________________
૨૮૪
આગમ કથાનુયોગ-૨
મોક્ષમાં જાય છે કે મોલમાં જશે, તે બધાં જ ચોર્યાશી લાખ મહાકલ્પ, સાત દેવના ભવ, સાત સંયૂથ, સાત સંજ્ઞી ગર્ભ, સાત પરિવૃત્ત પરિહાર, પ૬૦૬૦૩ કર્મોનો ભેદોનો અનુક્રમે ક્ષય કરીને અનંતર સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વે દુઃખોનો અંત કરે છે. ભૂતકાળમાં આ પ્રમાણે કરેલ છે. વર્તમાનમાં આ પ્રમાણે કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ પ્રમાણે કરશે.
જે પ્રમાણે ગંગા મહાનદી જ્યાંથી નીકળે છે અને જ્યાં તે પર્યવસિત અર્થાત્ સમાપ્ત થાય છે. તે ગંગાનો અદ્ધા (માગ) લંબાઈમાં પાંચસો યોજન છે, પહોડાઈમાં અડધો યોજન છે અને ઊંડાઈમાં પાંચસો ધનુષ છે. આ પ્રમાણે ગંગાનદીના પ્રમાણવાળી સાત ગંગા નદીઓ ભેગી મળીને એક મહાગંગા નદી થાય છે આવા પ્રમાણની સાત મહાગંગા નદીઓ ભેગી મળીને એક સાદીન ગંગા નદી બને છે. સાદીન ગંગાનદીના પ્રમાણવાળી સાત સાદી ગંગાનદી મળીને એક મૃત્યુ ગંગાનદી થાય છે. મૃત્યુ ગંગાનદી પ્રમાણવાળી સાત મૃત્યુ ગંગાનદી મળીને એક લોહિત ગંગાનદી થાય છે. લોહિત ગંગાનદી પ્રમાણ સાત લોહિત ગંગા નદી મળીને એક અવંતિ ગંગા નદી થાય છે. સાત અવંતિ ગંગા નદી મળીને એક પરમાવતી ગંગા નદી થાય છે. એ પ્રમાણે પૂર્વા પર ગંગા નદી મળીને કુલ ૧,૧૭,૬૪૯ ગંગા નદીઓ થાય છે તેમ કહેવામાં આવેલ છે.
તે ગંગા નદીઓનો બે પ્રકારનો ઉદ્ધાર કહેવાયેલ છે. તે આ પ્રમાણે – સૂક્ષ્મ બોદિ કલેવરરૂપ અને બાદર બૉદિકલેવર રૂ૫. તેમાં સૂક્ષ્મ બૉદિ કલેવર રૂપ ઉદ્ધાર સ્થાપ્ય (નિરુપયોગી) છે અને તેમાં જે બાદર બૉદિ કલેવર રૂપ ઉદ્ધાર છે, તેમાંથી સો-સો વર્ષ પછી એક એક બાલુનો કણ (રેતીનો કણ) કાઢવામાં આવે અને જેટલા કાળમાં ઉપર કહેવાયેલ ગંગાના સમુદયરૂપ તે કોઠો ખાલી થાય, નીરજ થાય, નિર્લેપ થાય અને નિષ્ઠિત થાય તેટલા કાળ પ્રમાણને એક “શરપ્રમાણ” કાળ કહેવાય છે.
આવા એક શરપ્રમાણવાળા ત્રણ લાખ શરપ્રમાણ કાળનો એક “મહાકલ્પ” થાય છે અને ચોર્યાશી લાખ મહાકલ્પનો એક “મહામાનસ" થાય છે.
૧. અનંત સંયૂથથી જીવ ચ્યવીને ઉપરિત માનસ પ્રમાણ આયુષ્ય દ્વારા સંયુથદેવભવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે દિવ્ય ભોગોપભોગને ભોગતો એવો વિચરે છે. ત્યાં વિચરણ કર્યા બાદ તે દેવલોકોથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિ ક્ષય થયા બાદ ચ્યવીને પ્રથમ સંજ્ઞીગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે.
૨. ત્યારપછી ત્યાં મૃત્યુ પામીને તુરંત મધ્યમ માનસ શરપ્રમાણ આયુષ્ય દ્વારા સંયૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે દિવ્ય ભોગોને ભોગવતો સમય વિતાવે છે તે સમય વિતાવ્યા બાદ આયુષય, ભવક્ષય અને સ્થિતિશય થયા બાદ તે દેવલોકથી તત્કાળ ચ્ચવીને બીજા સંજ્ઞીગર્ભમાં જન્મ લે છે.
3. ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામીને તત્કાલ અધસ્તન માનસ શરપ્રમાણ આયુષ્ય દ્વારા સંયુથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે દિવ્ય ભોગો ભોગવીને યાવત્ – ઐવિત થઈને ત્રીજા સંજ્ઞી ગર્ભમાં જન્મ લે છે.
૪. ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામીને – યાવત્ – નીકળીને ઉપરિત માનસોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org