________________
આગમ કથાનુયોગ-૨
પછી ભોજન કરો છો તેણે ગૌતમસ્વામીને પણ કહ્યું કે, ઓ ! અનેક પિંડિકા (અનેક ઘરનું ભોજન કરનારા) ! મારું વચન સાંભળો. તમે એકપિંડિક – (એક ઘરનું ભોજન કરનારને) જોવા ઇચ્છો છો. એ પ્રમાણે ગૌતમસ્વામીને કહેતો તે રોષાયમાન થયો અને બોલ્યો કે– તમે સાધુઓ અનેક સેંકડો પિંડનો (ઘણાં બધાં ગૃહમાંથી પ્રાપ્ત કરેલ ભોજનનો) આહાર કરનારાઓ છે, જ્યારે હું ફક્ત એક પિંડ (એક જ ગૃહનું ભોજન) કરનારો છું. તેથી હું એકજ માત્ર એકપિંડિક છું. ગૌતમસ્વામી સાથે સંવાદ કર્યા બાદ, મુહૂર્ત અન્તર પશ્ચાત્ ઉપશાંત ચિત્તે ઇન્દ્રનાગ પરિવ્રાજક વિચારવા લાગ્યો કે, આ સાધુઓ જે અનેક પિંડિકપણાનો (અનેક ગૃહમાંથી પ્રાપ્ત કરેલ આહારનું ભોજન કરવાનો) જે ઉપદેશ આપી રહ્યા છે, તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓ અસત્ય બોલતા નથી, તેમનો ઉપદેશ સમ્યક્ જણાય છે. પણ આમ કેમ હોઈ શકે ?
૩૪૪
તેને પૂર્વભવની સ્મૃતિ થઈ, જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેણે મનોમન સંકલ્પ કર્યો કે, હું પણ અનેકપિંડિક થઈશ. (એક ગૃહને બદલે હવે હું પણ અનેક ઘેરથી થોડો-થોડો આહાર મેળવીને ભોજન કરીશ) જે દિવસે મારે તપનું પારણું હશે તે દિવસે અનેક—શત પિંડને ગ્રહણ કરીશ. અકૃત—અકારિત એવું ભોજન કરીશ અર્થાત્ મારા નિમિત્તે કરાયેલ કે કરાવાયેલ આહારને હવે હું ગ્રહણ કરીશ નહીં. આ સાધુઓ સત્ય પ્રરૂપણા કરી રહ્યા છે. આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રનાગ પરિવ્રાજકને જાતિસ્મરણ જ્ઞાન થતા તે પ્રત્યેકબુદ્ધ થયા. તેને બોધિની પ્રાપ્ત થઈ, દેવતા દ્વારા અર્પિત કરાયેલ લિંગ-સાધુવેશને ગ્રહણ કર્યો, આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. ઋષિભાષિત અધ્યયનમાં જણાવે છે કે, એ રીતે આ પ્રત્યેકબુદ્ધ સિદ્ધિપદને પામ્યા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા. તેઓ ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા હતા. બાલ (અજ્ઞાન) તપસ્વી હોવા છતાં, તેઓ સામાયિકને પામ્યા અને પ્રત્યેકબુદ્ધપણાંને પામી સિદ્ધત્વને ઉપલબ્ધ કર્યું.
૦ આગમ સંદર્ભ :
આયા.ચૂ.પૃ. ૧૨, ૧૩૪, ૧૩૯; આ.નિ. ૮૪૬;
.
આવ.યૂ.૧-૧ ૪૬૬;
X
પ્રત્યેકબુદ્ધ ધર્મરુચિ કથા :
વસંતપુર નામનું એક નગર હતું. તે નગરમાં રાજા જિતશત્રુ રાજ્ય કરતો હતો. તે જિતશત્રુ રાજાને એક સુંદર પત્ની (રાણી) હતી. તેનું નામ ધારિણી હતું. જિતશત્રુ અને ધારિણી સુખે કરીને ભોગ ભોગવતા પોતાનો કાળ નિર્ગમન કરી રહ્યા હતા. તેમને એક પુત્ર થયો તેનું નામ ધર્મરુચિ પાડવામાં આવ્યું.
Jain Education International
X
આયા.મૂ. ૧૩૯ ની ; આવ.નિ. ૮૪૭ ની વ્;
જ્યારે જિતશત્રુ રાજા સ્થવિર (ઉંમરવાના) થયો, ત્યારે તેને પ્રવ્રુજિત થવાની (સંન્યાસી થવાની) ઇચ્છા થઈ, તેથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે, હું મારા પુત્ર (યુવરાજ) ધર્મરુચિને રાજ્યનો ભાર સોંપીને સંન્યાસ ગ્રહણ કરું. જ્યારે યુવરાજ ધર્મરુચિને એ વાતની ખબર પડી કે તેના પિતા (રાજા જિતશત્રુ) રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરવાની ઇચ્છા કરી રહ્યા છે, ત્યારે તેણે તેની માતા (રાણી ધારિણી)ને
For Private & Personal Use Only
www.jainelibrary.org