________________
૩૪૨
આગમ કથાનુયોગ-૨
સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં છત્રીશમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયેલો છે.
(૩૮) વિદુ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સત્તરમાં પ્રત્યેકબુદ્ધ રૂપે છે. તેમને વિજ્ઞ પણ કહે છે.
(૩૯) વૈશ્રમણ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પીસ્તાળીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે.
(૪૦) શૌર્યાયણ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સોળમાં પ્રત્યેકબુદ્ધ રૂપે છે. તેને શૌર્માણ પણ કહે છે.
(૪૧) શ્રીગિરિ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક તેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સાડત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે.
(૪૨) સંજય :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ, તેમનો ઉલ્લેખ ઓગણચાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે.
(૪૩) સોમ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. તેમનો ઉલ્લેખ તેતાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે.
(૪૪) સ્વાતિપુત્ર બુદ્ધ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, તેમનો ઉલ્લેખ આડત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલ છે. તે બુદ્ધના અનુયાયી હતા.
(૪૫) હરિગિરિ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, તેમનો ઉલ્લેખ ચોવીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે ઋષિભાષિતમાં થયેલો છે.
* ખાસ નોંધ :- ઉક્ત પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધ કોના–કોના શાસનમાં થયા તેનો ક્રમ અમે ઋષિભાષિત સંગ્રહણી પરથી અનુમાનિત કર્યો છે. પણ તેમજ છે એવું નિશ્ચયથી કહી શકાય નહીં.
૦ આગમ સંદર્ભ :- ઋષિભાષિત સંગ્રહણી ગાથા ૧ થી ૬
– X X – ઋષિભાષિત પયન્ના સૂત્રમાં આ પિસ્તાલીશ ઋષિઓના ઉપદેશ રૂપ પિસ્તાલીશ અધ્યયનો છે તેમાં ભગવંત નેમિનાથના શાસનમાં વીશ પ્રત્યેકબુદ્ધ થયા, ભગવંત પાર્શ્વનાથના શાસનમાં પંદર પ્રત્યેકબુદ્ધ થયા અને ભગવંત મહાવીરના શાસનમાં દશ પ્રત્યેકબુદ્ધ થયા હતા. જેમના ક્રમશઃ નામ આ પ્રમાણે છે :
૧. નારદ, ૨. વજ્જિત પુત્ર, ૩. અસિતદવિલ, ૪. અંગરિસિ, ૫. પુષ્પશાલપુત્ર, ૬. વલ્કલગીરી, ૭. કૂમપુત્ર, ૮, કેતલિપુત્ર, ૯. મહાકાશ્યપ, ૧૦. તેતલિપુત્ર, ૧૧. પંખલિપુત્ર, ૧૨. યજ્ઞવલ્ક, ૧૩. ભયાલિ, ૧૪. બાહુક, ૧૫. મધુરાયણ, ૧૬. શૌર્યાયણ, ૧૭. વિદુ, ૧૮. વરિસક૭, ૧૯. આર્યાયણ, ૨૦. (ઉત્કલવાદી).
૨૧. તરુણ, ૨૨. ગર્દભ, ૨૩. રામપુત્ર, ૨૪. હરિગિરિ, ૨૫. અંબર, ૨૬. માતંગ, ર૭. વાત્રક, ૨૮. આર્દક, ૨૯. વર્તમાન, ૩૦. વાયુ, ૩૧. પાર્થ, [૩૨. પિંગ, ૩૩. અરુણ, ૩૪. ઋષિગિરિ, ૩૫. ઔદ્દાલક.
૩૬. વિત્ત, ૩૭. શ્રીગિરિ, ૩૮. સ્વાતિપુત્રબુદ્ધ, ૩૯. સંજય, ૪૦. દ્વૈપાયન, ૪૧. ઇન્દ્રનાગ, ૪૨. સોમ, ૪૩. યમ, ૪૪. વરુણ. ૪૫. વૈશ્રમણ.
– ૪ – ૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org