________________
330
આ પ્રમાણે કહ્યું
સોના અને ચાંદીના કૈલાશપર્વત સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી. કેમકે ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે. પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, જવ, સોનું તથા પશુઓ પણ એક મનુષ્યની ઇચ્છા પૂર્તિ માટે પર્યાપ્ત થતા નથી એમ જાણી સાધકે તપનું આચરણ કરવું જોઈએ. નમિરાજર્ષિ અહીં જણાવે છે તે પ્રમાણે કોઈ નાનો—મોટો નહીં પણ વિશાળ એવો કૈલાશ પર્વત હોય, તે પર્વતતુલ્ય સોનાના અને ચાંદીના પર્વતો પ્રાપ્ત થઈ જાય, તે પણ એક, બે, ત્રણ કે સંખ્યાત નહીં પણ અસંખ્ય પર્વતો પ્રાપ્ત થઈ જાય, ઉપલક્ષણથી સ્રીઓ વગેરે પણ તેટલા બધાં પ્રાપ્ત થઈ જાય તો પણ કિંચિત્ માત્ર પણ પરિતોષ–સંતોષ આપવા સમર્થ થઈ શકતા નથી. કેમકે જે ઇચ્છાઓ છે તે આકાશતુલ્યા અર્થાત્ અંતરહિત હોય છે અને કહ્યું પણ છે કે–
જીવને સેંકડોગણું કે હજારોગણું પ્રાપ્ત થાય, રાજ્ય મળી જાય, દેવત્વ કે ઇન્દ્રપણાની પ્રાપ્તિ થઈ જાય તો પણ તુષ્ટિ થતી નથી.
-
આગમ કથાનુયોગ-૨
તેથી પંડિત પુરુષોએ બાર પ્રકારના તપનું આચરણ કરવું એ જ શ્રેયસ્કર છે. કેમકે ત્યાર પછી જ નિસ્પૃહતયા ઇચ્છાની પરિપૂર્તિ થવી સંભવ છે. સંતોષ આકાંક્ષારહિતપણાથી જ થવાનો છે, સોના આદિની વૃદ્ધિ માત્રથી સંતોષની પ્રાપ્તિ થતી નથી.
આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું કે, હે પાર્થિવ ! આશ્ચર્ય છે કે, તમે પ્રત્યક્ષથી પ્રાપ્ત થતા ભોગોનો ત્યાગ કરી રહ્યા છો અને અપ્રાપ્ત ભોગોની ઇચ્છા કરી રહ્યા છો. માલૂમ પડે છે કે, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઈ રહ્યા છો. ખરેખર કોઈ વિવેકી પુરુષ, બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિની માફક અપ્રાપ્ત વિષયોની આકાંક્ષા કરવામાં પ્રાપ્ત થયેલા વિષયોનો ત્યાગ કરતો નથી.
Jain Education International
દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું
સંસારના કામભોગો શલ્ય સમાન છે, વિષ સમાન છે, આશીવિષ સર્પ સમાન છે. જેઓ કામભોગ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેનું સેવન કરી શકતા નથી તેઓ પણ દુર્ગતિમાં જાય છે.
વળી ક્રોધથી અધોગતિમાં જવું પડે છે, માનથી અધમગતિમાં જવું પડે છે, માયાને કારણે સુગતિમાં બાધા આવે છે અને લોભથી બંને તરફનો ભય રહે છે.
કામ અર્થાત્ મનોજ્ઞ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની કામના, શલ્ય સમાન છે કેમકે જેમ શરીરમાં પ્રવેશેલ કાંટો વગેરે શલ્ય શરીરને વિવિધ પ્રકારે પીડા—બાધા આદિ આપ્યા કરે છે, તાલપુટ આદિ ઝેર, જે રીતે શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે, તે રીતે કામ પણ શરીર આખામાં ફેલાય જાય છે. ઝેરને ખાવાથી ઉપભોગ કરવાથી મધુર વસ્તુ પણ અસુંદર હોય તેવી ભાસે છે. તેના પરિણામ અતિ દારુણ હોય છે. તે જ રીતે કામ પણ પરિણામે દારુણ હોય છે. તે જ રીતે આશીવિષ સર્પ તેની વિશાળ ફેણ અને મણિથી આભૂષિત હોય ત્યારે દેખાવમાં તો સુંદર જ લાગે છે, પણ જો તેનો સ્પર્શ કરવામાં આવે
For Private & Personal Use Only
www.jainelibrary.org