________________
ચક્રવર્તી – ભરત કથા
ક્રોધથી ધમધમતા બાહુબલિ મુઠી ઉગામી ભરતનો મારવા દોડ્યા. પણ વિવેક જાગૃત થતા તે બાહુબલિ વિચારવા લાગ્યા કે, અહો ! પિતાતુલ્ય મોટા ભાઈને મારે હણવા અનુચિત છે. પણ હવે આ ઉપાડેલી મુઠી પણ કેમ નિષ્ફળ જાય ? એમ વિચારી બાહુબલિએ તે મુઠી પોતાના મસ્તક પર ચલાવી તે જ વખતે લોચ કર્યો. સર્વ સાવદ્યનો ત્યાગ કરી ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર થઈ ગયા. તે વખતે ભરત મહારાજા તેમને વંદન કરી પોતાનો અપરાધ ખમાવી સ્વસ્થાને ગયા.
( ભરત બાહુબલિ વચ્ચેની કથાનો આટલો ભાગ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચપ્પન્ન મહાપુરુષ ચરિત્ર આદિ બધાં ગ્રંથોમાં ભિન્ન ભિન્ન રીતે વર્ણવાયેલ છે. જેમાં ઉક્ત આગમિક કથા સિવાયની તેમજ અલગ વક્તવ્યતા પણ જોવા મળે છે.) ૦ ભરતરાજાએ ભગવંતને કરેલ પ્રશ્નો :
અષ્ટાપદે રચાયેલ સમવસરણમાં ભરતે ભગવંત ઋષભને કેટલાંક પ્રશ્નો પૂછેલા – જેમકે – હે ભગવંત ! આપના જેવા બીજા કેટલાં તીર્થકર ભગવંત અહીં ભરતક્ષેત્રમાં થશે? હે તાત ! આપના જેવા લોકગુરુ, કેવલી, તીર્થકર અહીં આ ભારતવર્ષમાં થશે ? જિનવરેન્દ્ર ભગવંત ઋષભે જણાવ્યું કે મારા સમાન બીજા ત્રેવીસ તીર્થકરો અહીં આ ભરતક્ષેત્રમાં થશે – અજિત, સંભવ, અભિનંદન – યાવત્ વર્તમાન.
નરવરેન્દ્ર ચક્રવર્તી ભરતે પૂછયું કે, જેવો હું રાજા (ચક્રવર્તી) છું તેવા બીજા કેટલા ચક્રવર્તી અહીં આ ભરતક્ષેત્રમાં થશે ? ત્યારે જિનવરેન્દ્ર ભગવંત ઋષભે જણાવ્યું કે, હે નરેન્દ્રશાર્દૂલ ! તારા જેવા બીજા અગિયાર ચક્રવર્તી રાજા આ ભરતક્ષેત્રમાં અહીં થશે. સગર, મધવા, સનત્કુમાર, શાંતિ, કુંથુ, અર, સુભૂમ, મહાપદ્મ, હરિષેણ, જય અને બ્રહ્મદત્ત. તદુપરાંત ત્રિપૃષ્ઠ યાવત્ કૃષ્ણ એ નવ વાસુદેવ થશે. અચલ યાવત્ રામ એ નવ બળદેવ થશે. અશ્વગ્રીવ – યાવત્ – જરાસંધ એ નવ પ્રતિવાસુદેવ થશે. ૦ મરીચીનો પ્રસંગ :
ભરતે પૂછયું કે, આ પર્ષદામાં એવો કોઈ જીવ છે કે, જે આ જ ભરતક્ષેત્રમાં તીર્થકર થનાર હોય ? ભગવંત ઋષભદેવે જણાવ્યું કે, તારો પુત્ર આ મરીચી આ જ ભરતક્ષેત્રમાં ચોવીસમાં તીર્થકર થશે. (આ કથા ભ મહાવીર કથાનકમાં – ‘આપેલ છે.)
નરવરેન્દ્ર ભરતે પૂછયું, હે તાત ! અહીં રહેલી આ પર્ષદામાં આ ભારત વર્ષમાં બીજા પણ કોઈ તીર્થકર થનાર છે ? ત્યારે ભગવંતે તેમની નિકટના ભૂભાગે રહેલ આદિપરિવ્રાજક એવા તેમના પૌત્ર અને ભારતના પુત્ર કે જે મહાત્મા એકાંતમાં સ્વાધ્યાય અને ધ્યાનમાં યુક્ત હતા. તે મરીચી તરફ અંગુલિ નિર્દેશ કરી કહ્યું કે, આ મરીચી ભાવિમાં ધર્મવર ચક્રવર્તી એવા અંતિમ તીર્થકર “વીર” (વર્ધમાન–મહાવીર) થશે.
ભગવંતના મુખેથી નીકળેલ વચન સાંભળીને ભરતરાજા રોમાંચિત થઈ ગયા. તે પિતા (ભઋષભ)ને વંદન કરી મરીચીને અભિવંદન કરવા ગયા. ભરતરાજા વિનયપૂર્વક મરીચી પાસે ગયા. તેને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું. પછી એવા પ્રકારની મધુરવાણીથી સ્તવના કરી. ખરેખર ! તમે વિશેષ લાભને પ્રાપ્ત કર્યો છે, જેથી તમે ધર્મચક્રવર્તી એવા ચોવીસમાં વીર (મહાવીર) નામના અંતિમ તીર્થંકર થવાના છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org