________________
૩૦૦
આગમ કથાનુયોગ-૨
– ત્યાંથી નીકળીને અત્વરિત, અચપળ અને અસંભ્રાન્ત પણે યુગપ્રમાણ દૃષ્ટિથી અર્થાત્ ચાર હાથ પ્રમાણ આગળ જોઈ શકાય તેવી દૃષ્ટિથી સામે જોતા-જોતા અર્થાત્ ઇર્ષા સમિતિનું પાલન કરતા કરતા જ્યાં મૅઢિક ગ્રામ નગર હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને મેંઢિક ગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને જતા-જતા જ્યાં રેવતી શ્રાવિકા (ગાથાપત્ની)નું ઘર હતું, ત્યાં પહોંચ્યા, પહોંચીને તેમણે રેવતી ગાથાપત્નીના ઘરમાં પ્રવેશ કર્યો.
ત્યારે તે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને પોતાના ઘેર આવતા જોયા. જોઈને તેણી હર્ષિત અને સંતુષ્ટ થઈ. તેણી તુરંત જ આસન પરથી ઉઠી, ઉઠીને સિંહ અણગારની સન્મુખ સાત-આઠ કદમ ચાલી. પછી ત્યાં પહોંચીને સિંહ અણગારને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કરીને રેવતી ગાથાપત્ની આ પ્રમાણે બોલી કે, હે દેવાનુપ્રિય ! આપ કહો કે, આપના અત્રે પધારવાનું પ્રયોજન શું છે ?
ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે શ્રમણ ભગવંત મહાવીરના નિમિત્તે જે કોળાના બે ફળ સંસ્કારિત કરીને પાક તૈયાર કરેલ છે, તેનું મારે કંઈ પ્રયોજન નથી. પરંતુ માર્જર નામના વાયુને શાંત કરનારો અને કાલે બનાવેલો એવો જે બિજોરા પાક છે તે મને આપો, મારે તેનું પ્રયોજન છે.
આ વાત સાંભળીને રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું (પૂછયું) – હે સિંહ ! આવું તે કોણ જ્ઞાની છે અને તપસ્વી છે, જેમણે મારી આ ખાનગી વાતને જાણીને તમને કહ્યું, જેનાથી તમને આ વાતનું જ્ઞાન થયેલ છે ?
ત્યારે સિંહ અણગારે કહ્યું, હે રેવતી શ્રાવિકા ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ઉત્પન્નજ્ઞાનદર્શનના ધારક, અહંતુ, જિન, કેવલી, અતીત–વર્તમાન અને અનાગતના વિજ્ઞાતા, સર્વજ્ઞ–સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીરે આ ગુપ્ત વાત મને જણાવી અને મને તમારે ત્યાં ઔષધરૂપ આહાર લાવવા માટે આજ્ઞા કરી, તેથી હું આ વાતને જાણું છું.
તત્પશ્ચાત્ રેવતી ગાથાપત્ની, સિંહ અણગારની આ વાતને સાંભળીને અને હૃદયમાં મનન કરીને - અવધારીને ઘણી જ હર્ષિત અને સંતુષ્ટ થઈ. પછી તેણી ત્યાંથી જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી, આવીને પાત્રને ખોલ્યું, ખોલીને જ્યાં સિંહ અણગાર હતા, ત્યાં આવી, આવીને સિંહ અણગારની પાસે આવીને તે બધો જ બીજોરા પાક તેમના પાત્રમાં નાંખી દીધો – વહોરાવી દીધો. ૦ રેવતી શ્રાવિકાની લોકો દ્વારા અનુમોદના :
તે વખતે તે રેવતી ગાથાપત્ની (શ્રાવિકા)એ તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પ્રતિગ્રાહક શુદ્ધિરૂપ ત્રિવિધશુદ્ધિ અને મન, વચન તથા કાયા એ ત્રિકરણ શુદ્ધિપૂર્વકના દાનથી પ્રતિલાભિત કરતા દેવ આયુષ્ય કર્મનો બંધ કર્યો, તેણીએ સંસાર પરિમિત કર્યો અને તેણીના ઘરમાં આ પાંચ દિવ્યો પ્રાદુર્ભત થયા. ૧. વસુધારા–સુવર્ણ/ધનની વૃષ્ટિ, ૨. પંચરંગી પુષ્પોની વૃષ્ટિ, ૩. વસ્ત્રોની વૃષ્ટિ, ૪. આકાશમાં દેવદુંદુભિનો નાદ અને ૫. ગગન મંડલમાં “અહોદાન–અહોદાન"ની ઉદ્ઘોષણા.
ત્યારે રાજગૃહ નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઘણા બધા લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org