SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આગમ કથાનુયોગ-૬ કપૂ. રે; ૦ સુકાલકુમારની કથા : તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. કોણિક રાજા હતો. પદ્માવતી પટ્ટરાણી હતી. તે જ ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની (રાણી) અને કોણિક રાજાની લઘુમાતા એવી સુકાલી રાણી હતી. તે સુકાલી દેવીનો પુત્ર સુકાલકુમાર હતો. જે સુકોમલ – યાવત્ – સુરૂપ હતો. શેષ સર્વ કથન કાલકુમાર અનુસાર જાણવું અર્થાત્ સુકાલી રાણીએ શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું કે, મારા પુત્ર સુકલકુમારને જીવિત જોઈશ કે નહીં? ભગવંતે કહ્યું કે, તે ચેટક રાજાના બાણથી મૃત્યુ પામીને ચોથી પંકપ્રભા નારકીએ ગયો – યાવત્ - તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સર્વ કર્મોનો અંત કરશે. (કથા કાલકુમાર મુજબ) આ સુકલકુમારને મહાપઘા નામે પત્ની હતી. મહાપમકુમાર પુત્ર હતો. ૦ આગમ સંદર્ભ :નિર. ૫, ૨૦ –– » –– » –– ૦ મહાકાલ આદિકુમાર કથા : મહાકાલ આદિ બાકીના આઠ કુમારોની કથા સંપૂર્ણપણે કાલકુમારની કથા અનુસાર જ જાણવી. બધાં કોણિક સાથે રથમુસલ સંગ્રામમાં ગયા. બધા ગરુડબૂડના અગિયારમાં ભાગના દંડનાયક હતા. બધાંની માતાએ ભગવંતને પોતાના પુત્રોની ગતિ પૂછેલી. બધાં જ મૃત્યુ પામીને ચોથી નરકે ગયા – યાવત્ – બધાં મહાવિદેહે મોક્ષે જશે. ફક્ત નામોના ફેરફાર છે તે આ પ્રણાણે ૦ મહાકાલકુમારની કથા - શ્રેણિક રાજાની પત્ની મહાકાલી રાણીને પુત્ર હતો. મહાકાલની પત્ની ભદ્રા હતી અને પુત્રનું નામ ભદ્ર હતું. ૦ કૃષ્ણકુમારની કથા :- શ્રેણિક રાજાની પત્ની કૃષ્ણ રાણીનો પુત્ર હતો. કૃષ્ણની પત્ની સુભદ્રા હતી. સુભદ્ર તેનો પુત્ર હતો. ૦ સુકણ કુમારની કથા :- શ્રેણિક રાજાની પત્ની સુકૃષ્ણા રાણીનો પુત્ર હતો. સુકૃષ્ણની પત્ની પદ્મભદ્રા હતી. તેમનો પુત્ર પદ્મભદ્ર હતો. ૦ મહાકૃષ્ણ કુમારની કથા :- શ્રેણિક રાજાની પત્ની મહાકૃષ્ણારાણીનો પુત્ર હતો. મહાકૃષ્ણની પત્ની પઘસેના હતી પધસેન તેનો પુત્ર હતો. ૦ વીરકૃષણ કુમારની કથા :- શ્રેણિક રાજાની પત્ની વીરકૃષ્ણા રાણીનો પુત્ર હતો. વીરકૃષ્ણની પત્ની પદ્મગુભા હતી. પદ્મગુલ્મ તેનો પુત્ર હતો. ૦ રામકૃષ્ણકુમારની કથા :- શ્રેણિક રાજાની પત્ની રામકૃષ્ણ રાણીનો પુત્ર હતો. રામકૃષ્ણની પત્નીનલિન ગુભા હતી. નલિનગુભા હતી. નલિનગુલ્મ તેનો પુત્ર હતો. ૦ પિતૃસેનકૃષ્ણકુમારની કથા:- શ્રેણિક રાજાની પત્ની પિતૃસેનકૃષ્ણારાણીનો પુત્ર હતો. પિતૃસેનકૃષ્ણકુમારની પત્ની આનંદા હતી. તેઓને આમંત્ર નામે પુત્ર હતો. ૦ મહાસેનકૃષ્ણકુમારની કથા :- આ શ્રેણિકની પત્ની મહાસેનકૃષ્ણા રાણીનો પુત્ર હતો. મહાસેનકૃષ્ણકુમારની પત્નીનું નામ નંદના હતું તેનો પુત્ર નંદન હતો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy