________________
૪૨
આગમ કથાનુયોગ-૨
થાવત્ – કેટલાંક શત સહસ્ત્ર પાંખડીવાળા પુષ્પને લઈને રાજા ભરતની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તેની પાછળ અનેક દાસીઓ પણ નીકળી. જે આ પ્રમાણે – કુન્જા, ચિલાતી, વામન, બર્બરી, બાશિકા, યોનિકી, પલ્હવદેશવાસિની, ઇસિનિક દેશવાસી, થારકિનિક દેશવાસી, લાકુશી, લકુશી, તામિલી, સિંહલી, આરબી, પુલિંદી, પક્કણી, બહલિ દેશવાસી, મુરુડી, શબરી અને પારસી દેશવાસિની હતી.
– આ દાસીઓમાંથી કેટલીક દાસીઓના હાથમાં મંગલઘડા હતા. કેટલીકના હાથમાં ભંગાર હતા. કેટલીક દર્પણ, થાળી, ચંગેરી, સુપ્રતિષ્ઠ, વાતકરણ, રત્નકરંડક, પુષ્પ ચંગેરિકા, માળા, વર્ણ, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર આભરણ, લોમહસ્ત ચંગેરી, પુષ્પપટલ હાથમાં લઈને નીકળી હતી. કેટલીક મયૂરપિચ્છ લઈને, કેટલીકના હાથમાં સિંહાસન, કેટલીકના હાથમાં છત્ર, ચામર અને કેટલીકના હાથમાં તેલસમુદ્ગક લીધેલ હતું. તે ઉપરાંત કેટલીક-કેટલીક દાસીઓ તેલસમુદ્ગક, કોઠસમુગક, પત્રસમુદ્ગક, ચોયસમુદ્ગક, તગરસમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોકસમુદ્ગક, અલોશિલસમુદ્ગક, સર્ષપસમુદ્ગક લઈને ચાલતી હતી. કેટલીકના હાથમાં પંખા, કેટલીકના હાથમાં ધૂપદાન લીધેલા હતા. એ રીતે તે ભરત રાજાની પાછળ-પાછળ જઈ રહી હતી.
તે વખતે તે ભરત રાજા પોતાની સમસ્ત ઋદ્ધિ, ધૃતિ, સેના, સમુદાય, આદર, શૃંગાર, વૈભવ સહિત, સમસ્ત વસ્ત્ર, પુષ્પ, ગંધ, માલ્ય, અલંકાર, વિભૂષા સહિત, સર્વ પ્રકારના વાદ્યોના શબ્દ, નિનાદ સહ, મહાનું ઋદ્ધિ, સમૃદ્ધિ – યાવત્ – એક સાથે ઘણાં જોરથી વગાડાતા શ્રેષ્ઠ શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખ, મુરજ, મૃદંગ, દુંદુભિ આદિના ધ્વનિ સહ ચાલતાચાલતા જ્યાં આયુધશાળા હતી. ત્યાં આવ્યો, આવીને ચક્રરત્નને જોતાની સાથે પ્રણામ કર્યા. પ્રણામ કરીને જ્યાં ચક્રરત્ન હતું ત્યાં આવ્યો. આવીને મયૂરપિચ્છ હાથમાં લીધું. મયુરપિચ્છ લઈને ચક્રરત્નની પ્રમાર્જના કરી. પછી દિવ્ય જળધારા વડે તેનું સિંચન કર્યું. શ્રેષ્ઠ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. શ્રેષ્ઠ નૂતન ગંધમાળા વડે તેની પૂજા કરી, પુષ્પ ચડાવ્યા. માળા, ગંધ, વર્ણ, ચૂર્ણ, વસ્ત્રો અને આભરણો ચડાવ્યા.
– પછી તે ચક્રરત્ન સન્મુખ સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત, રત્નમય અસત–ચોખા વડે અષ્ટ મંગલદ્રવ્યોનું આલેખન કર્યું. તે અષ્ટમંગલ આ પ્રમાણે :- ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નંદાવર્ત, ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન, ૬, મત્સ્ય, ૭. કળશ અને ૮. દર્પણ. અષ્ટમંગલ દ્રવ્યોનું આલેખન કરીને યોગ્ય કૃત્યપૂર્વક ઉપચાર કર્યો તે આ પ્રમાણે –
- ગુલાબ, માલતી, ચંપક, અશોક, પુન્નાગ, આશ્રમંજરી, નવલિકા, બકુલ, તિલક, કણેર, મોગરો, કુબ્બક, ટોરંટ, મરવો, દમનક તે બધાનાં શ્રેષ્ઠ–સુગંધી એવા પંચરંગી પુષ્પોને હાથમાં ગ્રહણ કરી એટલા બધાં પુષ્પો ચડાવ્યા કે જાણે ચક્રરત્ન સમક્ષ આશ્ચર્યકારી પુષ્પોનો જાનુપ્રમાણ ઢેર થઈ ગયો. ત્યાર પછી નિર્મલ ચંદ્રકાંત, વજ-વૈડુર્ય મણિઓથી નિર્મિત દંડવાળા અને જેમાં સુવર્ણ મણિરત્નો દ્વારા અનેક પ્રકારના ચિત્ર બનાવ્યા હોય તેમજ જે શ્રેષ્ઠ કાલાગુરુ, સુંદરુષ્ક, તુરષ્કની બનેલી ગંધથી વ્યાપ્ત હોય તથા જે ધૂપની સુગંધલહેર સર્વત્ર ફેલાઈ રહી હોય એવા વૈડૂર્યમણિના બનેલા ધૂપદાનને હાથમાં લઈને આદરપૂર્વક ધૂપને પ્રગટાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org