________________
૪૪
આગમ કથાનુયોગ-૨
ત્યારપછી તે ભરત રાજા જ્યાં સ્નાનઘર હતું ત્યાં આવ્યા. સ્નાનઘરમાં પ્રવેશ કર્યો, કરીને મોતીઓ વડે મંડિત ગવાક્ષવાળા અભિરામ આદિ પૂર્વ વર્ણિત રીતે સ્નાન કરીને – યાવત્ – શરદઋતુના ધવલ મહામેઘમાંથી નીકળેલા ચંદ્રમાની માફક – યાવત્ – ચંદ્રમાં સદશ પ્રિયદર્શનવાળો તે નરપતિ ખાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને હાથી, ઘોડા, રથ, શ્રેષ્ઠ વાહન, ભટ–સુભટ આદિના સમૂહથી સુસજ્જિત સેના દ્વારા ફેલાઈ રહેલી કીર્તિવાળો એવો ભરત રાજા જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, તેમાં જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતો ત્યાં આવ્યો. આવીને અંજનગિરિના સમૂહ જેવા અત્યંત શ્યામ હસ્તિરત્ન પર આરૂઢ થયો.
– ત્યારે તે ભરતાધિપતિ નરેન્દ્રનું વક્ષસ્થળ શ્રેષ્ઠ રીતે સુઘડ સુવર્ણકારો દ્વારા બનાવાયેલ હારોથી આચ્છાદિત હતું. કુંડલોના તેજથી મુખ દેદીપ્યમાન લાગતું હતું. મુગટ વડે મસ્તક શોભતું હતું. તે નરસિંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરતરાજાઓમાં વૃષભ સમાન શ્રેષ્ઠ હતો. અવ્યવહિત રાજતેજની લક્ષ્મીથી ઉજ્વલિત હતો. પ્રશસ્ત મંગલ વચનોથી સ્તુતિ કરાતો હતો. લોકો દ્વારા જય-જય શબ્દનો ઘોષ થતો હતો. આવો રાજા હાથીની પીઠ પર બેઠો.
– તે સમયે કોરંટ પુષ્પની માળાઓથી શોભિત છત્ર તેના પર ધારણ કરાયું. ઉત્તમ શ્રેષ્ઠ ચામરો વિંઝાવા લાગ્યા. હજાર યક્ષ વડે પરિવરેલો તે રાજા ધનપતિ કુબેર જેવો લાગતો હતો. ઇન્દ્રની સમાન ઋદ્ધિ વડે તેની કીર્તિ ફેલાઈ રહી હતી. એવો તે ભરતરાજા ગંગા મહાનદીના દક્ષિણ દિગુવર્તી કિનારા પર રહેલા હજારો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંવાહ આદિથી મંડિત એવી સ્થિર વસુંધરા અને પ્રજાજનોથી યુક્ત પૃથ્વીને જીતતો જીતતો, ભેટના રૂપો ઉત્કૃષ્ટ રત્નોનો સ્વીકાર કરતો તે દિવ્ય ચક્રરત્નનું અનુગમન કરતો, એક–એક યોજન વસતિએ રહેતો-રહેતો જ્યાં માગધતીર્થ હતું, ત્યાં આવ્યો. આવીને માગધતીર્થથી બહુ નજીક નહીં, બહુ દૂર નહીં એવા
સ્થળે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી, ઉત્તમ નગરી સમાન વિજયરૂંધાવાર (પડાવ)ની સ્થાપના કરી. કરીને વર્ધકીરત્નને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! જલ્દીથી તું મારા માટે એક આવાસ સ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કર. કરીને મારી આ આજ્ઞાના પાલન થયાની મને સૂચના આપ. ત્યારે તે વર્ધકીરત્ન, ભરત રાજાની આ વાત સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદિત અને પ્રીતિયુક્ત મનવાળો થઈ – યાવત્ – અંજલિ જોડી બોલ્યો, “જેવી આપની આજ્ઞા”. એ પ્રમાણે વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારીને ભરત રાજાને માટે આવાસ અને પૌષધશાળા બનાવી શીવ્રતયા આજ્ઞાપાલન થયાનું રાજાને જણાવ્યું.
ત્યાર પછી તે ભરતરાજા આભિષેક યોગ્ય હસ્તિરત્નથી ઉતર્યો. જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. આવીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પછી દર્ભનું આસન બિછાવ્યું, બિછાવીને દર્ભાસન પર બેઠો. બેસીને માગધતીર્થકમાર દેવની સાધનાને માટે અઠ્ઠમ તપ કર્યો. પ્રત્યાખ્યાન કરીને પૌષધશાળામાં પૌષધવતી માફક બ્રહ્મચારી રહ્યો. મણિ, સુવર્ણ, માળા, શૃંગાર, વિલેપનનો ત્યાગ કર્યો. મૂસલ અને અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org