________________
ગોશાલક કથા
૩૧૩
નિરવશેષ રૂપે અહીં કરી લેવી જોઈએ (જુઓ “અંબ” – ઢપ્રતિજ્ઞ કથા, શ્રમણ વિભાગમાં આવેલ છે.) – યાવત્ – તે ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરશે.
ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવળી પોતાના અતીતકાળનું અવલોકન કરીને શ્રમણ નિગ્રંથોને કહેશે, આજથી ઘણાં વર્ષો પહેલાં હું ગોશાળ નામનો મખલિપુત્ર હતો. જે શ્રમણોનો ઘાતક – યાવત્ – છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મને પ્રાપ્ત થયો. તે કારણે હે આર્યો ! હું અનાદિ – અનંત અને દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસારઅટવીમાં ભટક્યો. તેથી હે આર્યો ! તમારામાંથી કોઈ પણ આચાર્ય પ્રત્યેનીક થશો નહીં, ઉપાધ્યાય પ્રત્યેનીક થશો નહીં. આચાર્ય–ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અપકીર્તિ કરનારા થશો નહીં અને મારી જેમ અનાદિ-અનંત અને દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં ભ્રમણ ન કરશો. ત્યારે તે શ્રમણ નિર્ગુન્હો દઢપ્રતિજ્ઞા કેવલીના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને ભયભીત થશે, ત્રસ્ત થશે, ત્રસિત થશે અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દૃઢપ્રતિજ્ઞા કેવલીને વંદન–નમસ્કાર કરીને, તે પાપરૂપ સ્થાનની આલોચના કરશે, પ્રતિક્રમણ કરશે અને આત્મનિંદા કરશે – યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપનો સ્વીકાર કરશે.
ત્યારપછી તે દૃઢ પ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને પોતાનું શેષ આયુષ્ય જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે. હે ભગવન્! આ એ જ પ્રકારે છે, હે ભગવન્! આ એજ પ્રકારે છે, એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી – યાવત્ – વિચરે છે.
૦ આગમ સંદર્ભ :સૂયનિ. ૧૯૦;
સૂય ચૂ૫ ૪૧૭; ઠા. ૮૭૦, ૯૭૦, ૧૦૦૦ની વૃ. ભ. ૬ર૭ થી ૬૫૮:
ઉવા. 3૮ થી ૪૫; આવનિ ૪૭૩ થી ૪૯૪ + વૃક્ષ
આવ. યૂ.૧–પૃ. ૨૭૨, ૨૮૨ થી ૨૮૪; નંદી. ૧૫૦–વૃક
મહાનિ ૧૦૯૦ થી ૧૧૩૭; કલ્પસૂત્ર–૧૯– – ૪ – ૪ –
સમ. ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org