________________
૫૮
આગમ કથાનુયોગ-૨
જેમકે, અકાલમાં મેઘગર્જના, અકાળમાં વીજળી ચમકવી, અકાળે વૃક્ષોમાં ફૂલો આવવા. વારંવાર આકાશમાં દેવતાનો નાય થવો. ત્યારે તે આવા ચિલાત પોતાના દેશમાં સેંકડો ઉત્પાતોને પ્રાદુર્ભત થયેલા જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો ! આપણા દેશમાં સેંકડો ઉત્પાત્ ઉત્પન્ન થયા છે. જેમકે, અકાળે મેઘગર્જના, અકાળે વીજળી થવી, અકાળે વૃક્ષોનું ફળવું. વારંવાર આકાશમાં દેવતાઓનો નાચ થવો. “ન જાણે આપણા દેશમાં કેવો ઉપદ્રવ થવાનો છે ?" એવું વિચારી તેઓ મનથી ભાંગી પડ્યા, ચિંતા અને શોકસાગરમાં ડૂબી ગયા, શોકાતુર થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગયા. ભૂમિ તરફ દૃષ્ટિ કરી ચિંતામગ્ન થઈ ગયા.
તે વખતે ચક્રરત્ન દ્વારા દેખાડાતા માર્ગે તે ભરતરાજા – યાવત્ – સમુદ્રની ગર્જના સમાન વાતાવરણ સર્જતો તિમિસ્ત્ર ગુફાની ઉત્તર બાજુના દ્વારેથી મેઘવ્યાપ્ત અંધકાર સમૂહમાંથી ચંદ્રમાં નીકળે તેમ નીકળ્યો. ત્યારે તે આવડચિલાત ભરતરાજાની આગળ વધતી સેનાને જુએ છે. જોઈને ક્રોધાભિભૂત, રુષ્ટ, પ્રચંડ, કુપિત થઈને દાંત કચકચાવતા એકબીજાને બોલાવે છે. બોલાવીને પરસ્પર આ પ્રમાણે કહે છે –
હે દેવાનુપ્રિયો ! આ કોણ અનિષ્ટની પ્રાર્થના કરવાવાળા, દૂરંતપંત લક્ષણવાળા, ભાગ્યહીન, ચૌદસીયા, શ્રી શ્રી રહિત છે. જે આપણા દેશ પર આક્રમણ કરવાને માટે જલ્દીથી આવી રહ્યો છે. તો હે દેવાનુપ્રિયો ! તો આપણે તેને એવી રીતે પાછો ભગાડી દઈએ કે જેથી તે આપણા દેશ ઉપર આક્રમણ કરી આગળ ન વધે. એ પ્રમાણે વિચારી તેઓએ એકબીજાની વાત સ્વીકારી. સ્વીકારીને યુદ્ધને માટે કટિબદ્ધ થયા. શરીર પર બખ્તર–કવચ બાંધ્યા. બાણની પટ્ટિકા બાંધી. ગળાના પટ્ટા બાંધ્યા. વિમલ અને ઉત્તમ ચિહ્ન પટ્ટક પહેર્યા. આયુધો અને પ્રહારોના સાધનો લીધા. જ્યાં ભરતરાજાની સેનાનું અગ્રદલ હતું ત્યાં આવ્યા. આવીને ભરતરાજાના અગ્રસૈન્યદલ સાથે લડવા લાગ્યા. તે વખતે તે આવાચિલાત લોકો ભરતરાજાના અગ્રસૈન્ય દળને આહત મથિત કરીને, ઉત્તમવીરોને ઘાયલ કરીને, તેમના ચિન્હવાળી ધ્વજા પતાકાઓને નષ્ટ-ભ્રષ્ટ કરીને અને ગળામાં પ્રાણ અટકી ગયા હોય તેવી કરીને દિશા–વિદિશાઓમાં ભગાડવા લાગ્યા.
ત્યારે તે સૈન્યબળના નેતા – યાવત્ – ભરતરાજાના અગ્ર સૈન્યદળને આવા ચિલાતો દ્વારા આહત–મથિત અને વીર યોદ્ધાઓને ઘાયલ કરવા – યાવત્ – દિશાવિદિશાઓમાં ભાગતા જુએ છે. જોઈને ક્રોધાભિભૂત –પ્રચંડ અને કુપિત થઈને દાંતોને કચકચાવતા કાળ જેવા થઈને કમલામેલ નામના અશ્વરત્ન પર સવાર થયો.
તે અશ્વરત્ન એંસી અંગુલ ઊંચો હતો, નવાણું અંગુલ પ્રમાણ વિસ્તાર હતો. ૧૦૮ અંગુલ પ્રમાણ લાંબો હતો. મસ્તક બત્રીશ અંગુલ ઊંયુ હતું. તેના કાન ચાર અંગુલ પ્રમાણ હતા. (મસ્તકથી નીચે અને ઘુંટણોથી ઉપરનો ભાગ) બાહાક વીસ અંગુલ હતો. ઘૂંટણ ચાર અંગુલ હતા. જંઘા સોળ અંગુલ હતી. ખરી ચાર અંગુલ હતી. તેના પેટની નીચે અને ઉપરનો ભાગ સાંકડો, મધ્યભાગ અને વચમાં થોડો પહોળો અને વળવાના સ્વભાવની કોઠી જેવો હતો. પલાણ રાખવાનો ભાગ કંઈક અંગુલ નમેલો હતો. જે બેસનાર માટે સુખકર હતો. તેની પીઠ સંનત, સુજાત, પ્રશસ્ત અને વિશિષ્ટ હતી. પીઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org