SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આગમ કથાનુયોગ-૬ ૦ અંજૂની કથા - તે કાળે, તે સમયે વર્તમાનપુર નગર હતું. ત્યાં વિજયવર્તમાન નામક ઉદ્યાન હતું. ત્યાં મણિભદ્ર યક્ષનું ચક્ષાયતન હતું. ત્યાં વિજયમિત્ર રાજા હતો. ધનદેવ નામક સાર્થવાહ રહેતો હતો. જે ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત હતો. તેની પ્રિયંગુ નામે પત્ની હતી. તેની ઉત્કૃષ્ટ શરીરવાળી સુંદર અંજૂ નામની બાલિકા હતી. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર પધાર્યા – યાવત્ – પર્ષદા અને રાજા ધર્મદેશના સાંભળીને પાછા ફર્યા. તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થ ભ્રમણ કરતા વિજયમિત્ર રાજાની અશોકવાટિકાની સમીપથી જતા શુષ્ક, બુભૂષિત, નિમસ, કડકડ શબ્દથી યુક્ત અસ્થિચર્મીવનદ્ધ તથા નીલી સાડી પહેરેલી – કષ્ટમય, કરુણોત્પાદક, દીનતાપૂર્ણ વચન બોલતી એક સ્ત્રીને જોઈ. શેષ કથન પૂર્વકથાનુસાર જાણવું – યાવતું – ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને તે સ્ત્રીનો પૂર્વભવ પૂછયો. ૦ અંજૂનો પૂર્વભવ : હે ગૌતમ! તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભારતવર્ષમાં ઇન્દ્રપુર નગર હતું. ત્યાં ઇન્દ્રદત્ત રાજા હતો. પૃથ્વીશ્રી ગણિકા રહેતી હતી. પૃથ્વીશ્રી ગણિકા અનેક ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ આદિ લોકોને ચૂર્ણાદિના પ્રયોગથી વશવર્તી કરીને મનુષ્યસંબંધી ઉદારમનોજ્ઞ કામભોગોનો યથેષ્ઠરૂપે ઉપભોગ કરતી વિચરતી હતી. ત્યારપછી આવા કર્મ, આમાં પ્રધાન, આમાં વિજ્ઞ અને આવા આચારવાળી તે પૃથ્વીશ્રી ગણિકા અત્યધિક પાપકર્મોનું ઉપાર્જન કરી ૩૫૦૦ વર્ષનું પરમ આયુ ભોગવી મૃત્યુ પામીને છટ્ઠી નરકભૂમિમાં ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળી આ વર્ધમાનપુર નગરમાં તે ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ ભાર્યાની કૂલમાં કન્યારૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી પ્રિયંગૂએ નવમાસ પૂર્ણ થયા પછી કન્યાને જન્મ આપ્યો. તેનું અંજૂશ્રી નામ રાખ્યું. તેણીનું શેષ વર્ણન દેવદત્તા માફક જાણવું. વિજયમિત્ર સાથે લગ્ન, અંજૂશ્રીને યોનિશૂળ : ત્યારે વિજયમિત્ર રાજા અશ્વક્રીડા નિમિત્તે જતા વૈશ્રમણદત્ત રાજાની માફક અંજૂછીને જુએ છે. પોતાના માટે તેટલીપુત્ર અમાત્ય માફક અંજૂશ્રીની માંગણી કરે છે – થાવત્ - અંજૂશ્રી સાથે ઉન્નત પ્રાસાદોમાં આનંદ વિહરણ કરે છે. કોઈ સમયે અંજૂશ્રીના શરીરમાં યોનિશળ ઉત્પન્ન થયું. તે જાણીને વિજયમિત્ર રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને – વર્ધમાનપુર નગરમાં જઈને સર્વ સ્થાને ઉદ્દઘોષણા કરવા કહ્યું કે, અંજૂશ્રીના યોનિશૂળને જે કોઈ વૈદ્ય – જ્ઞાયક કે ચિકિત્સક આદિ ઉપશાંત કરી દેશે તેને વિજયમિત્ર રાજા વિપુલ ધનસંપત્તિ પ્રદાન કરશે. કૌટુંબિક પુરુષોએ ઉદૂઘોષણા કરી. ત્યારપછી નગરના અનેક વૈદ્ય, જ્ઞાયક, ચિકિત્સક વિજયમિત્ર રાજાને ત્યાં આવ્યા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy