________________
ચક્રવર્તી – ભરત કથા
૫૫
સેનાપતિની પાછળ-પાછળ જવા લાગ્યા. ત્યાર પછી તે સુષેણ સેનાપતિ ઘણી કુન્જા, ચિલાતી આદિ દાસીઓ – યાવત્ – ઇંગિત, ચિંતિત, ઇચ્છિત વાતોને સમજવામાં નિપુણ, કુશળ, વિનીત કેટલીક હાથમાં કળશ લઈને – યાવત્ – પાછળ—પાછળ ચાલે છે. પછી સમસ્ત હિં, ઘુતિ – યાવત્ – વાદ્યોના નિર્દોષ નાદ સહિત તે સુષેણ સેનાપતિ જ્યાં તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગનું દ્વાર છે ત્યાં આવે છે. આવીને કમાડોને જોતાં જ પ્રણામ કરે છે. કરીને લોમહસ્તક વડે કમાડોનું પ્રમાર્જન કરે છે. પ્રમાર્જીને દિવ્ય જલધારા વડે તેનો અભિષેક કરે છે. અભિષેક કરીને સરસ ગોશીષ ચંદનના પાંચ આંગળીઓ સહિત થાપા લગાડે છે. લગાડીને ઉત્તમ શ્રેષ્ઠ ગંધ અને માલા દ્વારા અર્ચન કરે છે. પુષ્પ ચઢાવે છે – વાવ – વસ્ત્રો ચઢાવે છે.
– વસ્ત્ર આદિ અર્પણ કરીને આસિંચન, ઉત્સિંચન, વિપુલપટ્ટ – યાવતું -- કરે છે. એમ કરીને સ્વચ્છ, સ્નિગ્ધ, રજતસદશ, સ્વચ્છ ચોખા વડે તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના હારના કમાડો સામે આઠ-આઠ મંગલોનું આલેખન કરે છે. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવત્સ – યાવત્ – હાથમાં ગ્રહણ કરેલ કરતલ પ્રભૃષ્ટ ચંદ્ર જેવી પ્રભાવવાળો તથા વજ અને વૈદુર્યમણિના બનેલ હાથાવાળા ધૂપદાન લઈને – યાવત્ – ધૂપ ઉખેવે છે. ઉખેવીને ડાબો ઘૂંટણ ઊંચો કરી, જમણો ઘૂંટણ નીચો કરી, બંને હાથ જોડી – યાવત્ – મસ્તકે અંજલિ કરી કમાડોને પ્રણામ કરે છે. કરીને દંડરત્નને હાથમાં લઈ ફેરવે છે.
– ત્યારપછી પાંચ લતાવાળા, વજના સારભાગમાંથી બનેલ હોવાના લીધે વિશેષ મજબૂત, સમસ્ત શત્રુસેનાનું વિનાશક, રાજા માટે સ્કંધાવાર કરવો હોય ત્યારે ત્યાં જમીન પરના ખાડા, ગુફા, વિષમભૂમિ, મોટા પર્વત હોય તો તે બધાંને દૂર કરીને સમતલ મેદાન બનાવનાર, શાંતિકર, શુભકર, હિતકર, રાજાનું હિતૈષી, ઇચ્છિત મનોરથને પૂર્ણ કરનાર, દિવ્ય અને અપ્રતિહત એવા તે દંડવત્નને હાથમાં લઈને સાત-આઠ ડગલા પાછળ ખસે છે. ખસીને તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારના કમાડોને તે દંડરત્ન દ્વારા ઘણાં મોટેથી અવાજ કરીને ત્રણ વખત તાડિત કરે છે. ત્યારે સુષેણ સેનાપતિએ આ રીતે દંડરત્નથી મોટા અવાજ સાથે તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારના કમાડ પર ત્રણ વખત તાડન કરતા તે કમાડ ક્રૌંચ પક્ષી જેવો અવાજ કરતા ખૂબ જ મોટા અવાજ સાથે પોતપોતાના સ્થાનેથી સરકી ગયા.
ત્યારપછી સુષેણ સેનાપતિ તિમિસ્ત્ર ગુફાના દક્ષિણી ભાગના દ્વારના કમાડોને ઉઘાડી દે છે. ઉઘાડીને જ્યાં ભરતરાજા હતા, ત્યાં આવે છે. આવીને – યાવતું – બંને હાથ જોડી જય-વિજય શબ્દોથી ભરતરાજાને વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! તિમિસ્ત્ર ગુફાના દક્ષિણી ભાગના દ્વારના કમાડો ઉઘાડી દીધા છે. આ સમાચાર આપને પ્રિય છે, તેથી નિવેદન કરું છું. આ સમાચાર આપને પ્રિય થાઓ. ૦ રાજા ભરતનું તિમિસ્ત્ર ગુફા પ્રતિ પ્રયાણ અને ગુફા પ્રવેશ :–
ત્યાર પછી સુષેણ સેનાપતિએ આપેલ સમાચાર સાંભળી અને સમજીને ભરતરાજા હર્ષિત, સંતુષ્ટ અને પ્રસન્નચિત્ત થયા – યાવત્ – હર્ષિત હૃદયવાળા થઈને સુષેણ સેનાપતિનો સત્કાર સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org