________________
ગોશાલક કથા
૨૯૫
સૌમનસ્ક અને હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત થઈ ગયું. તેણે ગોશાલ સંખલિપુત્રને વંદન–નમસ્કાર કર્યા. પ્રશ્નો પૂછયા. પૂછીને અર્થને ગ્રહણ કર્યા પછી પોતાના આસનેથી ઉયો, ગોશાલ મંખલિપુત્રને ફરી વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જે દિશામાંથી તે આવ્યો હતો. ફરી તે એ જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ ગોશાળાનો પોતાના મરણાંતર નીહરણ નિર્દેશ :
ત્યાર પછી તે ગોશાલ મખલિપુત્રએ પોતાનો મરણ કાળ નીકટ જાણ્યો. જાણીને આજીવિક સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે. દેવાનુપ્રિયો ! મને કાળગત જાણીને અર્થાત્ મૃત્યુ પામેલો જાણીને મને સુગંધિત ગબ્ધ દ્રવ્યથી સ્નાન કરાવજો. પદ્મના સમાન સુકમાલ ગંધ કાષાયિત વસ્ત્ર વડે તમે મારા શરીરને લુંછજો, લુંછીને સરસ ગોશીષચંદન વડે મારા શરીરને વિલેપન કરજો. વિલેપન કરીને મહામૂલ્યવાન્ એવા હંસ સદશ લક્ષણવાળા એવા શ્વેત ધવલ પટફાટક પહેરાવજો. તે પહેરાવીને પછી સમસ્ત અલંકારો વડે મારા શરીરને તમે વિભૂષિત કરજો.
– એ રીતે મારા શરીરને વિભૂષિત કર્યા પછી હજાર પુરુષ દ્વારા વહન કરાઈ શકાય તેવી શિબિકામાં બેસાડજો, બેસાડ્યા પછી મને શ્રાવસ્તી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં જોર-જોરથી ઉચ્ચ સ્વર વડે તમે ઉદ્દઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહેજો કે, હે દેવાનુપ્રિયો ! આ ગોશાલક સંખલિપુત્ર જિન, જિનપ્રલાપી, અન્ત, અર્યન્ત પ્રલાપી, કેવલી, કેવલી પ્રલાપી, સર્વજ્ઞ, સર્વજ્ઞપ્રલાપી, જિન અને જિનશબ્દનો પ્રકાશ કરતા એવા વિચરણ કરીને, આ અવસર્પિણી કાળના ચોવીશ તીર્થકરોમાંના અંતિમ તીર્થંકર થઈને સિદ્ધ થયા છે – યાવત્ – સમસ્ત દુઃખોથી રહિત થયા છે. આ પ્રમાણે ઋદ્ધિ, સત્કાર અને સમુદયની સાથે મારા શરીરનું નીહરણ કરજો. (આ પ્રમાણે તે ગોશાલક મંખલિપુત્રે તેના આજીવિક સંઘને આજ્ઞા કરી.)
ત્યારે તે આજીવિક સ્થવિરોએ (પોતાના ધર્માચાર્ય અને ધર્મોપદેશક) મંખલિપુત્ર ગોશાલકની એ વાત વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ૦ ગોશાલકના સમ્યકત્વ પરિણામ :
- ત્યાર પછી જ્યારે સાતમી રાત્રિ પસાર થઈ રહી હતી. ત્યારે તે ગોશાલ મંખલિપુત્રને સમ્યક્ત્વ પ્રાપ્તિ થવાથી આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક વિચાર – થાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, યથાર્થતઃ (– ખરેખર) હું જિન નથી, તથાપી હું જિનપ્રલાપી થયો. હું અર્હત્ નથી પણ કેવળ અર્હત્ પ્રલાપી છું, હું કેવલી નથી પણ માત્ર કેવલી પ્રલાપી છું, હું સર્વજ્ઞ નથી પરંતુ સર્વજ્ઞ પ્રલાપી છું, હું જિન અને જિન શબ્દનો પ્રકાશ કરતો એવો વિચરેલ છું, પણ ખરેખર ! ગોશાલક મંખલિપુત્ર જ છું.
હું શ્રમણોનો ઘાતક છું, શ્રમણોને મારનારો છું, શ્રમણોનો પ્રત્યેનીક અર્થાત્ વિરોધી છું, હું આચાર્ય – ઉપાધ્યાયનો અપયશ કરનારો, આચાર્ય–ઉપાધ્યાયનો અવર્ણવાદ કરનારો, આચાર્ય અને ઉપાધ્યાયની અપકીર્તિ કરનારો છું. હું અત્યધિક અસદુ ભાવનાપૂર્ણ મિથ્યાભિનિવેશથી મને પોતાને તથા સ્વપરને ચુડ્ઝાહિત (બ્રાન્ત) કરતો એવો, વ્યુત્પાદિક અર્થાત્ મિથ્યાત્વયુક્ત કરતો એવો વિચરેલ છું, મારી પોતાની જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org