SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખવિપાકી કથા ૧ ૨ હતી. તે દંપતિને શૌર્યદત્ત નામક સર્વાંગસંપન્ન સુંદર પુત્ર હતો. તે કાળે, તે સમયે ભગવાન્ મહાવીર પધાર્યા – યાવતું – પર્ષદા અને શૌરિકદત્ત રાજા ધર્મકથા સાંભળી પાછા ચાલ્યા ગયા. ૦ ગૌતમસ્વામી દ્વારા પીડિત પુરુષનું દર્શન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ટ શિષ્ય ગૌતમ સ્વામી – થાવત્ – છઠના પારણે શૌરિકપુર નગરમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતા યથેષ્ઠ આહાર લઈને શૌરિકપુર નગરથી નીકળ્યા. મચ્છીમાર મોહલ્લા પાસેથી જતા એવા તેમણે વિશાળ જનસમુદાય વચ્ચે એક શુષ્ક, બુભૂષિત, નિર્માસ, ચર્માવૃત્ત માત્ર એવો અને ઉઠતા-બેસતા જેના હાડકાં કડકડ કરતા એવા પુરુષને જોયો. તેણે નીલ વસ્ત્ર પહેરેલું. ગળામાં મત્સ્યકંટક લાગેલો હોવાથી કષ્ટાત્મક, કરુણાજનક અને દીનતાપૂર્ણ આક્રંદન કરી રહ્યો હતો. તે લોહી, પરુ, કૃમિનું વારંવાર વમન કરી રહ્યો હતો. તે જોઈને ગૌતમસ્વામીના મનમાં આવો સંકલ્પ થયો કે, અહો ! આ પુરુષ પૂર્વકૃત્ – કાવત્ – અશુભ કર્મોના ફળ સ્વરૂપ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે. આમ વિચારી ભગવંત મહાવીર પાસે પહોંચ્યા. ૦ શૌર્યદત્તનો પૂર્વભવ : હે ભગવન્! – યાવત્ – તે પુરુષ પૂર્વભવે કોણ હતો ? હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં નંદીપુર નગર હતું. ત્યાં મિત્રરાજા હતો. તેનો શ્રીયક નામે રસોઈયો હતો. તે મહા અધર્મી – યાવતું – દુષ્પત્યાનંદ હતો. તેના પૈસા તથા ભોજનરૂપ વેતન ગ્રહણ કરનારા અનેક મચ્છીમાર, વાગરિક, શાકુનિક નોકર પુરુષો હતા. જે સ્લણ મસ્યો – યાવત્ – પતાકાતિપતાકાઓ તથા બકરા – યાવતું – મહિષો તથા તેતર – ચાવતુ – મોરનો વધ કરીને શ્રીયક રસોઈયાને આપતા. અન્ય પણ ઘણાં પક્ષી ત્યાં પિંજરામાં બંધ કરેલા હતા. શ્રીયક રસોઈયાના અન્ય પણ ઘણાં પક્ષી ત્યાં પિંજરામાં બંધ કરેલા હતા. શ્રીયક રસોઈયાના અન્ય પણ અનેક વેતનથી કાર્ય કરનારા હતા. જે તેને તેતર – યાવત્ – મોરને પાંખ રહિત કરીને તેને લાવીને આપતા હતા. ત્યારે તે રસોઈયો અનેક જલચર, સ્થલચર, ખેચર જીવોનું માંસ લઈ સૂક્ષ્મ, વૃત્ત, દીર્ધ, હૃસ્વ ખંડ કરતો. તે ખંડોને પકાવતો, કેટલાંક સ્વતઃ પાકી જતા. કોઈ ગર્મી કે હવાથી પકાવાતા હતા. તે કેટલાંકને કૃષ્ણવર્ણવાળા – વાવ – હિંગુલ વર્ણવાળા કરતો. તે આ ખંડોને તક્ર, આમલક, દ્રાક્ષારસ, કપિત્થ તથા અનારના રસથી સંસ્કારિત કરતો. તેમજ મસ્યરસોથી ભાવિત કરતો. તે માસખંડોને તળતો, સેકતો, શૂળમાં પરોવી પકાવતો. આ રીતે મત્સ્ય, મૃગ – યાવત્ – મયૂર માંસના રસો તથા અન્ય ઘણાં જ લીલા શાકને તૈયાર કરતો. પછી રાજા મિત્રના ભોજન સમયે પ્રસ્તુત કરતો તે રસોઈયો પોતે પણ અનેક જલચર આદિના માંસ, રસ અને લીલા શાકની સાથે શૂલપક્વ, તળેલ, સેકેલ તથા છ પ્રકારની મદિરા આદિનું આસ્વાદનાદિ કરતો વિચરતો હતો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy