SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આગમ કથાનુયોગ-૬ ત્યારપછી ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં આય, અપરાભૂત એવા કુળોમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં દઢ પ્રતિજ્ઞ સમાન કળા શીખશે – યાવત્ – સિદ્ધિ પ્રાપ્ત કરશે. બોધ પામશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોનો અંત કરશે– ૦ આગમ સંદર્ભ :આયા યૂ.પૃ. ૨૩; સૂયમૂ. ૩૮૪ની , ઠા ૯૬૮ની વૃ વિવા. ૩ થી ૧૦; નિસીભા. ૩૭૩ની યુ ૦ ઉઝિતક કથા – તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામક નગર હતું. જે ઋદ્ધ, તિમિત, સમૃદ્ધ હતું. તેના ઇશાન ખૂણામાં દૂતિપલાશ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં સુધર્મા યક્ષનુ યક્ષાયતન હતું. તે નગરમાં મિત્ર નામે રાજા હતો તેને શ્રી નામે રાણી હતી. તે વાણિજ્યગ્રામ નગરમાં સંપૂર્ણ પાંચો ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળી – યાવત્ - પરમ સુંદરી ૭૨ કળાઓમાં કુશળ, ગણિકાના ૬૪ ગુણોથી યુક્ત, ૨૬ પ્રકારના વિષયગુણોમાં રમણ કરનારી, ર૧ પ્રકારના રતિગુણોમાં પ્રધાન, કામશાસ્ત્ર પ્રસિદ્ધ પુરુષના ૩૨ ઉપચારોમાં કુશળ, સુપ્ત નવ અંગોથી જાગૃત, અઢાર ભાષામાં પ્રવીણ, શૃંગારપ્રધાન વેષયુક્ત ગીત, રતિ, ગાંધર્વ, નાટ્યમાં કુશળ, મનને આકર્ષિત કરનારી, ઉત્તમ ગતિથી યુક્ત, જેના વિલાસભવન પર ઊંચી ધ્વજા ફરકી રહી છે, જેને રાજા તરફથી પારિતોષિકના રૂપમાં છત્ર, ચામર, બાલવ્યજનિકા, કૃપાપૂર્વક પ્રદાન કરાયેલ હતા અને કર્ણરથ નામક રથમાં ગમનાગમન કરનારી હતી, એવી કામધ્વજાગણિકા રહેતી હતી. જે ૧૦૦૦ ગણિકાનું સ્વામિત્વ, નેતૃત્વ કરતી સમય વ્યતિત કરતી હતી. તે વાણિજ્યગ્રામ નગરમાં વિજયમિત્ર નામે એક ધની સાર્થવાહ રહેતો હતો. તેને અન્યૂન પંચેન્દ્રિય શરીરથી સંપન્ન સુભદ્રા નામે ભાર્યા હતી. તેમનો પુત્ર ઉઝિતક નામે સર્વાગ સંપન્ન અને સુરૂપ બાળક હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વાણિજ્યગ્રામ નગરમાં પધાર્યા. પર્ષદા નીકળી. રાજા પણ કોણિકરાજાની માફક નીકળ્યો. ભગવંતે ધર્મ કહ્યો. પર્ષદા તથા રાજા બંને પાછા ફર્યા. ૦ ગૌતમ દ્વારા ઉઝિતકની વધ્ય સ્થિતિનું દર્શન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ નામે અણગાર કે જે સંક્ષિપ્ત તેજોલેશ્યાના ધારક હતા, છઠની તપસ્યા કરતા હતા. તેઓ ભિક્ષાર્થે વાણિજ્યગ્રામ નગરમાં પધાર્યા. ત્યાં રાજમાર્ગે તેણે અનેક હાથીઓને જોયા. તે હાથીઓ યુદ્ધને માટે ઉદ્યત હતા. જેણે કવચ પહેરેલા, શરીરરક્ષક ઉપકરણ ધારણ કરેલા, જેનાથી તેના ઉદર દૃઢ બંધનથી બાંધેલા હતું. તેની ઝૂલની બંને તરફ ઘંટ લટકતા હતા. જે વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી જતિ વિવિધ પ્રકારના રૈવેયક પહેરેલા હતા. કવચાદિ સામગ્રી ધારણ કરેલા હતા. ધ્વજા તથા પંચવિધ શિરોભૂષણથી વિભૂષિત હતા. જેમના પર આયુધ અને પ્રહરણાદિ લઈને મહામત બેઠા હતા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy