SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખવિપાકી કથા ટોકરીઓ લઈને પુરિમતાલ નગરની ચારે તરફ અનેક કાગડીના, કબૂતરીના, શમળીના, બગલીના, મોરનીના, મુરઘીના તેમજ અનેક જલચર, સ્થલચર, ખેચર આદિ જીવોના ઇંડાઓ લઈને ટોકરીઓ ભરતા હતા, ભરીને નિર્ણય અંડવણિકને આપતા હતા. ૧૨૫ ત્યારે તે નિર્ણય અંડવણિકના અનેક વેતન ભોગી પુરુષો આ ઘણાં ઇંડાઓને કડાઈ આદિમાં તળતા–સેકતા અને પકાવતા હતા. રાજમાર્ગની મુખ્ય દુકાનો પર ઇંડાના વ્યાપારથી આજીવિકા ચલાવતા હતા. તે નિર્ણય અંડવણિક પોતે પણ અનેક પકાવેલ, ભુંજેલ, સેકેલ ઇંડાઓને સુરા, મધુ, મેરક, જાતિ તથા સીધુ મદિરા સાથે આસ્વાદન કરતો જીવન વિતાવતો હતો. ૦ નિર્ણય અંડવાણિકનું મૃત્યુ અને અભગ્રસેનરૂપે જન્મ : તે નિર્ણય અંડવણિક આવા પ્રકારના પાપકર્મોથી અત્યધિક પાપકર્મ ઉપાર્જિત કરીને ૧૦૦૦ વર્ષનું પરમ આયુ ભોગવી, મરીને ત્રીજી નરકે સાત સાગરોપમ સ્થિતિવાળા ઔરયિકરૂપે ઉત્પન્ન થયો. તે નિર્ણય અંડવણિક નરકથી નીકળીને વિજય ચોરની સ્કંદશ્રી પત્નીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. પછી ત્રણ માસ પુરા થયા બાદ સ્કંદશ્રીને એવો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતાઓ ધન્ય છે, જે મિત્રજ્ઞાતિજન આદિથી પરિવરીને તથા અન્ય સ્ત્રીઓ સાથે સ્નાનાદિ કરીને, અલંકૃત થઈને ઘણાં જ અશનાદિ પદાર્થો તથા સુરા, મધુ આદિ મદિરાનું આસ્વાદન, વિસ્વાદન, પરિભાજન, પરિભોગ કરતી વિચરે છે. d ભોજન બાદ ઉચિત સ્થાને ઉપસ્થિત થઈ, પુરુષવેશ પહેરીને, દૃઢ બંધનોથી બદ્ધ, લોહમય બખ્તર ધારણ કરીને – યાવત્ – આયુધ અને પ્રહરણોથી યુક્ત હોય, ડાબા હાથમાં ઢાલ લઈને, ખુલ્લી તલવાર સાથે, ખભે તરકશો લઈને, પ્રત્યંચાયુક્ત ધનુષ્યોથી સારી રીતે ફેંકાનાર બાણોથી, લટકતી અને ચલિત જંઘાઘંટીઓ દ્વારા તથા ક્ષિપ્રતૂર્ય વગાડવાથી મહાન્, ઉત્કૃષ્ટ, મહાધ્વનિથી સમુદ્રગર્જના સટ્ટશ આકાશમંડલને શબ્દાયમાન કરતી; શાલાટવી ચોરપક્ષીની ચારે તરફ ભ્રમણ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ આ રીતે દોહદ પૂર્ણ કરું. પણ તેમ ન થવાથી તે સૂકાતી જતી યાવત્ - આર્તધ્યાન કરવા લાગી. - ત્યારે વિજય ચોર સેનાપતિએ આર્તધ્યાન કરતી સ્કંદશ્રીને જોઈને પૂછયું, તું કેમ આર્તધ્યાનમાં ડૂબી છો ? સ્કંદશ્રીએ પોતાના દોહદની વાત કરી. ત્યારે વિજયચોરે સ્કંદશ્રીને કહ્યું, તું ચિંતા ન કર, તારા દોહદની ઇચ્છાનુકૂળ પૂર્તિ કરી શકીશ. ત્યારે તે સ્કંદશ્રી પ્રસન્ન થઈ, હર્ષાતિરેકથી અનેક સહચારીઓ અને ચોર મહિલાઓની સાથે સ્નાનાદિથી નિવૃત્ત થઈને, વિપુલ અશન—પાન અને મદિરા આદિનું આસ્વાદન કરવા લાગી. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને એકત્રિત થઈને પુરુષવેશ ધારણ કરી, દૃઢ બંધન બદ્ધ, લોમય કવચ ધારણ કરી – યાવત્ – ભ્રમણ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. ૦ અભગ઼પેનનો જન્મ અને સેનાપતિત્વ : ત્યારપછી તે ચોર સેનાપતિની પત્ની સ્કંદશ્રીએ નવ માસ પૂર્ણ થયા પછી પુત્રને જન્મ આપ્યો. વિજય ચોરે દશ દિવસ પર્યંત મહાઋદ્ધિ સાથે કુલ ક્રમાગત સ્થિતિપતિત
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy