SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય કથાનક - - - - ખંડ-૯ અન્ય કથાનક પૂર્વે ઉત્તમચરિત્રથી આરંભીને અન્યતીર્થિક સુધીના કથા વિભાગમાં સમાવેશ ન પામતી એવી કથાઓ આ વિભાગમાં જૂ કરેલ છે. તે માટે અમે બે અલગ–અલગ અધ્યયનો પસંદ કર્યા છે. (૧) પ્રથમ અધ્યયનમાં અમે ફક્ત અશુભકર્મના વિપાકોમાં દર્શાવતી દશ કથાઓ લીધી છે અને (૨) બીજા અધ્યયનમાં આ સિવાયની કેટલીક કથાઓ સમાવેલ છે. # અધ્યયન–૧ દુઃખવિપાકી કથાઓ :આગમોમાં વિપાકશ્રુત નામે એક આગમ છે. જેના પ્રથમ શ્રુતસ્કંધમાં દુઃખ વિપાકમાં દશ અધ્યયનો ફરમાવેલા છે. તે આ પ્રમાણે૦ મૃગાપુત્રની કથા : તે કાળે, તે સમયે મૃગા ગ્રામ નામે નગર હતું. તેના ઇશાન ભાગે ચંદનપાદા નામે ઉદાન હતું. જે સર્વઋતુઓના પુષ્પો-ફળોથી સમૃદ્ધ હતું. તે ઉદ્યાનમાં સુધર્મા નામે યક્ષનું યક્ષાયતન હતું જે પૂર્ણભદ્ર ચૈત્ય સમાન પ્રાચીન હતું. તે મૃગાગ્રામ નગરમાં વિજય નામે એક ક્ષત્રિય રાજા રહેતો હતો. તે વિજય ક્ષત્રિયની મૃગા નામે રાણી હતી. જે અહીન, પ્રતિપૂર્ણ, પંચેન્દ્રિય શરીરવાળી હતી. ૦ મૃગાપુત્રનું જન્માંધત્વ આદિ : તે વિજય ક્ષત્રિયનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામે એક બાળક હતો. તે બાળક જન્મકાળથી જ અંધ, મુંગો, બહેરો, પગ, ડુંડ અને વાત રોગી હતો. તે બાળકના હાથ, પગ, કાન, નેત્ર, નાસિકા પણ ન હતો. કેવળ તેના અંગોપાંગોનો આકારમાત્ર હતો તે પણ ઉચિત રૂપે ન હતો. તે મૃગાદેવી તે મૃગાપુત્ર દારકને ગુપ્તભૂમિગૃહમાં ગુપ્તરૂપે આહારાદિ દ્વારા પાલનપોષણ કરતી પોતાનો સમય વ્યતીત કરતી હતી. ૦ ગૌતમસ્વામી દ્વારા જન્માંધ પુરુષ સંબંધી પૃચ્છા : તે મૃગાગ્રામ નગરમાં એક જન્માંધપુરુષ રહેતો હતો. આંખવાળા એક વ્યક્તિના સહારે તે આગળ-આગળ લઈ જવાતો હતો. જટાજૂટ જેવા અત્યંત અસ્તવ્યસ્ત, વિખરાએલા વાળથી યુક્ત મસ્તકવાળો અને અતિ મેલો-ધુળીયો હોવાથી સંદેવ તેની આસપાસ માખીઓ બણબણતી રહેતી હતી. તે મૃગાગામ નગરના ઘેર ઘેર દૈન્યવૃત્તિથી ભીખ માંગીને પોતાની આજીવિકા ચલાવતો સમય વીતાવતો હતો. તે કાળે, તે સમયે પૂર્વાનુપૂર્વી ક્રમે રામાનુગ્રામ સુખે સુખે વિચરતા શ્રમણ ભગવંત મહાવીર મૃગાગ્રામ નગરના ચંદન–પાદપ ઉદ્યાનમાં પધાર્યા. વંદનાર્થે પર્ષદા નીકળી. ત્યારે વિજય ક્ષત્રિય પણ આ વાત જાણીને કોણિક રાજાની માફક નીકળ્યો – થાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. ત્યારે તે જન્માંધ પુરુષે લોકોના અવાજો, ભીડ, વાતચીત, કોલાહલ સાંભળીને પોતાની સાથેના પુરુષને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! શું આજે મૃગાગ્રામમાં ઇન્દ્ર મહોત્સવ કે સ્કંદ મહોત્સવ છે અથવા કોઈ ઉદ્યાન–ગિરિયાત્રા છે. કે જેથી આ ઘણાં જ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy