SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૯૧ લાગ્યો. હાથ–પગ પટકતો હા-હા ! હવે હું “મરી ગયો,” – એ પ્રમાણે કહેતો કહેતો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અને કોષ્ટક ચૈત્યથી નીકળી ગયો. – નીકળીને જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, ત્યાં આવીને આમની ગોઠલી હાથમાં લઈને, મદ્યપાન કરતો એવો, વારંવાર ગાતો એવો, વારંવાર નાચતો એવો, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિ કંરતો એવો તે ગોશાળા માટીવાળા શીતળ પાણીનું શરીર પર સિંચન કરતો વિચરવા લાગ્યો. ૦ ગોશાળાની તેજલેશ્યાનું સામર્થ્ય : શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને સંબોધિત કરીને કહ્યું, ગોશાલક મખલિપુત્રે મારો વધ કરવાને માટે જે તેજોવેશ્યા કાઢેલી તે તેજલેશ્યા નિમ્નલિખિત સોળ જનપદો–દેશોને નષ્ટ કરવામાં, તેનો ઘાત કરવામાં, તેનો વધ-ઉચ્છેદન કે ભસ્મ કરવામાં સમર્થ હતી – તે આ પ્રમાણે :- ૧. અંગ, ૨. બંગ, ૩. મગધ, ૪. મલય, ૫. માલવ, ૬. અચ્છ, ૭. વત્સ, ૮. કૌત્સ, ૯. પાટ, ૧૦. લાજ, ૧૧. વજ, ૧૨. મૌલી, ૧૩. કાશી, ૧૪. કૌશલ, ૧૫. અબાધ અને ૧૬ સંભુક્તર ૦ ગોશાલક દ્વારા આઠ પ્રરૂપણાઓ : હે આર્યો ! યદ્યપિ ગોશાલક મખલિપુત્ર હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આમની ગોટલી હાથમાં લઈને, તથા મદ્યપાન કરતો એવો, વારંવાર ગાયન ગાતો, વારંવાર નાચતો અને વારંવાર હાલાહલા કુંભારણને અંજલિ કર્મ કરતો એવો વિચારી રહ્યો છે – વિચિત્ર ચેષ્ટા કરી રહ્યો છે, તથાપિ તે પોતાના દોષોને ઢાંકવાને માટે આ આઠ ચરમ વસ્તુઓની પ્રરૂપણા કરશે, તે આ પ્રમાણે ૧. ચરમપાન, ૨. ચરમગાન, ૩. ચરમના, ૪. ચરમ અંજલિકર્મ, ૫. ચરમ પુષ્કલ સંવર્તક મહામેઘ, ૬. ચરમ સેચનક ગંધહસ્તિ, ૭. ચરમ મહાશિલા કંટક સંગ્રામ અને ૮. હું આ અવસર્પિણીકાળમાં થયેલા ચોવીશ તીર્થકરોમાંથી છેલ્લા તીર્થકર સ્વરૂપે સિદ્ધ થઈશ – યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરીશ. ૦ ગોશાલકે કરેલ પાનક–અપાનકની પ્રરૂપણા : હે આર્યો ! જો કે મંખલિપત્ર ગોશાલક માટીના પાત્રમાં રહેલ એવા માટી મિશ્રિત શીતળ પાણી દ્વારા અત્યારે પોતાના શરીરનું સિંચન કરતો એવો વિચારી રહ્યો છે, પરંતુ તે પોતાના આ પાપને છુપાવવાને માટે ચાર પ્રકારના પાનક (પીવા યોગ્ય પાણી) અને ચાર પ્રકારના અપાનક (પીવા માટે અયોગ્ય એવા પાણી)ની પ્રરૂપણા કરે છે– પ્રશ્ન :- તે પાણી કયા કયા પ્રકારનું કહેવાયેલ છે ? ઉત્તર :- તે પાણી ચાર પ્રકારનું કહેવાયેલ છે. ૧. ગાયની પીઠ ઉપર થઈને પડેલું એવું, ૨. હાથથી મસળેલું એવું, ૩. સૂર્યના તાપથી તપેલું એવું અને ૪. શિલા પરથી પડેલું એવું. આ ચાર પ્રકારના પાણીને તે પાનક–પીવા યોગ્ય પાણી કહે છે. પ્રશ્ન :- તે અપાનક કયા કયા પ્રકારનું કહેવાયેલ છે. ઉત્તર :– અપાનક (પીવા માટે અયોગ્ય પાણી) ચાર પ્રકારનું કહેવાયેલ છે. તે આ પ્રમાણે – ૧. ત્વચા અર્થાત્ વૃક્ષ આદિની છાલનું પાણી, ૨. સ્થાલ–થાળનું પાણી, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy