________________
પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા
૩૩૧
તો નિશ્ચય કરીને વિનાશને પ્રાપ્ત થવાય છે. તેવી જ કામની ગતિ છે. જ્યારે મુમુક્ષને તો કિંચિત્ માત્ર પણ આકાંક્ષા હોતી જ નથી.
નમિરાજર્ષિની આ વાત સાંભળીને દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપનો ત્યાગ કરીને પોતાનું વાસ્તવિક ઇન્દ્રસ્વરૂપ પ્રગટ કર્યું. ત્યાર પછી મધુર વાણીથી સ્તુતિ કરતા નમિરાજર્ષિને વંદના કરી. વંદના કર્યા પછી તેણે નમિરાજર્ષિને કહ્યું કે
અહો ! આશ્ચર્ય છે કે, તમે ક્રોધને જીત્યો છે, માનને પરાજિત કરેલ છે, માયાને નિરાકૃત કરેલી છે, લોભને વશ કરેલા છે. અહો મુનિ ! તમારી સરળતા ઉત્તમ છે, તમારી મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા ઉત્તમ છે, તમારી નિર્લોભતા ઉત્તમ છે.
હે ભગવન્! તમે આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમતાને પ્રાપ્ત કરશો. કર્મમળથી રહિત થઈને તમે લોકમાં સર્વોત્તમ સ્થાન એવી સિદ્ધિને પ્રાપ્ત કરશો.
આ પ્રમાણે સ્તુતિ કરતા એવા ઇન્દ્રએ, ઉત્તમ શ્રદ્ધાપૂર્વક રાજર્ષિને પ્રદક્ષિણા કરતા–કરતા અનેક વખત વંદના કરી, ત્યાર પછી નમિમુનિવરના ચક્ર–અંકુશ આદિ ઉત્તમ લક્ષણોથી યુક્ત એવા ચરણમાં નમસ્કાર કર્યો. ત્યાર પછી લલિત અને ચપળ એવા કુંડલ અને મુગટને ધારણ કરનારો ઇન્દ્ર ઉપર આકાશ માર્ગે ચાલ્યો.
નમિરાજર્ષિએ આત્મભાવનાથી સ્વયં પોતાને વિનત કર્યા. સાક્ષાત્ દેવેન્દ્ર દ્વારા પ્રેરિત થવા છતાં પણ ગૃહ અને વૈદેહીની રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને શ્રામણ્ય ભાવમાં સુસ્થિર રહ્યા.
સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષો આ જ પ્રકારે ભોગોથી નિવૃત્ત થાય છે, જે રીતે નમિરાજર્ષિ ભોગથી નિવૃત્ત થયા અર્થાત્ મિથ્યાત્વને દૂર કરીને અને જીવ–અજીવાદિ તત્ત્વોને જાણતા એવા સંબુદ્ધ – જેમણે શાસ્ત્રનો અર્થ સુનિશ્ચિત્ કરેલો છે તેવા પંડિતો અને અભ્યાસના અતિશય થકી ક્રિયા પ્રતિ પ્રાવિષ્યવાળા એવા પ્રવિચક્ષણ લોકો ભોગોના આ સેવનથી અટકે છે – અત્યંત નિશ્ચલતાપૂર્વક નિવર્તે છે – સર્વથા અટકી જાય છે.
૦ આગમ સંદર્ભ :સૂય. રર૬;
સૂય યૂ.પૂ. ૧૨૦; આવભા ૨૦૮, ૨૧૦, ૨૧૧ + વૃક આવ.પૂ.૧–પૃ. ૭૫, ર–પૃ. ૨૦૭, ૨૦૮; ઉત્ત.નિ. ૨૬૪ થી ૨૬૭, ૨૬૯, ર૭૨ થી ૨૭૪ + ; ઉત્ત.મૂ. ૨૨૯ થી ૨૯૦, ૬૦૪, ૬૦૫ + ;
ઉત્ત.ચૂપૃ૧૧૭ થી ૧૮૫; ઉત્ત.અધ્ય –ની ભાવ
– ૪ – ૪ –– ૪. પ્રત્યેક બુદ્ધ નગ્નતિ કથા :
(ચાર પ્રત્યેકબુદ્ધો એક સાથે સ્વર્ગમાંથી ચ્યવ્યા, સમકાળે ધ્વજિત થયા, કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે થઈ, મોલે પણ સમકાળે ગયા. તે આ પ્રમાણે :- ૧. કલિંગમાં કઢં, ૨. પાંચાલમાં દ્વિમુખ, 3. વિદેહમાં નમિરાજા અને ૪. ગાંધારમાં નગ્નતિ તેમાંના ચોથા પ્રત્યેક બુદ્ધ નગ્નતિ, કે જેને આમ્રવૃક્ષ જોઈને બોધ પ્રાપ્ત થયેલો તેનું કથાનક–)
ગાંધાર દેશમાં સિંહરથ નામે રાજા હતો. કોઈ વખતે તેને બે ઘોડા ભેટ મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org