________________
૨૯૬
આગમ કથાનુયોગ-૨
છોડેલી તેજોલેશ્યાથી પરાભૂત થઈને પિત્તજ્વરથી વ્યાપ્ત થયેલો છું અને દાહથી બળતો એવો છગસ્થ અવસ્થામાં જ સાત રાત્રિને અંત કાળ કરીશ. વાસ્તવમાં શ્રમણ ભગવંત મહાવીર જ જિન છે અને જિનપ્રલાપી છે, અત્ છે તેમજ અહંતુ પ્રલાપી છે, કેવલી છે અને કેવલી પ્રલાપી છે, સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ પ્રલાપી છે, જિન છે અને જિન શબ્દનો પ્રકાશ કરતા એવા તેઓ વિચરી રહેલા છે. ૦ ગોશાલકનો કાલધર્મ :
ગોશાળાએ ઉપર કહ્યા પ્રમાણે વિચાર કર્યો અને વિચાર કરીને આજીવિક સંઘના સ્થવિરોને બોલાવ્યા, બોલાવીને અનેક પ્રકારની શપથ દેવડાવીને કહ્યું, હું ખરેખર જિન અને જિનપ્રલાપી નથી, યાવત્ હું મારી પોતાની છોડેલી તેજલેશ્યાથી પરાભૂત થઈને પિત્તજ્વરથી વ્યાપ્ત અને દાહ વડે બળી રહ્યો છું. – તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને કાલગત જાણીને, મૃત્યુ પામેલો જાણીને, મારા ડાબા પગને મુંજની દોરડી વડે બાંધજો. બાંધીને ત્રણ વખત મારા મોઢા પર થૂકજો, ઘૂંકીને શ્રાવતી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્રો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પથો પર ઘસડતા એવા જોરજોરથી ઉચ્ચ સ્વરે ઉદ્ઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહેજો કે
હે દેવાનુપ્રિયો ! ગોશાલ સંખલિપત્ર જિન નથી પણ જિનપ્રલાપી છે, અહંત નથી પણ અત્ પ્રલાપી છે – યાવત્ – જિન ન હોવા છતાં જિન શબ્દને પ્રકાશતો એવો વિચરેલ છું. આ શ્રમણોનો ઘાત કરનારો મખલિપુત્ર ગોશાલક છે – યાવત્ – તે છઘસ્થાવસ્થામાં જ કાળધર્મને પ્રાપ્ત થયેલ છે.
શ્રમણ ભગવંત મહાવીર જ જિન અને જિનપ્રલાપી છે, અર્હતું અને અત્ પ્રલાપી છે, કેવલી અને કેવલીપ્રલાપી છે, સર્વજ્ઞ અને સર્વપ્રલાપી છે, જિન અને જિન શબ્દનો પ્રકાશ કરતા એવા વિચરી રહ્યા છે. (એ પ્રમાણે શૃંગાટક – યાવત્ – સામાન્ય માર્ગ પર ઉદ્ઘોષણા કરાવજો) આ પ્રકારે દ્વિરહિત અને સન્માનરહિતપણે મારા શરીરનું નીરણ કરજો. એ પ્રમાણે કહીને સંબલિપુત્ર ગોશાલક કાળધર્મ પામ્યો (મૃત્યુ થયું). ૦ ગોશાળાના શરીરનું નીહરણ :
- ત્યાર પછી આજીવિક સ્થવિરોએ ગોશાલ પંખલિપુત્રને કાળધર્મ પામેલા જાણીને હાલાહલા કુંભારણના કુંભકારાપણના દ્વાર બંધ કર્યા. બંધ કરીને કુંભકારાપણના અતિમધ્ય ભાગમાં શ્રાવસ્તી નગરીનું ચિત્ર બનાવ્યું, ચિત્રાંકન કરીને ગોશાલ મખલિ પુત્રના ડાબા પગમાં મુંજની રસ્સી બાંધી, બાંધીને ત્રણ વખત તેના મોઢા પર થૂકયા, ઘૂંકીને ચીતરેલી શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથમાં ઘસેડતા એવા તેઓએ મંદમંદ સ્વરે ઉદ્ઘોષણા કરતા એવા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! ગોશાલ મંખલિપુત્ર જિન ન હતા, પરંતુ જિન પ્રલાપી હતા – યાવત્ – તેઓ છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મને પામ્યા છે. (જ્યારે) શ્રમણ ભગવંત મહાવીર વાસ્તવમાં જિન અને જિનપ્રલાપી હતા, યાવતુ આ પ્રમાણે કુંભકારાપણમાં ચીતરેલ શ્રાવસ્તી પાસે મંદ સ્વરે ઉદ્દઘોષણા કરી અને તે આજીવિક સ્થવિરો ગોશાળાએ આપેલ શપથ પૂરી કરી, પછી તે સોગંદથી મુક્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org