SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આગમ કથાનુયોગ-૬ ત્યારપછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, તમે લોકો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, અલંકાર અને મદિરાદિ તૈયાર કરવી તે કૂટાગારશાલામાં ચોર સેનાપતિ અલગ્ન સેનની પાસે પહોંચાડો. કૌટુંબિક પુરુષોએ પણ તેમ કર્યું. ત્યારપછી અભગ્રસેન ચોર સેનાપતિ સ્નાનાદિથી નિવૃત્ત થઈને, સમસ્ત આભુષણો પહેરીને પોતાના અનેક મિત્રો–જ્ઞાતિજનો આદિ સાથે તે વિપુલ અશનાદિ તથા પંચવિધ મદિરાઓનું સમ્યક્ આસ્વાદન વિસ્વાદન કરતો પ્રમત્ત થઈને વિચરવા લાગ્યો. ત્યારપછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને કહ્યું કે, તમે લોકો જઈને પુરિમતાલ નગરના દરવાજાને બંધ કરી દો અને અગ્રસેનને જીવતો પકડીને મારી સામે લાવો. ત્યારે કૌટુંબિક પુરુષોએ રાજાની આજ્ઞા સ્વીકારી – યાવત્ – અભગ્રસેન ચોર સેનાપતિને મહાબલ રાજા સામે ઉપસ્થિત કર્યો. ૦ અગ્રસેનનો વધ અને ગતિ : ત્યારપછી મહાબલ નરેશે અભગ્રસેન ચોર સેનાપતિને આ વિધિ મુજબ વધ કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! આ પ્રકારે તે ચોર સેનાપતિ અભગ્રસેન પૂર્વોપાર્જિત પાપકર્મોના નરક તુલ્ય વિપાક ઉદયરૂપ ઘોર વેદના અનુભવી રહ્યો છે. હે ભગવન્! તે અગ્રિસેન મૃત્યુ કરીને ક્યાં જશે ? હે ગૌતમ ! તે ૩૭ વર્ષનું પરમ આયુ ભોગવી આજે ત્રિભાગાવશેષ દિવસે શૂળીએ ચઢાવાયા પછી મરીને રત્નપ્રભાનામક પ્રથમ નારકીમાં એક સાગરોપમવાળી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકપણે ઉપજશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રના સંસારભ્રમણ માફક પરિભ્રમણ કરશે – યાવતું – પૃથ્વી, અપ, તેઉ, વાયુકાય આદિમાં લાખો વખત ઉપજશે. ત્યાંથી નીકળી વાણારસી નગરીમાં શૂકરરૂપે ઉત્પન્ન થશે. ત્યાં શિકારી તેનો ઘાત કરશે. પછી વાણારસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળભાવ પૂર્ણ કરી યુવાન થઈ પ્રવ્રુજિત થઈ, સંયમપાલન કરીને – યાવતું – નિર્વાણ પદ પ્રાપ્ત કરશે. ૦ આગમ સંદર્ભ :ઠામૂ ૯૬૮ની , વિવા, ૩, ૧૮ થી ૨૩; ૦ શકટની કથા - તે કાળે, તે સમયે સાહંજની નામક ઋદ્ધિ, સ્વિમિત, સમૃદ્ધ નગરી હતી. તેની બહાર ઇશાન ખૂણામાં દેવરમણ નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘ નામક યક્ષનું પુરાતન યક્ષાયતન હતું. તે નગરીમાં મહચંદ રાજા હતો. તે હિમવંત સમાન મહાન હતો. તે મહઔંદ્ર રાજાને સુષેણ મંત્રી હતો. જે સામ, ભેદ, દંડ, ઉપપ્રદાન નીતિના પ્રયોગ અને ન્યાય નીતિઓનો વિધિજ્ઞ તથા નિગ્રહેકુશલ હતો. તે નગરીમાં સુદર્શના નામે એક સુપ્રસિદ્ધ ગણિકા રહેતી હતી. તે નગરીમાં સુભદ્ર નામે સાર્થવાહ હતો. તે સુભદ્રની સર્વાગ સુંદર એવી ભદ્રા પત્ની હતી. તેઓને શકટ નામે પુત્ર હતો. તે પંચેન્દ્રિયથી પરિપૂર્ણ – સુંદર શરીરથી સંપન્ન હતો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy