SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ તે વિજય ચોર સેનાપતિ અનેક ચોર, પારદારિક, ગ્રંથિભેદક, સંધિચ્છેદક, પૂર્ત આદિ લોકો તથા બીજા ઘણાં છિન્ન—ભિન્ન, શિષ્ટ મંડલીથી બહિષ્કૃત વ્યક્તિઓને માટે વાંસના વન સમાન ગોપક હતો. તે ચોર સેનાપતિ પુરિમતાલ નગરના ઇશાન ભાગના જનપદને, અનેક ગામો તથા નગરોનો નાશ કરતો, પશુઓનું હરણ કરતો, ચોરી કરતો, પથિકોને લુંટતો, ખાતર પાડતો, પીડિત કરતો, વિધ્વસ્ત કરતો, તર્જન તાડન કરતો, ધનધાન્યાદિથી રહિત કરતો તથા મહાબલ રાજાના રાજદેયકરને પણ વારંવાર સ્વયં ગ્રહણ કરતો વિચરતો હતો. ૧૨૪ તે વિજય ચોર સેનાપતિની સ્કંદશ્રી નામની પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો યુક્ત સર્વાંગ સુંદરી પત્ની હતી. અભગ્રસેન નામે પુત્ર હતો. જે અન્યૂન પાંચ ઇન્દ્રિયોવાળો હતો. વિજ્ઞ– પરિપક્વ અને યુવાન હતો. તે કાળે, તે સમયે પુરિમતાલ નગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદા નીકળી, રાજા પણ ગયો. ભગવંતે ધર્મદેશના આપી. ૦ ગૌતમ દ્વારા સમગ્ર વચ્ચે કુટુંબનું દર્શન ઃ— તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી ભિક્ષાર્થે નીકળ્યા. તેમણે ઘણાં જ હાથી, ઘોડા, શસ્ત્રસજ્જ પુરુષોને જોયા. તે બધાંની વચ્ચે અવકોટક બંધનથી યુક્ત એક પુરુષને જોયો. રાજપુરુષો તે પુરુષોને ચત્વર પર બેસાડી તેની આગળ તેના આઠ લઘુપિતાઓને મારતા હતા. કશાદિ પ્રહારોથી તાડિત કરતા તેઓ દયનીય સ્થિતિ પ્રાપ્ત તે પુરુષને તેના જ શરીરમાંથી કાપેલ માંસના ટુકડા ખવડાવતા હતા અને લોહી પીવડાવતા હતા. બીજા ચત્વર પર તેની આઠ લઘુમાતાઓને તેની સમક્ષ તાડિત કરતા હતા યાવત્ – લોહી પીવડાવતા હતા. એ જ રીતે ત્રીજા ચત્વર પર આઠ મહાપિતાઓને, ચોથા ચત્વરે આઠ મહામાતાઓને, પાંચમાં પર પુત્રોને, છટ્ઠા પર પુત્રવધૂઓને, સાતમા પર જમાઈઓને, આઠમા પર પુત્રીઓને, નવમા પર પૌત્રોને, દશમા પર દોહિત્ર–દોહિત્રીઓને, અગિયારમાં પર દોહિત્રી પતિઓને, બારમા પર દોહિત્ર પત્નીને, તેરમા પર કૂવાઓને, ચૌદમાં પર ફોઈઓને, પંદરમાં પર માસાને, સોળમાં પર માસીઓને, સત્તરમાં પર મામીઓને, અઢારમાં પર બાકીના મિત્ર, સ્વજન આદિને તે પુરુષ સન્મુખ મારતા હતા, તાડિત કરતા હતા. તે રાજપુરુષો તે બધાંના શરીરનું માંસ કાઢીને તે પુરુષને ખવડાવતા હતા. ત્યારે ગૌતમસ્વામીને તે પુરુષને જોઈને એવો સંકલ્પ થયો – યાવત્ – પૂર્વવત્ નગરથી નીકળી ભગવંત મહાવીર પાસે આવી નિવેદન કર્યું – યાવત્ – હે ભગવન્ ! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતો ? જે આવા પ્રકારે પોતાના કર્મોનું ફળ પામી રહ્યો છે ? ૦ અભગ્નસેનનો પૂર્વભવ : હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં પુરિમતાલ નામે સમૃદ્ધિપૂર્ણ નગર હતું. ત્યાં ઉદિત નામે રાજા હતો. તે નગરમાં નિર્ણય નામે અંડવણિક રહેતો હતો. તે આઢ્ય તેમજ અપરાભૂત હતો. અધર્મી – યાવત્ – પરમ અસંતોષી હતો. તે નિર્ણય અંડવણિકના અનેક દત્તસ્મૃતિભક્તવેતન પુરુષો પ્રતિદિન કુદ્દાલ અને વાંસની
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy