________________
ચક્રવર્તી – ભરત કથા
૪૭
દેવાનુપ્રિયના પૂર્વ દિવર્તી ક્ષેત્રનો અંતપાલ છું. આપ મારા તરફથી આ પ્રીતિદાનનો
સ્વીકાર કરો. એમ કહીને હાર, મુગટ, કુંડલ, કટક આદિ – યાવત્ – માગવતીર્થજળનું ભટણું ધરે છે.
ત્યારે તે રાજા ભરત માગધતીર્થ (દેવ)કુમાર દ્વારા અપાતા તે પ્રીતિદાનનો સ્વીકાર કરે છે. સ્વીકારીને માગધતીર્થાધિપતિ દેવકુમારનો સત્કાર કરે છે, સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને વિદાય કરે છે. ૦ અઠમ તપનું પારણું અને અષ્ટાલિકા મહોત્સવ :
ત્યાર પછી તે ભરત રાજા રથને પાછો ફેરવે છે. ફેરવીને માગધતીર્થ થઈ લવણસમુદ્રથી પાછો ભરતક્ષેત્રમાં ઉતરે છે. ઉતરીને જ્યાં વિજય રૂંધાવાર–પડાવ હતો,
જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે આવીને ઘોડાઓને રોકે છે. રોકીને રથ ઊભો રાખે છે. પછી રથમાંથી ઉતરે છે. ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે. આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે. કરીને – યાવત્ – ચંદ્ર સમાન પ્રિયદર્શનવાળો તે નરપતિ ભરત રાજા માનગૃહથી બહાર નીકળે છે. નીકળીને ભોજનમંડપ પાસે આવે છે. ભોજન મંડપમાં આવીને શ્રેષ્ઠ સુખાસન પર બેસીને અઠમ તપનું પારણું કરે છે. પારણું કરીને ભોજન મંડપની બહાર નીકળે છે. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને સુખપૂર્વક બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીઓને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી નગરને શુલ્ક અને કર રહિત આદિ કરીને – યાવતું - માગધતીર્થકુમાર દેવના ઉપલક્ષમાં આઠ દિવસીય મહોત્સવ કરો. આ પ્રમાણે કરીને મારી આજ્ઞાપાલન થયાની મને સૂચના આપો. ત્યારે તે અઢાર શ્રેણિ–પ્રશ્રેણિજનો ભરત રાજાનો આ આદેશ સાંભળી હર્ષિત થયા – યાવત્ – મહામહોત્સવ કરે છે. કરીને મહામહોત્સવ સંપન્ન થયાની રાજાને સૂચના આપે છે. ૦ વરદામ તીર્થે પ્રયાણ :–
ત્યાર પછી તે દિવ્યચક્રરત્ન, જેનું નિવેશસ્થાન વજમય છે. જેના આરા લોહિતાક્ષ નામક લાલ રત્નોના બનેલા છે. જેની નેમિ–ધરી જાંબુનદ સુવર્ણની બનેલી છે. અનેક મણિઓથી નિર્મિત અન્તઃ પરિધિરૂપ સ્થળથી યુક્ત છે. મણિમુક્તાઓના જાળથી વિભૂષિત તથા જે નંદિઘોષ સહિત છે. ઘુંઘરૂંઓથી શોભિત, દિવ્ય, મધ્યાહ્નના સૂર્ય સમાન તેજસ્વી, અનેક પ્રકારના મણિરત્નોની ઘંટડીના સમૂહથી ચારે તરફથી વ્યાસ, સર્વઋતુના સુગંધિત પુષ્પોની બનેલ માળાઓથી આકર્ષિત અને આકાશમાં અધર રહેલું છે. હજારો યક્ષો વડે પરિવૃત્ત, પોતાના દિવ્ય વાદ્યોની ધ્વનિથી આકાશમંડલને ગુંજાયમાન અને જેનું નામ સુદર્શન છે (તે ચક્રરત્ન) માગધતીર્થકુમાર દેવના ઉપલક્ષમાં કરાયેલ આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થયા બાદ નરપતિ ભરતની આયુધશાળામાંથી નીકળે છે. નીકળીને નૈઋત્ય દિશામાં સ્થિત વરદામતીર્થ તરફ પ્રયાણ કરવા લાગ્યું.
ત્યારે તે ભરતરાજા તે દિવ્ય-ચક્રરત્નને નૈઋત્ય દિશાવર્તી વરદામતીર્થ તરફ પ્રયાણ કરતું જુએ છે. જોઈને હર્ષિત–સંતુષ્ટ થઈને – યાવત્ – કૌટુંબિક પુરુષોને બોલાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org