________________
ચક્રવર્તી – સનત્યુમાર કથા
G
૯ ૭
તે સનકુમાર કોણ છે ? તારે તેની સાથે શો સંબંધ છે ? તેને વારંવાર સંભારતી તું કેમ રડે છે ? એ પ્રમાણે પૂછતા તેણીએ ઉત્તમ આસન આપ્યું અને હર્ષિત તથા વિસ્મિત થઈને મધુર વાણીપૂર્વક બોલી, હું સાકેતપુરના સુરાષ્ટ્ર રાજા અને ચંદ્રયશા દેવીની પુત્રી સુનંદા છું અને કુરુવંશજ અને અત્યંત સ્વરૂપવાનુ એવા સનકુમાર રાજા અશ્વસેનના પુત્ર છે. મનોરથ વડે જ તે મારા પતિ છે. મારા માતા-પિતાએ જલ મૂકીને મને તેમને જ આપી છે. મારો વિવાહ થયા પછી કોઈ વિદ્યાધર ઉપાડીને મને અહીં લાવ્યો છે અને આ પ્રાસાદ વિકુર્તી મને અહીં રાખી છે. ત્યારે આર્યપુત્રએ કહ્યું કે, તું રડીશ નહીં. જેનું તું સ્મરણ કરી રહી છે તે સનત્કુમાર હું જ છું.
આ પ્રમાણે તે બંનેનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાંજ ક્રોધથી સળગતો તે વજ્રવેગ વિદ્યાધર ત્યાં આવ્યો. તત્કાળ તે વિદ્યાધરે તમારા મિત્રને આકાશમાં ઉછાળ્યા. તે વખતે તે કન્યા રોતી--કકડતી ભૂમિ ઉપર પડી ગઈ. તે વખતે તમારા મિત્રએ એક જ મુષ્ટિના પ્રહારથી તે વિદ્યાધરને મારી નાંખ્યો. અક્ષતાંગ એવા તમારા મિત્ર તે કન્યા પાસે આવ્યા. પોતાની બધી વાત કરી. સનકુમારે ત્યાંજ તે કન્યા સાથે લગ્ન કર્યા. ત્યારે નિમિત્તકે કહ્યું કે, ભાવિ ચક્રવર્તીની આ મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન) થશે. (અહીં ઉત્તરાધ્યયન ભાવવિજયજી વૃત્તિમાં સુનંદા નામ જણાવે છે. જ્યારે સમવાવ સૂત્ર−૩૨૦માં સ્ત્રીરત્નનું નામ જયા કરેલ છે.)
તેવામાં વજ્રવેગની સહોદરા સંધ્યાવલી નામે બેન, ભાઈના વધ થયાનું જાણી ગુસ્સે થઈ ત્યાં આવી. પણ ‘જે તારા ભાઈનો વધ કરશે તે તારો પતિ થશે.'' એવું જ્ઞાનીવચન યાદ આવતા તે શાંત થઈ ગઈ. તેણે આર્યપુત્ર સાથે પરણવાની ઈચ્છા કરી. સુનંદાની સંમતિથી તેની સાથે લગ્ન કર્યા. તે વખતે કોઈ બે વિદ્યાધર ત્યાં આવ્યા. કુમારને બખ્તર અને મહા રથ આપ્યા અને જણાવ્યું કે, સ્વપુત્ર વજ્રવેગના મરણના સમાચાર જાણી તેના પિતા અનિશવેગ—વિદ્યાધર અધિપતિ પોતાના સૈન્ય સાથે લડવા આવી રહ્યા છે. તેથી અમે ચંદ્રવેગ અને ભાનુવેગ વિદ્યાધરના પુત્ર હરિશ્ચંદ્ર અને ચંદ્રવેગ તમારા પાસે આવ્યા છીએ. અમારા પિતાએ ઇન્દ્ર રથ અને કવચ મોકલ્યા છે. ચંદ્રવેગ અને ભાનુવેગ જે તમારા શ્વશૂર છે તે પણ પોતાની મોટી સેના સાથે આવી રહ્યા છે. તે સમયે સંધ્યાવલિએ પણ આર્યપુત્રને પ્રજ્ઞપ્તિકા નામે વિદ્યા આપી અને વિજયી થવા કહ્યું–
ત્યારપછી તમારા મિત્ર અને અનિશવેગ વિદ્યાધર વચ્ચે મહાયુદ્ધ થયું. બંને પક્ષના સૈન્યો યુદ્ધ કરવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ કરતા બંનેના સૈનિકો ભગ્ન થવા લાગ્યા. પછી આર્યપુત્ર અને અનિશવેગ વચ્ચે યુદ્ધ થયું. પ્રથમ બાણયુદ્ધ થયું, પછી ગદા વગેરેથી અસ્ત્રયુદ્ધ થયું. પછી સર્પ અને ગારૂડ, આગ્નેય અને વારુણ આદિ દિવ્ય અસ્ત્રો વડે યુદ્ધ થયું. પછી આર્યપુત્ર એક બાણથી તે વિદ્યાધરના ધનુષ્યની જીવાને છેદી નાખી. પછી અનિશવેગ વિદ્યાધરની એક ભૂજા આર્યપુત્રએ છેદી નાખી. છેલ્લે વિદ્યાએ આપેલા ચક્ર વડે તમારા મિત્રએ અનિશવેગના મસ્તકને છેદી નાંખ્યુ. ત્યારે અનિશવેગની સર્વ રાજ્યલક્ષ્મી મારા પતિ (સનત્કુમાર)ને પ્રાપ્ત થઈ. પછી સંધ્યાવલિ અને સુનંદા સાથે આનંદ કરતા તેમજ ચંદ્રવેગ આદિ સાથે અમે બધાં વૈતાઢ્યગિરિ પર આવ્યા. ત્યાં તમારા મિત્રનો રાજ્યાભિષેક કર્યો. પછી વૈતાઢ્યગિરિના શાશ્વત ચૈત્યમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. Jain || ૨૪૭ | ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org