________________
પ્રત્યેકબુદ્ધ – કરકંડુ આદિનો મોક્ષ
૦ કરકંડૂ આદિ ચાર પ્રત્યેક બુદ્ધનો મોક્ષ :
કલિંગ દેશમાં કરકંડૂ રાજા, પાંચાલ દેશમાં દ્વિમુખ રાજા, વિદેહ દેશમાં નમિરાજા અને ગાંધાર દેશમાં નગૃતિ રાજા થયા. આ ચારે રાજાઓ પુષ્પોત્તર વિમાનથી એક કાળે ચ્યવ્યા. સમકાળે જ પ્રવ્રજ્યા લીધી, સમકાળે મોક્ષે ગયા. (જે ચારે પ્રત્યેક બુદ્ધનું ચરિત્ર ઉપરોક્ત કથાનકોમાં વર્ણવાયેલ છે.)
આ ચારે રાજર્ષિઓ વિચરણ કરતા કોઈ વખતે ક્ષિતિપ્રતિષ્ઠત નગરમાં આવ્યા. ત્યાં ગામની બહાર કોઈ એક યક્ષનું ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પૂર્વાભિમુખે જંતરની પ્રતિમા હતી. આ દેવકુલમાં પહેલા પૂર્વના દ્વારેથી કરકંડૂ રાજર્ષિએ પ્રવેશ કર્યો. પછી દક્ષિણના દ્વારેથી દ્વિમુખ રાજર્ષિએ પ્રવેશ કર્યો. તે વખત ત્યાં પ્રતિમામાં રહેલા વ્યંતરે વિચાર કર્યો કે, હું સાધુથી પરાસ્મુખ કેમ રહું ? એમ વિચારીને તે વ્યંતરે દક્ષિણ તરફ પણ પોતાનું મુખ કર્યું.
339
ત્યાર પછી નમિરાજર્ષિએ પશ્ચિમના દ્વારેથી પ્રવેશ કર્યો. એટલે તે વ્યંતરે પોતાનું ત્રીજું મુખ વિકુર્વી તેની સન્મુખ રહ્યો. ત્યાર પછી ઉત્તરના દ્વારેથી નગતિ રાજર્ષિએ પ્રવેશ કર્યો ત્યારે વ્યંતરે તે તરફ પણ પોતાનું ચોથું મુખ કર્યું. આ પ્રમાણે ચારે પ્રત્યેકબુદ્ધ મુનિઓએ ચાર અલગ-અલગ દ્વારેથી પ્રવેશ કરતા, તે વ્યંતરે પણ ચારે તરફ પોતાના મુખ કર્યા અને તે ચતુર્મુખ થયો.
ત્યાં રહેલા કરકંમુનિને બાળપણથી જ લુખી ખરજ હજી સુધી પણ દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેણે ખરજ ખણવાનું અધિકરણ લઈને ખરજ ખણી – બંને કાનને ખણ્યા. પછી તે અધિકરણને ગોપવીને મૂક્યું. તે દ્વિમુખ મુનિ જોઈ ગયા. તે જોઈને દ્વિમુખ મુનિ બોલ્યા કે, હે કરકંડૂ મુનિ ! તમે રાજ્ય, રાષ્ટ્ર, અંતઃપુર આદિ સર્વે વસ્તુઓનો ત્યાગ કર્યો છે, ત્યારે આટલી ખરજ ખણવાના અધિકરણનો શા માટે સંચય (પરિગ્રહ) રાખો છો ?
તે સાંભળીને હજી તો કરકંડૂમુનિએ તેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો, તેટલામાં નમિમુનિ આ પ્રકારના વચનો તુરંત જ બોલ્યા, હે દ્વિમુખમુનિ ! તમે પૈતૃક–રાજ્ય આદિ સર્વ કાર્યનો ત્યાગ કરીને નિર્પ્રન્થ થયેલા છો, ત્યાં તો તમે બીજાના કાર્યો જોતા હતા, તેનો તમે ત્યાગ કર્યો છે, તો હવે ફરી બીજાના કાર્ય જોનારા કેમ થાઓ છો ? અર્થાત્ અન્યના દોષ જોઈ જ રહ્યા છો તેનું શું ? તે તમારા જેવા નિઃસંગને યોગ્ય નથી.
તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નગતિમુનિ બોલ્યા કે, હે મુનિ ! તમે એમને કહો છો, પણ જ્યારે તમે સર્વનો ત્યાગ કરીને મોક્ષને માટે જ ઉદ્યમી થયા છો, ત્યારે ફોગટ અન્યની નિંદા શા માટે કરો છો ? તે શું તમારે માટે યોગ્ય છે ?
આ બધો જ સંવાદ સાંભળીને કરકંડૂમુનિ બોલ્યા કે, હે મુનિઓ ! મોક્ષમાર્ગ પ્રતિપત્ર (મોક્ષની ઇચ્છાવાળા) બ્રહ્મચર્યને ધારણ કરનાર સાધુને અહિતથી અટકાવનાર સાધુને નિંદક કહેવા કોઈપણ રીતે યોગ્ય નથી કેમકે—
ક્રોધથી (રોષથી) બીજાનો દોષ કહેવામાં આવે તો તે નિંદા કહેવાય છે. આવા પ્રકારની નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા કોઈપણ મુનિએ કરવી જોઈએ નહીં. પરંતુ Jain ૨/૨૨ |
International
For Private & Personal Use Only
www.jainelibrary.org