________________
૨૮૮
આગમ કથાનુયોગ-૨
નિવાસી, પ્રકૃતિથી ભદ્ર, સ્વભાવથી શાંત, સ્વાભાવિક પાતળા કષાયવાળા, મૃદુ, વિનયશીલ એવા સુનક્ષત્ર અણગારે પોતાના ધર્માચાર્યના અનુરાગથી તે મખલિપુત્ર ગોશાલકને કહ્યું, (સર્વાનુભૂતિ અણગારે કહેલ બધી જ વાત અહીં પણ એ જ પ્રમાણે સમજી લેવી) – યાવત્ – તું તેજ ગોશાલો છે, તારી તે જ પ્રકૃતિ છે, તું બીજા કોઈ નથી.
ત્યારે સુનક્ષત્ર અણગારની આ વાત સાંભળીને તે ગોશાલક મંખલિપુત્રએ ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન થઈને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કર્યું. દાંતોને કચકચાવતા એવા તેણે પોતાના તપતેજથી સુનક્ષત્ર અણગારને પરિતાપિત કર્યો અર્થાત્ સુનક્ષત્ર અણગાર પર તેણે તેજોલેગ્યા છોડીને બાળ્યા.
ત્યારપછી ગોશાલ સંખલિપુત્રના તપતેજથી પરિતાપિત થયેલ તે સુનક્ષત્ર અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત વંદન–નમસ્કાર કર્યા, સ્વયં પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું. કરીને શ્રમણ અને શ્રમણી વૃંદની ક્ષમાયાચના કરી. પછી આલોચના અને પ્રતિક્રમણ કર્યું. પછી તેઓ સમાધિ પ્રાપ્ત કરીને અનુક્રમે કાળધર્મ પામ્યા. ૦ ભ૦મહાવીરના ગોશાળાને શિક્ષા વચન :
ત્યારપછી તે ગોશાલ સંખલિપુત્રએ ત્રીજી વખત પણ અનેક પ્રકારના આક્રોશપૂર્ણ વચનોથી શ્રમણ ભગવંત મહાવીરનો તિરસ્કાર કર્યો – યાવત્ – તેણે ભગવંતને ધમકી આપી કે, આજ તારું શુભ થવાનું નથી.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું કે, હે ગોશાલક ! તથારૂપ શ્રમણ અથવા માડણ પાસે જે કોઈ પણ એક પણ ધાર્મિક આર્ય વચનને સાંભળે છે, તે પણ તેઓને (તે શ્રમણ કે માહણને) વંદન–નમસ્કાર કરે છે. તેઓનો સત્કાર અને સન્માન કરે છે તથા તેઓને કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ માનીને તેમની પÚપાસના કરે છે. તો પછી હે ગોશાલક ! તારા માટે તો શું કહેવાનું હોય? મેં તને દીક્ષા આપી – પ્રવ્રુજિત કર્યો. મેં જ તને મુંડિત કર્યો, મેં જ તને (શૈક્ષ. ગણી) શીખવાડ્યું, મેં જ તને શિક્ષા આપી (કેવળણી આપી), મેં જ તને બહુશ્રુત વિજ્ઞ બનાવ્યો છે. આ બધું કરવા છતાં પણ તું મારાથી પ્રતિકૂળ પ્રવૃત્તિ કરી રહ્યો છે ? હે ગોશાલક ! તું એ પ્રમાણે કરવું રહેવા દે. આ પ્રમાણેની તારી પ્રવૃત્તિ યોગ્ય પણ નથી તું તે જ ગોશાળો છે, તારી તે જ પ્રકૃત્તિ છે, તું બીજો કોઈ નથી. ૦ ગોશાળાએ ભગવંત પર તેજોલેશ્યા છોડી :
- ત્યાર પછી તે ગોશાલ મખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને અત્યંત ક્રોધાભિભૂત, રોષાયમાન અને કોપાયમાન થયો. ચંડિકા વત્ રૌદ્ધ થઈ ગયો, દાંતોને કચકચાવતા તૈજસ્ સમુદ્ઘાત કર્યો. સાત-આઠ ડગલાં પાછળ ખસ્યો, પાછળ ખસીને તેણે શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી તેજલેશ્યા કાઢી, પણ જે પ્રકારે વાતોત્કલિકા અને મંડલાકાર વાયુ પર્વત, દીવાલ, સ્તંભ અથવા સ્તૂપ દ્વારા સ્કૂલનાં પામીને નિવૃત્ત થઈ જાય છે, પરંતુ તે વાયુ, પર્વત, દીવાલ, ખંભ કે સ્તૂપને પાડી દેવા માટે સમર્થ કે વિશેષ સમર્થ થઈ શકતો નથી, તે જ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org