________________
આગમ કથાનુયોગ-૨
બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્ય હસ્તિત્વને સજાવો. હાથી, ઘોડા, રથ, પ્રવર યોદ્ધાઓની ચતુરંગિણી સેનાને સજાવો ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ – અંજનગિરિફૂટ સંદેશ શ્રેષ્ઠ હાથી પર તે નરપતિ આરૂઢ થયો.
તત્પશ્ચાત્ ભરતરાજા મણિરત્નને હાથમાં લે છે. તે મણિરત્ન અંકુશ સમાન છે. ચાર અંગુલ લાંબુ અને અનર્ધ–અમૂલ્ય છે. તિર્જી છ ખૂણાવાળું છે. જેની દ્યુતિ અનુપમ છે. દિવ્ય મણિરત્ન સમાન છે. વૈડૂર્યમણિ વત્ આભાવાળું છે. સર્વ પ્રાણીઓને પ્રિય છે. મસ્તક પર તેને ધારણ કરવાથી કોઈ પ્રકારના દુઃખની સંભાવના રહેતી નથી – યાવત – સર્વકાળ આરોગ્ય રહે છે. મા મણિરત્નને ધારણ કરનારને તિર્યંચ, દેવ કે મનુષ્યકૃત્ ઉપસર્ગ કિંચિંતુ માત્ર પણ દુઃખદાયી થતા નથી. સંગ્રામમાં પણ આ મણિરત્ન ધારણ કરનારનો કોઈ શસ્ત્રથી વધ થઈ શકતો નથી. તે સદા યુવાન રહે છે. તેના નખ કે વાળ વધતા નથી અને તે સમસ્ત ભયોથી મુક્ત રહે છે. એવા મણિરત્નને લઈને તે નરપતિ હસ્તિરત્નના કુંભ સ્થળના દક્ષિણી ભાગમાં રાખે છે.
ત્યારપછી તે ભરતાધિપતિ નરેન્દ્ર, જેનું વક્ષસ્થળ રતિ ઉત્પન્ન કરનારા હારથી શોભિત હતું -- યાવત્ – ઇન્દ્ર સમાન ઋદ્ધિ દ્વારા જેની કીર્તિ ફેલાયેલી છે, તે જે માર્ગમાં મણિરત્ન દ્વારા પ્રકાશ કરાઈ રહ્યો હતો અને ચક્રરત્ન દ્વારા જેને માર્ગ બતાવાઈ રહ્યો હતો, જેની પાછળ અનેક હજારો રાજા અનુગમન કરી રહ્યા હતા. (તેવા ભરતરાજા) મહાનું ઉત્કૃષ્ટ સિંહનાદો અને કલકલ ધ્વનિ દ્વારા ગગનમંડલને સમુદ્રધ્વનિ સમાન કરતો,
જ્યાં તિમિસ્ત્ર ગુફાના દક્ષિણી ભાગના દ્વાર હતા ત્યાં આવે છે. આવીને મેઘસમૂહથી અંધકારમય બનેલા આકાશમાં જે રીતે ચંદ્ર પ્રવેશ કરે છે. તે જ રીતે તિમિત્ર ગુફાના દ્વારેથી તે રાજા પ્રવેશ કરે છે.
ત્યારપછી તે ભરતરાજા છ તલ, બાર ખૂણા, આઠ કર્ણિકા, અધિકરણ સંસ્થાના અને આઠ સુવર્ણપ્રમાણવાળા કાકણીરત્નને હાથમાં લે છે ત્યારે તે ચતુર અંગુલ પ્રમાણ માત્ર અને આઠ સુવર્ણ પ્રમાણ ભારવાળું, વિષનું હરણ કરનાર, અતુલ – બીજા રત્ન જેની તુલના ન કરી શકે તેવું સમચતુરઢ આકારવાળું, સમતલ, માનોનાનપોત કે જેનાથી સર્વજન વ્યવહાર કરે છે, જાણે તે ચંદ્ર ન હોય, સૂર્ય ન હોય, અગ્રિ ન હોય તે રીતે આ મણિ અંધકારનો નાશ કરી દે છે. આ કાકણીરત્ન દિવ્ય ભાવયુક્ત હોવાથી તેની શ્યાપ્રભા બાર યોજન સુધી વ્યાપ્ત થાય છે, ઘન અંધકારને દૂર કરે છે. રાત્રિમાં સમસ્ત અંધાવારને આલોકમય કરી દિવસરૂપ કરી દે છે. જેના પ્રભાવથી–પ્રકાશથી બીજા અર્ધભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કરવા પોતાની સેના સાથે તિમિસ્ત્ર ગુફામાં પ્રવેશ કરે છે.
| (ત્યારપછી) તે ઉત્તમ રાજા કાકણીરત્નને લઈને તિમિસ્ત્ર ગુફાના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં આવેલા કટકોમાં એક-એક યોજનના અંતરે પાંચસો ધનુષુ પહોળા અને એક યોજન સુધી પ્રકાશ ફેલાવનારા, ચક્રની નેમિના આકારના તથા ચંદ્રમંડલ જેવો પ્રકાશ ફેલાવનારા ઓગણપચાશ માંડલાઓનું આલેખન કરતા પ્રવેશ કરે છે. ત્યાર પછી ભરતરાજા દ્વારા એક–એક યોજનાના અંતરથી પ્રકાશની વ્યવસ્થા કરવાને માટે ઓગણપચાસ માંડલાઓનું આલેખન કર્યા પછી તે તિમિસ્ત્ર ગુફા શીધ્રતયા ખૂબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org