________________
૩૧૪
આગમ કથાનુયોગ-૨
ખંડ–૨ અધ્યયન–૪ પ્રત્યેકબુધ્ધ કથા ૦ પ્રત્યેક બુદ્ધ :
- જેમનો જ્ઞાનપ્રકાશ અર્થાત્ “બોધિ" બાહ્ય કારણોના નિમિત્તે જેમકે – વૃષભ આદિને જોઈને અનિત્યાદિ ભાવનાને કારણે જેઓને બોધ પ્રાપ્ત થાય છે. તેને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. વૃત્તિકાર મહર્ષિ મલયગિરિ આદિ પણ “વાહ્ય પ્રત્યયમપદ્મ' એવો વાક્ય પ્રયોગ કરે છે અર્થાત્ બાહ્ય પ્રત્યાયની અપેક્ષાથી કે બાહ્ય કોઈ નિમિત્ત પામીને જેમને વૈરાગ્ય ભાવ અથવા સમ્યક્ત્વાદિ પ્રાદુભાવું પામે છે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. કોઈપણ એક પારમાર્થિક ભાવથી જેમને આત્મબોધની સ્વયં પ્રાપ્તિ થઈ હોય તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. તેઓનું ભ્રમણ – વિહારચર્યા પણ સર્વત્ર એકલા જ હોય છે. તેઓ કોઈની સંગતે કે કોઈ ગચ્છ અથવા ગણના સંબંધથી વિચરણ કરતા નથી પણ એકલ–ચર્યા જ કરે છે. તેઓએ પોતાના બોધિલાભ અથવા વૈરાગ્યોત્પત્તિના પૂર્વભવોમાં અવશ્યપણે શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરેલું જ હોય છે. તે પૂર્વાધીત શ્રત નિયમથી જઘન્ય અગિયાર અંગ અને ઉત્કૃષ્પી કિંચિત્ન્યૂન દશપૂર્વ હોય છે. દેવતા તેને વેશ આપે છે અથવા લિંગરહિત પણ હોય છે.
પ્રત્યેક બુદ્ધ અને સ્વયંબુદ્ધ વચ્ચે મહત્ત્વનો તફાવત એ છે કે, સ્વયંબદ્ધોને બોધિ પ્રાપ્તિ કે, વૈરાગ્યના નિમિત્ત માટે કોઈ જ પ્રકારના બાહ્ય નિમિત્તો કે કારણોની અપેક્ષા રહેતી નથી. સ્વયંબુદ્ધો બોધિની–જ્ઞાનની પ્રાપ્તિ પોતાના જાતિસ્મરણ જ્ઞાનાદિથી આપમેળે જ પ્રાપ્ત કરતા હોય છે. પ્રત્યેક બુદ્ધને નિયમો પૂર્વાધીત શ્રત હોય છે, સ્વયંબુદ્ધોને પૂર્વાધીત શ્રત હોય અને ન પણ હોય. તેઓ સામાન્યતયા પોતાના ગણ – શિષ્યાદિ પરિવાર સહિત જ વિચરણ કરતા હોય છે. સ્વયંબુદ્ધોને પાત્રાદિ બાર પ્રકારની ઉપધિ હોય છે. જ્યારે પ્રત્યેક બુદ્ધને ત્રણ પ્રાવરણ સિવાય નવ ઉપધિ હોય છે.
પંદર પ્રકારના સિદ્ધના ભેદોમાં પણ પ્રત્યેક બુદ્ધ સિદ્ધનો એક આગવો ભેદ સ્વીકારાયેલો છે. જેઓ કોઈ નિમિત્તથી આપમેળે જ બોધ પામીને નિર્ગસ્થપણું સ્વીકારીને પછી સિદ્ધત્વની પ્રાપ્તિ કરતા હોય છે. તેથી જ તેમને પ્રત્યેક બુદ્ધસિદ્ધ કહેવામાં આવે છે.
સામાન્યથી ઉત્તરાધ્યયન સૂત્રના આધારે ચાર પ્રત્યેકબુદ્ધો વિશેષ ખ્યાતિ પામેલા છે. જેમકે :- ૧, કરકંડુ, ૨. દ્વિમુખ, 3. નમિ અને ૪. નગ્નઈ. પણ વાસ્તવમાં આ ચાર જ પ્રત્યેક બુદ્ધ થયા છે તે માન્યતા ભ્રામક છે કેમકે “મણિયાડું – ઋષિભાષિત – પયન્ના સૂત્રની પહેલી જ ગાથામાં જણાવે છે તે પ્રમાણે – ભગવંત અરિષ્ઠનેમિના શાસનમાં વીસ પ્રત્યેક બુદ્ધ થયા, ભગવંત પાર્શ્વના શાસનમાં પંદર પ્રત્યેક બુદ્ધ થયા અને ભગવંત મહાવીરના શાસનમાં દશ પ્રત્યેક બુદ્ધ થયા એ રીતે પીસ્તાળીશ ઋષિઓ પત્યેક બુદ્ધ થયાનો પાઠ ઋષિભાષિત પ્રકિર્ણક સૂત્રમાં આપેલ છે.
આ વાત માત્ર ઋષિભાષિતમાં જ છે તેવું નથી. પાક્ષિક સૂત્રની વૃત્તિ મધ્યે પણ કાલિક શ્રતરૂપે જ્યાં મસિયાડું નો ઉલ્લેખ છે. તેની વૃત્તિમાં ડુત્રય: શબ્દનો અર્થ પ્રત્યેવૃદ્ધસાધવ: એ પ્રમાણે કરીને નેમિનાથ તીર્થવર્તી એવા નારદ આદિ વીશ પ્રત્યેક બુદ્ધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org