________________
પ્રત્યેકબુદ્ધ – ઇન્દ્રનાગ કથા
૩૪૩
૦ પ્રત્યેકબુદ્ધ ઇન્દ્રનાગ કથા :
વસંતપુર નામે (જિર્ણપુર નામે) એક નગર હતું. ત્યાં એક શ્રેષ્ઠિનું ઘર હતું. ત્યાં મારિનો ઉપદ્રવ થયો. ઇન્દ્રનાગ નામે એક બાળક હતો. તે એક જ શ્રેષ્ઠિના ઘરમાં બયેલો. તે ભૂખ્યો થયો – બિમાર હતો. તેને પાણીની તરસ લાગી. તેણે જોયું કે, ઘરમાં બધાં મૃત્યુ પામેલા છે. લોકોએ બારણાને કાંટા વડે ઢાંકી દીધું હતું, ત્યારે ઇન્દ્રનાગ એક નાના છિદ્રમાંથી નીકળ્યો. નીકળીને તે નગરમાં ભિક્ષા મેળવવા ભ્રમણ કરવા લાગ્યો. આ આપણા ગામનો પુત્ર છે એમ માનીને લોકો તેને ભિક્ષા આપતા હતા. એ રીતે તે બાળક મોટો થવા લાગ્યો.
આ તરફ એક સાર્થવાહ રાજગૃહ જવાને ઇચ્છતો હતો, તેણે ઘોષણા કરાવી કે, જેને સાથે આવવું હોય તે આવે. ઇન્દ્રનાગે આ ઘોષણા સાંભળી, તે સાર્થની સાથે ચાલ્યો. ત્યાં સાર્થમાં તેને ભાત પ્રાપ્ત થયા. તેણે તેનું ભોજન કર્યું. તેને તે ભોજન પચ્યું નહીં. બીજે દિવસે પણ તે સાથે રહ્યો. સાર્થવાહે તેને જોયો. સાર્થવાહને વિચાર આવ્યો કે, નક્કી આને ઉપવાસ લાગે છે. નક્કી તે અવ્યક્ત લિંગ-તપસ્વી લાગે છે. બીજે દિવસે સાથે ભ્રમણ, કરતા શ્રેષ્ઠીએ તેને ઘણું જ સ્નિગ્ધ ભોજન આપ્યું. ત્યાર પછી તે બે દિવસ અજીર્ણ વડે રહ્યો. સાર્થવાહે વિચાર્યું કે, આ બે દિવસે ભોજન કરનાર લાગે છે. તેને ઇન્દ્રનાગ પરત્વે ઘણી શ્રદ્ધા જન્મી.
તે ત્રીજે દિવસે સાર્થની સાથે ચાલતો હતો. ત્યારે તેને સાર્થવાહે બોલાવ્યો. કેમ તું કાલે આવ્યો નહીં ? એ પ્રમાણે પૂછ્યું ત્યારે તે મૌનપૂર્વક ઊભો રહ્યો. સાર્થવાહે કહ્યું કે, હું જાણું છું કે તે છઠ કરેલો છે. ત્યાર પછી તેને ભોજન આપ્યું. ત્યાર પછી બે દિવસ તે એ જ રીતે રહ્યો. લોકોએ પણ તેને બહુમાન આપ્યું. બીજા કોઈપણ તેને નિમંત્રણ આપતા તો ઇન્દ્રનાગ તેનું નિમંત્રણ સ્વીકારતો ન હતો.
ત્યારે લોકો એ પ્રમાણે કહેવા લાગ્યો કે, આ એકપિંડિક છે અર્થાત એક જ જગ્યાનું (એક જ વ્યક્તિનું) ભોજન કરનાર છે. તેનાથી તેને અર્થપદની પ્રાપ્તિ થઈ. વણિકો કહેવા લાગ્યા કે, તું બીજાને ત્યાંથી પારણું અર્થાત્ ભોજન ગ્રહણ કરતો નહીં.
જ્યાં સુધી આપણે નગરમાં પહોંચીએ, ત્યાં સુધી અમે તને ભોજન આપીશું. ત્યાર પછી તેઓ નગરે પહોંચ્યા. ત્યાર પછી તેણે પોતાના ઘેર એક મઠ બનાવ્યો. ત્યારે તેણે પોતાના મસ્તકનું મુંડન કરાવ્યું. પછી કાષાયિક અર્થાત્ ભગવા વસ્ત્રો ધારણ કર્યા. ત્યાર પછી તે લોકોમાં (પરિવ્રાજક રૂપે) વિખ્યાત થઈ ગયો.
ત્યાર પછી લોકો તેને પોતાને ઘેર બોલાવતા ન હતા. ત્યારે જે દિવસે તેને પારણું હોય, તે દિવસે લોકો તેના માટે ભોજન લઈને તેને ત્યાં આવવા લાગ્યા. તે ફક્ત કોઈ એક જ વ્યક્તિના લાવેલા ભોજનનો સ્વીકાર કરતો હતો. ત્યારે લોકો જાણતા ન હતા કે, કઈ વ્યક્તિના ભોજનનો ઇન્દ્રનાગ પરિવ્રાજક સ્વીકાર કરવાનો છે. ત્યારે લોકોએ જાણકારીને માટે એક ભેરી બનાવી. જે ભોજન આપે તે ભરીને વગાડતા, તે સાંભળીને લોકો ત્યાં પ્રવેશ કરતા અને સમય પ્રમાણે ચાલ્યા જતા હતા.
કોઈ વખતે ભગવંત મહાવીર સ્વામી સમવસર્યા ત્યારે સાધુઓને ઉપાલંભ આપતા ઇન્દ્રનાથે કહ્યું કે, મુહુર્ત માત્ર માટે તમે એષણારહિત રહો. ભોજનરહિત રહો) ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org