________________
આગમ કથાનુયોગ-૨
સમજાવ્યા કે સૌજન્યથી સુશોભિત એવા તમે બંને ભાઈઓનું યુદ્ધ ખરેખર જગા દુર્ભાગ્યથી જ ઉપસ્થિત થયું છે. માટે તે બંધ કરવું જોઈએ. પણ જો તમે એકબીજા પર વિજય મેળવ્યા વિના અટકવાના જ ન હો તો તમે બંને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધ કરો, પણ સંખ્યાબંધ પ્રાણીઓનું વિઘાતક એવું આ મધ્યમ યુદ્ધ બંધ જ કરો. આ પ્રમાણે શક્રનું વચન બંનેએ કબૂલ કર્યું. પછી શક્રએ દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી પરસ્પર બંને ભાઈઓએ લડવું એમ ઠરાવ કર્યો.
(આવશ્યક નિયુક્તિ ૩૪૮ની વૃત્તિ, આવશ્યક ભાષ્ય ૩૨, ૩૩; આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૧૦ મુજબ–) બાહુબલિએ ભરતને કહ્યું, અપરાધરહિત લોકોને મારવાથી શો લાભ છે ? હું અને તું – આપણે બે જ યુદ્ધ કરીએ. ભરતે પણ કહ્યું કે, ભલે તેમ થાઓ. તે બંને વચ્ચે પહેલા દૃષ્ટિ યુદ્ધ થયું તેમાં ભરત હારી ગયો. પછી વાગ્યુદ્ધ થયું તેમાં પણ ભરત હારી ગયો. પછી બાહુયુદ્ધ થયું તેમાં પણ ભરત હારી ગયો. પછી મુષ્ટિયુદ્ધ અને પછી દંયુદ્ધમાં પણ ભરત હારી ગયો (કલ્પસૂત્ર વૃત્તિકારના મતે ચારે યુદ્ધમાં અને આવશ્યક વૃત્તિ તથા ચૂર્ણિના મતે પાંચે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો અને ભરતની હાર થઈ)
ત્યારે ભરત વિચારવા લાગ્યો કે, શું આ જ ચક્રવર્તી છે કે પછી હું દુર્બળ છું (ત્યાર પછીની કથા ત્રણ ભિન્ન ભિન્ન રૂપે જોવા મળે છે–)
(૧. આવશ્યક નિયુક્તિ ૩૪૮ની વૃત્તિ :−) ભરતની આવી વિચારણા જોઈ દેવોએ તેને ચક્રરત્ન આયુધ લડવા માટે આપ્યું. ત્યારે તે ગ્રહણ કરીને દોડ્યો. બાહુબલિએ જોયું કે, ભરત દિવ્યચક્રરત્ન લઈને આવી રહ્યો છે. અભિમાનથી તેણે વિચાર્યું કે, હવે હું તેના જ ચક્ર વડે તેને ભાંગી નાખીશ.
છે.
(ર. આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૧૦ :-) ભરત ચક્રવર્તીની આવી વિચારણા જોઈને દેવોએ તેને દંડરત્ન આપ્યું. ત્યારે તે ઠંડરત્ન લઈને દોડ્યો. બાહુબલિએ તેને દિવ્ય દંડરત્ન લઈ આવતો જોયો. અભિમાનથી તેણે વિચાર્યું કે, હવે હું તેને તેના જ દંડરત્ન વડે ભાંગી નાખીશ.
(આવશ્યક નિર્યુક્તિ-વૃત્તિ તથા ચૂર્ણિ) પછી બાહુબલિની વિચારધારા પલટાઈ. તેને થયું કે, આ તુચ્છ કામભોગો શું કામના છે ? પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા એવા આને (ભરતને) હણવો યુક્ત નથી. મારા માટે એ યોગ્ય છે કે, હું ભાઈઓના માર્ગને જ અનુસરું. એમ વિચારીને બોલ્યો કે, આ પુરુષત્વને ધિક્કાર થાઓ. જે અધર્મયુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. આ ભોગને ધિક્કાર થાઓ. માટે આવા ભોગનું કોઈ કામ નથી. મારે કંઈ લડવું નથી. હું યુદ્ધ ન કરવા પ્રવૃત્ત થઈશ. પછી બાહુબલિએ ભરતને કહ્યું, લે આ તારું રાજ્ય. હું તો દીક્ષા ગ્રહણ કરીશ. ત્યારે ભરતે બાહુબલિના પુત્રને રાજ્ય પર સ્થાપ્યો. (કલ્પસૂત્ર-૨૧૨ની વૃત્તિ) ચારે યુદ્ધમાં હારવાથી ભરતરાજાને ઘણો ક્રોધ ચડ્યો. તેથી બાહુબલિના નાશ માટે ચક્રરત્ન છોડ્યું. પણ બાહુબલિ સમાન ગોત્રના હોવાથી તે ચક્ર પણ તેને કંઈ કરી શક્યું નહીં. ત્યારે બાહુબલિએ વિચાર્યું કે, અત્યાર સુધી ભ્રાતૃભાવથી જ મેં ભરતની ઉપેક્ષા કરી, છતાં તે દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી. માટે હવે કંઈપણ વિચાર્યા વિના એક જ મુટ્ઠી મારી તેના ચૂરેચૂરા કરી નાંખુ. એમ વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org