SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ આગમ કથાનુયોગ-૨ આવતો હતો. તેથી લોકોએ નમ્ અર્થાત્ પર્વત અને “પર્વત પર જેની ગતિ છે તેવો” એવા અર્થમાં સિંહરથ રાજાનું નામ “નતિ" એવું પાડી દીધું. જ્યારે તે વિદ્યાધર પુત્રી કનકમાળા તો તે વ્યંતર દેવના કહેવાથી તે પર્વત ઉપર જ રહી. તેથી નગ્નતિ રાજાએ ત્યાં નવું નગર વસાવ્યું. કોઈ વખતે કાર્તિક પૂર્ણિમાનો દિવસ આવ્યો. તે દિવસે રાજા નગ્નતિ રમવાડીએ જવા નીકળ્યો. ત્યાં નવીન પલ્લવોથી રક્ત અને માંજરોથી પીત દેખાતો એવો એક સદા ફળથી યુક્ત રહેતો છત્રાકાર આમ્રવૃક્ષ જોયો. તે મનોહરવૃક્ષની એક માંજર રાજાએ માંગલિક માટે ગ્રહણ કરી અને ત્યાંથી આગળ ચાલ્યો. તેને અનુસરતા આખા સૈન્યએ પાછળથી તે વૃક્ષના પાંદડા, પલ્લવ, માંજર જે કંઈ હાથમાં આવ્યું તેને–તેને ગ્રહણ કર્યું. પરિણામે તે મનોહર લાગતું અને નિત્ય પલ્લવિત એવું તે વૃક્ષ ઠુઠારૂપ થઈ ગયું. થોડો વખત પછી રાજા રયવાડીથી પાછો ફરતા તે જ સ્થળે આવ્યો, જ્યાં પૂર્વે મનોહર-રમણીય એવું આમ્રવૃક્ષ હતું. ત્યારે ત્યાં ઝાડનું ઠુંઠું જોઈને તેણે મંત્રીને પૂછ્યું કે, આપણે રમવાડીએ નીકળ્યા ત્યારે તો અહીં આંબાનું નિત્ય પલ્લવિત એવું સુંદર વૃક્ષ હતું. અચાનક તે ક્યાં ગયું ? ત્યારે મંત્રીએ રાજાને ઠુંઠું બતાવીને કહ્યું કે, આ તે જ આમ્રવૃક્ષનું ઠુંઠું છે, જે આપે પહેલા જોયું હતું. તે જોઈને રાજા નગ્ગતિએ ફરી પૂછયું કે, તે આવું કેમ થઈ ગયું ? ત્યારે તે મંત્રીએ ઉત્તર આપ્યો કે, હે સ્વામી ! આ વૃક્ષની એક મંજરી પ્રથમ આપે ગ્રહણ કરી, ત્યાર પછી સૈન્યના સર્વ લોકોએ તેના પત્ર, પુષ્પ, ફળ, માંજર વગેરે લીધા. એ રીતે ચોર જેમ ધનિકની લક્ષ્મીનો વિનાશ કરી નિર્ધન કરી નાખે તેમ આ વૃક્ષને શોભારહિત કરી દીધું. તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, અહો આ શોભા (લક્ષ્મી) પણ કેવી ચંચળ છે? જુઓ આ અદ્ભુત શોભાવાળુ આમ્રવૃક્ષ ક્ષણવારમાં તો શોભારહિત થઈ ગયું. જે પ્રથમ જોતાની સાથે જ રમણીય લાગતું હતું તે ક્ષણાંતરમાં જ વમન કરેલા ભોજનની જેમ જોવા યોગ્ય પણ રહ્યું નથી. જેમ જળના બુબુદો અને સંધ્યા સમયની કાંતિ સ્થિર રહેતા નથી, તેમ સર્વ સંપત્તિઓ પણ અસ્થિર છે એમ નિશ્ચય થાય છે. આ પ્રમાણે વિચાર કરીને સ્વયં આપમેળે કેશનો લોચ કરી, દેવતાએ આપેલ મુનિવેષ ધારણ કરીને ગાંધાર દેશના રાજા નગ્ગતિએ પ્રવજ્યા ગ્રહણ કરી અને તેઓએ પ્રત્યેક બુદ્ધ થઈને ત્યાંથી પૃથ્વી પર વિચરણ કર્યું. એ રીતે મનને અભિરામ (રમણીય) એવા મંજરી, પલ્લવ, પુષ્પસહિતના આમ્રવૃક્ષની ઋદ્ધિસહિતતા અને ઋદ્ધિરહિતતાને સમ્યક્ પ્રકારે જોઈને ગંધાર રાજા નગ્નતિ પણ બોધ પામ્યા અને તેણે – પ્રત્યેક બુદ્ધ થઈ – ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો. ૦ આગમ સંદર્ભ :આવ.ભા. ૨૧૧, ૨૧ર + ; આવ.ચૂં.ર-પૃ. ૨૦૮; ઉત્ત. ૬૦૫; ઉત્ત.નિ. ર૬૪, ૨૫, ૨૭૪ + વૃ; ઉત્ત.અધ્ય. ૯ત્ની ભાવ.વૃ; — — — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy