________________
૨૯૨
આગમ કથાનુયોગ-૨
સિમ્બલી અર્થાત્ મટર આદિની ફલિનું પાણી અને ૪. શુદ્ધ પાણી. આ પ્રમાણે મખલિપુત્ર ગોશાલક ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરી છે.
પ્રશ્ન :- સ્થાલ પાણી કેટલા પ્રકારનું કહેલ છે ?
ઉત્તર :- પાણીથી ભિંજાયેલો એવો સ્થાલ, પાણીથી ભિંજાયેલ વારક પાણી વડે ભિંજાયેલ કુંભ પાણી વડે ભિંજાયેલ કળશનું શીતળ પાણી – સર્વે પાણીનો હાથ વડે સ્પર્શ કરે, પરંતુ તે પાણી પીએ નહીં. તેને સ્થાન પાણી કહેલું છે.
પ્રશ્ન :- ત્વચા પાણી કેવા પ્રકારનું હોય છે ?
ઉત્તર :- પન્નવણા સૂત્રના સોળમાં “પ્રયોગ પદ”માં સૂત્ર ૪૪૧માં જણાવ્યા અનુસાર – આમ, આશ્ચાતક, બિજોરું, બિલ્વફળ, કવીઠફળ, ભદ્રફળ, કટહલ, દાડમ, પારેવતફળ, અખરોટ, ચોરાફળ, બોર, તિંદુસક તરુણ અર્થાત્ અપક્વ અને કાચા હોય, તેને મુખમાં રાખી થોડું ચૂસે કે વિશેષ રૂપથી ચૂસે, પરંતુ પાણી ન પીએ, તેને ત્વચા પાણી કહે છે.
પ્રશ્ન :- સિમ્બલીનું પાણી કેવા પ્રકારનું હોય છે ?
ઉત્તર :– કલાય, મગ, અડદ, સિમ્બલીની ફલી આદિ સર્વે તરુણ અર્થાત્ અપક્વ અને આમ અર્થાત્ કાચા હોય, તેને મોઢામાં લઈને થોડું ચાવે, વિશેષ રૂપથી ચાવે, પરંતુ તેનું પાણી ન પીએ. તો આવા પાણીને સિમ્બલીનું પાણી કહેવામાં આવે છે.
પ્રશ્ન :- શુદ્ધ પાણી કેવા પ્રકારનું હોય છે ?
ઉત્તર :- જે છ મહિના પર્યત શુદ્ધ ખાદિમ આહારને ખાય છે, છ મહિનામાંથી બે માસ પર્યત પૃથ્વી (ભૂમિ) સંથારા પર સૂએ છે, બે મહિના પર્યત કાષ્ઠના અને બે મહિના પર્યત દર્ભના સંથારા પર સૂએ છે. એ પ્રમાણે છ માસ પૂરા થાય ત્યારે છેલ્લી રાત્રિએ તેની પાસે મહાદ્ધિવાળા, મહા બળવાળા, મહા યશવાળા – યાવત્ – મહા સુખવાળા બે દેવ પ્રગટ થાય છે પૂર્ણભદ્ર અને માણિભદ્ર.
ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથ વડે તેના શરીરના અવયવોને સ્પર્શ કરે છે, જે તે દેવોની અનુમોદના કરે છે, તે આશીવિષ કર્મ કરે છે અને જે તે દેવોની અનુમોદના કરતા નથી, તેના પોતાના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થઈ જાય છે. તે અગ્નિકાય તેના પોતાના તેજ દ્વારા તેના શરીરને જલાવે છે, તેના પછી તે સિદ્ધ થઈ જાય છે – યાવત - સમસ્ત દુ:ખોનો અંત કરે છે, તેને શુદ્ધ પાણી કહેવામાં આવે છે. ૦ અયંપુલ આજીવિકોપાસક :
તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામનો એક આજીવિકોપાસક (આજીવિક મતની ઉપાસના કરનારો) રહેતો હતો. તે ધનાઢ્ય હતો. હાલાહલા કુંભારણની માફક તે ધનધાન્યથી સંપન્ન હતો, અનેક લોકો દ્વારા પણ તે પરાભવ પ્રાપ્ત કરે તેવો ન હતો અર્થાત્ અપરાભૂત હતો. તેણે આજીવિક સિદ્ધાંતનો અર્થ પ્રાપ્ત કરેલ હતો, તે અર્થ ગ્રહણ કરેલ હતો, અર્થ પૂછી લીધેલ હતો, અર્થનો નિશ્ચય કરી લીધો હતો. તેના અસ્થિ, મજ્જા પણ આજીવિક સિદ્ધાંત પ્રતિ પ્રેમ અને અનુરાગથી રંગાયેલ હતા – યાવત્ - તે આજીવિક સિદ્ધાંત વડે પોતાની આત્માને ભાવિત કરતો એવો વિચરી રહેલ હતો. ૦ અચંપુલ આજીવિકોપાસકને જન્મેલ ગ્લાનિ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org