________________
પ્રત્યેકબુદ્ધ – નમ્નતિ કથા
૩૩૫
જોયા ત્યારે તે ઘણાં જ ઉદ્વેગ પામ્યા. સંસારની અસારતા જાણીને તેણે પોતાના હાથે જ સ્વયં લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું.
ત્યાર પછી તે વ્યંતર દેવે માયાનું હરણ કરીને તે કન્યાને સચેતન કરી અને તે બંનેએ મુનિને વંદના કરી. પછી જ્યારે તે મુનિએ વ્યંતર દેવને પૂછયું કે, તમે કોણ છો? અને આ કન્યા કોણ છે ? ત્યારે તે કન્યાએ પોતાના ભાઈનો સર્વ વૃત્તાંત તેમને જણાવ્યો. તે સાંભળીને મુનિ બોલ્યા કે, મેં હમણાં તો અહીં ત્રણ શબ જોયેલા હતાં, તે કેમ દેખાતા નથી ? એટલે તે દેવ બોલ્યા કે, મેં તમને મારી વિફર્વેલી માયા બતાવી હતી.
તે સાંભળીને દૃઢશક્તિ મુનિએ તે વ્યંતર દેવને પૂછ્યું કે, તમે શા માટે માયા વિકુર્તી હતી ? ત્યારે દેવે તેને ઉત્તર આપ્યો કે, આ કન્યા પૂર્વે એક વૃદ્ધ ચિત્રકારની પુત્રી અને જિતશત્રુ રાજાની રાણી કનકમંજરી હતી. તેણી પરમ શ્રાવિકા હતી. તેણે પોતાના પિતાના મૃત્યુ સમયે પંચનમસ્કાર આદિ વડે તેમની નિર્ધામણા કરાવી હતી. તેથી તે ચિત્રકાર મૃત્યુ પામીને વ્યંતર દેવ થયો, તે હું છું.
મેં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું તો આ મારી પૂર્વભવની પુત્રીને શોકાતુર જોઈ. તેથી પૂર્વભવના સ્નેહને વશ થઈને અહીં આવીને મેં તેણીને આશ્વસ્ત કરી. તેટલામાં મેં તમને આવતા જોયા. એટલે મને એમ થયું કે, હવે આ પુત્રી તો તેના આ ભવના પિતા સાથે જતી રહેશે, તેથી મને તેણીના વિરહ થશે. એમ જાણીને મેં આ કન્યાને ચેષ્ટારહિત કરી દીધી. પછી આપને નિસ્પૃહી થયેલા જોઈને મેં વિકર્વેલી માયાને પાછી ખેંચી લીધી. હે મુનિરાજ ! આપ મને મારા અપરાધ માટે ક્ષમા કરો. ત્યારે મુનિએ કહ્યું કે, તમે તો મને ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત થયા છો. તેથી તમે મારા ઉપકારી છો. એમ કહીને મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
ત્યારે આ વૃત્તાંત સાંભળીને તે કન્યાને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી તેણી પોતાના પૂર્વભવના પિતા એવા તે દેવને ઓળખી ગઈ. ત્યાર પછી તે કન્યાએ તેના પિતા એવા વ્યંતર દેવને પૂછયું કે, હે પિતા ! મારો પતિ કોણ થશે ? ત્યારે તે દેવે અવધિજ્ઞાનના ઉપયોગ વડે જાણીને મને કહ્યું કે, હે પુત્રી ! તારો પૂર્વભવનો પતિ સ્વર્ગથી ચ્યવીને સિંહરથ નામે રાજા થયેલો છે, તે અશ્વ વડે હરણ કરાઈને અહીં આવશે અને તે જ તારો પતિ થશે. માટે ધીરજ રાખીને તું અહીં રહે.
આ પ્રમાણે પોતાની પ્રિયાના મુખેથી સમગ્ર કથન સાંભળીને સિંહરથ રાજાને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે સંદેહરહિત થઈ ગયો. પછી તે સ્ત્રીની સાથે રાજા ત્યાં એક માસ પર્યત ભોગ ભોગવતો સુખેથી રહ્યો.
કોઈ વખતે તે રાણીએ કહ્યું કે, હે સ્વામી ! તમારું નગર અહીંથી ઘણે દૂર છે, માટે તમે મારી પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યાને ગ્રહણ કરો અને તેની સાધના કરો. સિંડરથ રાજાએ પણ તેણીના વચનને અંગીકાર કર્યું. પછી તેણીની પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યાને ગ્રહણ કરી. ત્યાર પછી વિધિપૂર્વક તે વિદ્યાની સાધના કરી, વિદ્યા સિદ્ધ થઈ ગયા બાદ આકાશ માર્ગ તે રાજા પોતાના નગરમાં આવ્યો. ત્યાંથી પાછો તે પર્વત પર આવ્યો.
એવી રીતે સિંહરથ રાજા વારંવાર પર્વત ઉપર જતો અને પોતાના નગરમાં પાછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org