦૬, ૧૧૦ની વૃ; નિસી.ભા. ૩૭૪૪ની ; આયા.ચૂ.પૃ. ૯૭; સમ. ૩૫૬, ૩૬૨; આ.નિ. ૧૧૬૦, ૧૧૮૪ની ; દસ.નિ. ૧૮૫ની -X ૧૫૩ -- X ઠા. ૮૭૧ની વૃ; આવ.ચૂ.૨૫, ૧૭૪ થી ૧૭૬; ૦ એલાષાઢની કથા :– ધૂર્તાખ્યાનનું એક પાત્ર છે. (આ કથા દૃષ્ટાંત વિભાગમાં ધૂર્તાખ્યાનના દૃષ્ટાંતમાં આપેલી છે. મૂલદેવની કથામાં પણ આ પાત્રનો ઉલ્લેખ થયેલ છે) તેણે કલ્પિત કથા કરતા કહેલું કે, એક વખત તે જંગલમાં ગયેલો. ચોરોને જોઈને તેણે બધી ગાયોને ધાબળામાં મૂકી એક કપડામાં બાંધી દીધેલી. માથા ઉપર તેનું પોટલું મૂકીને ભાગ્યો. વગેરે—વગેરે. ૦ આગમ સંદર્ભ -- નિસી.ભા. ૨૯૨ થી ૨૯૪ + ચૂ ૦ કંસની કથા ઃ મથુરાના રાજા ઉગ્રસેનનો એક પુત્ર કંસ નામે હતો. તેના લગ્ન જરાસંધની પુત્રી સાથે થયેલા. પોતાના પિતાને જેલમાં નાખી કંસ રાજા બની ગયેલો. તેને કૃષ્ણ વાસુદેવે મારી નાંખેલ. (જુદા જુદા આગમોમાં કંસની કથા કંઈક આ પ્રમાણે છે–) કંસે કોઈ વખતે સ્નેહથી વસુદેવને મથુરા આવવા નિમંત્રણ આપેલું. દેવકી કંસના કાકા દેવકની પુત્રી હતી. કંસે વસુદેવને દેવકી સાથે વિવાહ કરવા વિનંતી કરી. પછી તેઓ બંને મૃતીકાવતી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં નારદઋષિ મળ્યા. ત્યારે નારદઋષિએ તેમને કહેલું કે, આ ઘણો જ યોગ્ય સંબંધ છે. ત્યારપછી વસુદેવ અને દેવકીના લગ્ન થયા. તે વખતે કંસના નાના ભાઈ અતિમુક્ત મુનિ ત્યાં પધારેલા. પારણાર્થે કંસને ત્યાં ગયા. તે વખતે કંસની સ્ત્રી જીવયશાએ મદિરાના કેફમાં અતિમુક્ત મુનિ સાથે ઘણું જ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy