SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – ભરત કથા કરીને તેને દંડ આપવો તે. ૦ ચક્રરત્નની ઉત્પત્તિ : રાજ્ય કરતી વખતે તે ભરત રાજાની આયુધશાળામાં કોઈ એક દિવસે દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. ત્યારે ભરત રાજાની આયુધશાળાના રક્ષકે સમુત્પન્ન ચક્રરત્નને જોયું, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત અને નંદિત થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો. તેના ચિત્તમાં પ્રસન્નતા થઈ. હર્ષને લીધે તેના રોમ—રોમ વિકસિત થઈ ગયા, હૃદય હર્ષથી વ્યાપ્ત થઈ ગયું. જ્યાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યો. આવીને ચક્રરત્નને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને, હાથ જોડી ચક્રરત્નને પ્રણામ કર્યા. પ્રણામ કરીને આયુધશાળાની બહાર આવ્યો. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ભરત રાજા બેઠા હતા, ત્યાં તેની પાસે આવી હાથ જોડી – યાવત્ -- જય-વિજય ઘોષપૂર્વક વધામણી આપી અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આપની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયેલું છે. આ વાત આપ દેવાનુપ્રિયને પ્રીતિદાયક બને, તે માટે હું આ પ્રિય વાતનું આપને નિવેદન કરું છું. ત્યારે રાજા ભરત આયુધશાળા રક્ષક પાસેથી આ વાત સાંભળી હર્ષિત થયો યાવત હર્ષાતિરેકથી તેનું હૃદય પ્રફૂલ્લિત થયું. તેના શ્રેષ્ઠ કમળ જેવા નેત્ર અને મુખ વિકસિત થયા. હાથોમાં પહેરેલા ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર, મસ્તકનો મુગટ, કાનોના કુંડલ ચંચળ થયા, કંપી ઉઠ્યા. હર્ષના અતિરેકથી કંપતા એવા હાર વડે તેનું વક્ષસ્થળ અત્યંત શોભવા લાગ્યું. તેના ગળામાં લટકતી લાંબી પુષ્પમાળાઓ ચંચળ બની ગઈ. -- ઉત્કંઠિત થતો એવો તે રાજા શીઘ્રતાથી સિંહાસનેથી ઉઠ્યો, ઉઠીને નીચે ઉતર્યો. પાદુકા ઉતારી, એક વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. હાથોની અંજલિ જોડી ચક્રરત્ન સન્મુખ સાત-આઠ ડગલા ચાલ્યો. ડાબા ઘૂંટણને ઊંચો કર્યો. જમણા ઘૂંટણને જમીન પર મુક્યો. હાથ જોડીને તેણે મસ્તકની ચારે તરફ ઘુમાવી અંજલિબદ્ધ થઈ ચક્રરત્નને પ્રણામ કર્યા. આયુધ શાળાના રક્ષકને પોતાના મુગટ સિવાયના બધાં આભુષણ દાન આપી દીધા. તેને જીવનનિર્વાહ ઉપયોગી વિપુલ પ્રીતિદાન કર્યું, સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી પૂર્વાભિમુખ થઈ સિંહાસન પર બેઠા. ૦ ભઋષભના કેવળજ્ઞાનના સમાચાર : વિનીતાનગરીના પરિમતાલ ઉદ્યાનમાં ભગવંત ઋષભને પણ એ જ દિવસે કેવળજ્ઞાન થયું. ભગવંતના વૃત્તાંત માટે નિયુક્ત પુરુષે આવીને તે સમાચાર પણ આપ્યા. જે દિવસે ભગવંતને કેવળજ્ઞાન થયું એ જ દિવસે ચક્રરત્નની પણ ઉત્પત્તિ થઈ. ભરત રાજાને તે બંને સમાચાર, જ્ઞાનરત્ન ઉત્પત્તિ અને ચક્રરત્ન ઉત્પત્તિ તે–તે નિયુક્ત પુરુષો દ્વારા એક સાથે જ મળ્યા. ત્યારે ભરત રાજાને વિચાર આવ્યો કે, બંને રત્નોની પૂજા કરવી ઉચિત છે. તો પહેલા કોની પૂજા કરવી ? ચક્રરત્નની કે પિતાજીની (ભઋષભની)? ત્રિલોકના નાથ એવા ભગવંતની પૂજા કરવાથી ચક્રરત્નની પૂજા તો થઈ જ જવાની છે. વળી દેવેન્દ્રો પણ જેની પૂજા કરે છે તે ભગવંત જ પ્રથમ પૂજાને યોગ્ય છે. તેમજ ચક્રરત્નની પૂજા આ લોકના સુખને માટે થવાની છે – સાંસારિક સુખને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy