________________
૧૪૮
આગમ કથાનુયોગ-૬
ખંડ-૯ અન્ય કથાનક–અધ્યયન–૨ પ્રકિર્ણક કથાઓ ૦ કાલકુમારની કથા :
તે કાળે, તે સમયે આ જંબૂઢીપના ભારતવર્ષમાં ઋદ્ધિ આદિથી સંપન્ન ચંપાનગરી હતી. તેના ઇશાનભાગે પૂર્ણભદ્ર ચૈત્ય હતું. શ્રેણિક અને ચેલણાનો પુત્ર એવા કોણિક નામે રાજા હતો. પદ્માવતી રાણી હતી.
તે જ નગરીમાં શ્રેણિક રાજાની પત્ની (રાણી) અને કોણિક રાજાની લઘમાતા કાલી નામક રાણી હતી. જે સુકોમલ અંગ, પ્રત્યંગવાળી – યાવત્ – સુરપા હતી.
તે કાલીદેવીને પુત્ર કાલકુમાર હતો. તે સુકોમલ – યાવત્ – સુરૂપ હતો. ત્યારે કાલકુમાર ૩૦૦૦ હાથી, ૩૦૦૦ રથ, ૩૦૦૦ અશ્વ, ત્રણ કરોડ મનુષ્યોને લઈને ગરુડબૂડમાં – યાવતું – રથમૂસલ સંગ્રામમાં પ્રવૃત્ત થયો. ૦ કાલીદેવી દ્વારા કાલકુમારની ગતિ વિશે પૃચ્છા :
કોઈ વખતે કાલીદેવીને એવો સંકલ્પ ઉત્પન્ન થયો કે, મારો પુત્ર કાલકુમાર – થાવતું – રથમૂસલ સંગ્રામમાં પ્રવૃત્ત થયો છે. તો શું તે વિજય પ્રાપ્ત કરશે કે નહીં ? જીવતો રહેશે કે નહીં ? શત્રુને પરાજિત કરશે કે નહીં ? શું હું કાલને જીવિત જોઈ શકીશ? ઇત્યાદિ વિચારતા તે ઉદાસ થઈ ગઈ. નિરુત્સાહિત થઈને – યાવત્ – આર્તધ્યાનમાં મગ્ન થઈ ગઈ.
તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ચંપાનગરીએ પધાર્યા. પર્ષદા નીકળી, ત્યારે આ વૃત્તાંત જાણી કાલીદેવી હર્ષિત થઈ, તેણીને – યાવત્ - આવો વિચાર આવશે - તથારૂપ શ્રમણ ભગવંતોનું નામ શ્રવણ જ મહાનું ફલપ્રદ છે તો તેમની સમીપે જઈ વંદન-નમસ્કાર કરવાના ફળના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? – યાવત્ – ભગવંતની સમીપે જાઉં, પર્યપાસના કરું અને પૂર્વોક્ત પ્રશ્નો પૂછું.
ત્યારપછી કાલીરાણીએ કૌટુંબિક પુરુષોને બોલાવી શ્રેષ્ઠ ધાર્મિકરથ લાવવા કહ્યું. પછી તેણીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – અલ્પ પણ મૂલ્યવાનું આભુષણોથી વિભૂષિત થઈ, કુન્જાદાસી – યાવત્ – મહત્તરા વૃંદ સાથે અંતઃપુરથી નીકળી. પરિજનોથી પરિવરીને પૂર્ણભદ્ર ચૈત્યે આવી. તીર્થંકરના છત્રાદિ અતિશય જોતા જ ધાર્મિક શ્રેષ્ઠ રથ રોક્યો. નીચે ઉતરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચી. ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. શુશ્રુષા કરતી વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગી.
ત્યારે ભગવંત મહાવીરે તે કાલીદેવી અને વિશાળ પર્ષદાને ધર્મ કહ્યો. શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારીને કાલી રાણી હર્ષિત, સંતુષ્ટ – યાવત્ - વિકસિતહૃદયા થઈને શ્રમણ ભગવંતને વંદન–નમસ્કાર કરીને કહ્યું કે, હે ભગવન્! મારો પુત્ર કાલકુમાર સંગ્રામમાં પ્રવૃત્ત થયો છે - યાવત્ - હું કાલકુમારને જીવિત જોઈ શકીશ કે નહીં ?
હે કાલી ! તારો પુત્ર કાલકુમાર – યાવત્ – રથમૂસલ સંગ્રામમાં લડતા, વીરવરોને