________________
૯૮
આગમ કથાનુયોગ-૨
કોઈ વખતે વિદ્યાધરેન્દ્ર ચંદ્રવેગ એવા મારા પિતાએ કહ્યું કે, પૂર્વે મને અર્ચિમાલી મુનિએ કહેલું કે, આ બકુલમતિ વગેરે સો કન્યા ચોથા ચક્રવર્તી સનકુમારને પરણશે. તે એક મહિનામાં અહીં માનસ સરોવર આવશે અને અસિતયણનો પરાજય કરશે. તેથી હે સ્વામી ! પ્રસન્ન થાઓ અને આ સો કન્યા સાથે વિવાહ કરો. ત્યાર પછી લગ્ન કરીને વિવિધ ક્રીડા કરતા, વિદ્યાધરીઓથી પરિવરેલો અહીં તે સુખે કરીને કાળ નિર્ગમન કરી રહ્યા છે. આ પ્રમાણે બકુલમતિએ બધો વૃત્તાંત જણાવ્યો. ત્યારે સનસ્કુમાર ઘરમાંથી બહાર આવ્યા. પછી મિત્ર સાથે વૈતાઢ્યગિરિ ગયા. અવસર જોઈને મહેન્દ્રસિંહે કહ્યું કે, તમારા પિતા અશ્વસેન તમારા વિયોગથી ખૂબ જ પીડિત છે. તમારા દર્શન માટે તમારા માતા-પિતા ઝૂરી રહ્યા છે.
મહેન્દ્રસિંહના એ વચન સાંભળી તે તત્કાળ પિતા પાસે જવા માટે ઉત્કંઠિત થયા. સેના સહિત, સેંકડો વિદ્યાધરોથી પરિવરેલા, પ્રકાશમાન વિમાનો સાથે સનસ્કુમાર હસ્તિનાપુર જવા નીકળ્યા. ઘણી ઋદ્ધિ-સમૃદ્ધિ સહિત, ઉત્તમ વાદ્યોના નિર્દોષપૂર્વક તેઓ હસ્તિનાપુર પધાર્યા. સનકુમારને પરિવાર, સ્ત્રી, મિત્રાદિ ઋદ્ધિ સહિત જોઈને તેમના માતા–પિતા, નગરજનો આદિ ખૂબ જ આનંદિત થયા. મહેન્દ્રસિંહે રાજાને સનસ્કુમારનો સમગ્ર વૃત્તાંત જણાવ્યો. ત્યારે અશ્વસેન રાજાએ તેમના પુત્ર સનસ્કુમારને રાજારૂપે સ્થાપિત કર્યા. મહેન્દ્રસિંહને સેનાધિપતિ બનાવ્યા અને પોતે ભગવંત ધર્મનાથના તીર્થના કોઈ સ્થવીર પાસે દીક્ષા ગ્રહણ કરી.
રાજ્યનું પાલન કરતા સનસ્કુમારને કોઈ દિવસે ચક્ર વગેરે ચૌદ મહારત્નો પ્રાપ્ત થયા. ત્યાર પછી દશ હજાર વર્ષમાં તેણે ભરતક્ષેત્ર જીતી લીધુ. નવ નિધિરત્નો પ્રાપ્ત થયા. પછી પોતાની નગરીએ પાછા ફર્યા. (ભરતક્ષેત્રનો દિગ્વીજય – નગરપ્રવેશ આદિ ભરતચકી પ્રમાણે સમજી લેવું) જ્યારે તેઓ નગર પ્રવેશ કરતા હતા ત્યારે અવધિજ્ઞાન વડે સૌધર્મેન્દ્રએ જાણ્યું કે, પૂર્વભવે આ પણ મારા જેવા સૌધર્મેન્દ્ર હતા. તેથી તેને ઘણો જ સ્નેહ ઉત્પન્ન થયો. આ ચોથા ચક્રવર્તી તો મારા બંધુ સમાન છે. તેથી ત્યાં જઈને તેનો રાજ્યાભિષેક કરવો જોઈએ. કુબેરને ચામર, છત્ર, હાર, મુગટ, કુંડલ, સિંહાસન, પાદપીઠ, દેવદૂષ્ય અને પાદુકા લઈને સનસ્કુમારને આપવા માટે સૌધર્મેન્દ્રએ આજ્ઞા કરી. તેમજ રંભા-તિલોત્તમાં આદિ દેવીઓને પણ તેના રાજ્યાભિષેકમાં જવા માટે કહ્યું.
ત્યારે કુબેરે હસ્તિનાપુર જઈને સૌધર્મેન્દ્રએ કરેલા આદેશનું નિવેદન કર્યું. ત્યારે ચક્રવર્તીએ તેને અનુમતિ આપી. કુબેર એક યોજન લાંબી માણિજ્યપીઠ બનાવી. તેની ઉપર મણિમય મંડપની રચના કરી. તે મણિપીઠ મધ્યે સિંહાસન રચાવ્યું. કુબેરના આદેશથી દેવો હીરોદક લાવ્યા. કુબેરે વિનંતી કરી સનસ્કુમાર ચક્રીને સિંહાસન પર બેસાડીને ઇન્દ્રએ મોકલેલ ભેટો આપી. પવિત્ર જળ વડે તેનો ચક્રીપણાનો અભિષેક કર્યો. દેવોએ મંગલવાદ્યોનો નિર્દોષ કર્યો. તુંબરૂ આદિએ મંગલ ગીતગાનનો આરંભ કર્યો. રંભા, તિલોત્તમા આદિએ નૃત્યો કર્યા, ગાંધર્વોએ નાટકો ભજવ્યા. પછી વસ્ત્ર, આભુષણ, માળા, વિલેપનાદિથી તેની પૂજા કરી, ચક્રવર્તીએ ગંધહસ્તિ પર આરૂઢ થઈ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. સ્વર્ગની નગરી જેવી હસ્તિનાપુર નગરીને કરીને, રત્નાદિની વૃષ્ટિ કરીને, ચક્રવર્તીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org