________________
ગોશાલક કથા
૨૯૩
ત્યાર પછી કોઈ એક દિવસે રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરિકા કરતી વખતે તે અચંપુલ આજીવિકોપાસકને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ - મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, “હલા” નામના કોઈ કીટ (કીડા) વિશેષનો આકાર કેવો હોય છે?
તત્પશ્ચાત્ તે અત્યંપુલ આજીવિકા મતના ઉપાસકને બીજી વખત આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક છે, જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક છે, તેઓ જિન, અન્ત, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી છે અને તેઓ આ જ શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આજીવિક સંઘથી સંપરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતા એવા વિચરી રહેલા છે. તેથી હવે આવતી કાલે રાત્રિને પ્રભાત રૂપે રૂપાંતરિત થયા બાદ – યાવત્ – સૂર્યનો ઉદય થાય ત્યારે અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા બાદ ગોશાલક મંખલિપુત્રને વંદનનમસ્કાર કરીશ, પછી તેમનાથી અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં એવા યથાયોગ્ય સ્થાને રહીને – યાવત્ – તેમની પર્યાપાસના કરતા આ અને આવા પ્રકારના પ્રશ્ન પૂછવા, એ જ મારા માટે શ્રેયસ્કર છે એ પ્રમાણે અચંપુલે વિચાર કર્યો.
અયંપુલ આજિવિકોપાસકે આ પ્રમાણેનો વિચાર કરીને બીજે દિવસે રાત્રિના પ્રભાતરૂપમાં પરિવર્તિત થયા બાદ – યાવત્ – સહસ્રરશ્મિ દિનકરને તેજસહિત પ્રકાશિત થયા પછી ખાન અને બલિકર્મ કરીને – યાવત્ – મૂલ્યવાનું પણ અલ્પ આભૂષણો વડે પોતાના શરીરને અલંકૃત્ કરીને તે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતો એવો તે અચંપુલ શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને જતો એવો જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને જોયું તો તેના ધર્માચાર્ય, ધર્મોપદેશક એવા મખલિપુત્ર ગોશાલકને હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં જોયા.
તે વખતે મખલિપુત્ર ગોશાલકે હાથમાં આમની ગોટલી પકડી હતી, યાવત્ શીતળ માટીથી મિશ્રિત એવા પાણીથી પોતાના શરીરને સીંચી રહ્યા હતા. મખલિપુત્ર ગોશાલકને આવી સ્થિતિમાં જોયા, જોઈને તે અચંપુલ આજીવિકોપાસક લજ્જિત થયો, ઉદાસ થયો, અધિક લજ્જા પામ્યો. પછી તે ત્યાંથી ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યો. ૦ અચંપુલનું આજીવિકા ઉપાસકત્વમાં સ્થિરકરણ :
ત્યારે તે આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિકોપાસકને લજ્જિત થયેલો, ઉદાસ થયેલો, વ્રીડિત થયેલો – યાવત – પાછળ ખસતો એવો જોયો. એ પ્રમાણે જોઈને તે સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું, હે અયંપુલ ! અહીં આવો.
તે અચંપુલ આજીવિકોપાસક તે આજીવિક સ્થવિરોના એ સંબોધનને સાંભળીને, જ્યાં આજીવિક સ્થવિર હતા, ત્યાં પહોંચ્યો, પહોંચીને આજીવિક સ્થવિરોને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં એવા યથાયોગ્ય સ્થાને સ્થિત થયો – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો.
હે અલંપુલ ! નિશ્ચયથી આજે પાછલી રાત્રિએ કુટુંબ જાગરણ કરતી વખતે તને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org