________________
૪૦.
આગમ કથાનુયોગ-૨
થવાની છે. પરમાત્માની પૂજા પરલોકનું – મોક્ષનું સુખ આપનાર છે. માટે ચક્રરત્નની પૂજા ભલે બાકી રહે, પહેલા પિતાજી (ભઋષભીની પૂજા કરવી એ જ યોગ્ય છે. એવો નિર્ણય કરી પ્રભુને વંદન કરવાની તૈયારી કરી. ૦ ભગવંત વંદન અને મરૂદેવા માતાને કેવળજ્ઞાન :
સર્વદ્ધિ વડે રાજા ભરત, ભગવંત ઋષભના વંદનાર્થે જવાની તૈયારી કરતા હતા. હવે જ્યારે ભગવંતે દીક્ષા લીધી, ત્યારે મરૂદેવી માતા ભારતની રાજ્યલક્ષ્મી જોઈને કહેતા – વિલાપ કરતા હતા કે મારા પુત્ર ઋષભને આવી રાજ્યલક્ષ્મી નથી, તે અત્યારે ભૂખતરસથી પિડાતો અને વસ્ત્રરહિત ફરી રહ્યો છે. ભરત રાજા તે વખતે તીર્થકરના વૈભવનું વર્ણન કરતા હતા, તો પણ મરૂદેવા માતાને તેની પ્રતીતિ થતી ન હતી. પુત્ર વિરહને લીધે તે હંમેશાં રૂદન કર્યા કરતા અને અવિશ્રાંત અશ્રુજળથી તેમના નેત્રોમાં પડલ બાઝી ગયા હતા. ભરત રાજાએ જઈને તેમને વિનંતી કરી. હે માતા ! ચાલો હું તમને ભગવંત (તમારા પુત્ર)ના વૈભવનું દર્શન કરાવું.
ત્યારે ભારત હાથી ઉપર આરૂઢ થઈ, મરૂદેવા માતાને સાથે બેસાડી વિનીતા નગરીથી નીકળ્યો. સમવસરણ પ્રદેશે આકાશમાં વિમાનોમાં આરૂઢ થઈને આવતા દેવ-દેવી ગણને જોયો. વિરાટ ધ્વજપટ્ટ ફરકતો હતો. કિમંડલ દેવદુંદુભીના નાદથી વ્યાપ્ત હતું. આ બધું જોઈને ભરત રાજાએ મરૂદેવા માતાને કહ્યું, “જુઓ આ તમારા પુત્રની ઋદ્ધિ” મારી ઋદ્ધિ તો તેના કરોડમાં ભાગે પણ નથી. તે વખતે છત્રાતિછત્ર આદિ અતિશયધારી એવા ભગવંતની ઋદ્ધિ જોઈને – કોઈ કહે છે કે ધર્મદેશના સાંભળતા – મરૂદેવા માતાને કેવળજ્ઞાન થયું. તત્કાળ આયુ પણ પૂર્ણ થતાં મોક્ષે પધાર્યા.
તે વખતે પ્રથમ સમવસરણમાં ભરતના ઋષભસેન વગેરે ૫૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોએ દીક્ષા લીધી. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. સુંદરીને દીક્ષા લેવાની ઘણી ઈચ્છા હતી, પણ તેણી અત્યંત સ્વરૂપવતી હતી. તેથી રાજા ભરત તેને સ્ત્રીરત્ન બનાવવા ઈચ્છતો હતો, તેથી તેણીને દીક્ષા લેવા આજ્ઞા ન આપતા તે શ્રાવિકા થઈ. મરીચિ કે જે રાજા ભારતની વસ્મારાણીનો પુત્ર હતો તેણે પણ ઘણા કુમારો સહિત દીક્ષા લીધી. ભરત રાજા ભગવંતના નાણકલ્યાણકનો આઠ દિવસનો મહોત્સવ કરી વિનીતાનગરી પાછો ફર્યો. ૦ ચક્રરત્નનો આઠ દિવસીય મહોત્સવ :
ચક્રરત્નની પૂજા કરવાની કામનાવાળા રાજા ભરત – યાવતુ – ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠા પછી તે રાજા ભરતે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આદેશ આપ્યો કે, હે દેવાનુપ્રિયો ! તમે લોકો શીઘ વિનીતાનગરીને અંદર અને બહારથી સાફ-સ્વચ્છ કરો. સુગંધિત જળ વડે તેનું સિંચન કરો. કૂડો-કચરો કાઢી સફાઈ કરો. નગરીના રાજમાર્ગ અને ગલીઓને સાફ કરી, તેની બંને બાજુએ મંચ ઉપર મંચ બનાવી તેને સુશોભિત કરો. વિવિધ પ્રકારના રંગબેરંગી વસ્ત્રોની બનેલી અને જેમાં વૃષભ, સિંહ, મત્સ્યયુગલ આદિના માંગલિક ચિન્હો બનાવેલા હોય તેવી પતાકા–ધ્વજા અને નાની દવજાથી મંડિત કરો. યથાયોગ્ય સ્થાને ચંદરવા બાંધીને તેને દર્શનીય બનાવો. સમસ્તનગરમાં ગોશીર્ષ ચંદન અને રક્તચંદનથી અંકિત કળશોને સ્થાપિત કરીને નગરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org