________________
ગોશાલક કથા
૨૮૩
બાળીને ભસ્મરાશિ કરવામાં પ્રભૂ (સક્ષમ) છે. હે આનંદ ! ગોશાલ મખલિપુત્રનો પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન બાળીને ભસ્મરાશિ કરવાનો વિષય છે અને હે આનંદ ! ગોશાલ મખલિપુત્ર પોતાના તપ–તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત કરવા સમાન બાળીને ભસ્મરાશિ કરવામાં સમર્થ પણ છે. પરંતુ અરિહંત ભગવંતોને બાળીને ભસ્મરાશિ કરવામાં સમર્થ નથી. કેવળ તેમને તે પરિતાપ ઉત્પન્ન અવશ્ય કરી શકે છે, ૦ ભ૦મહાવીરે ગોશાળાની નિર્ભર્જનાનો કરેલ નિષેધ :
હે આનંદ ! એટલા માટે તમે જાઓ અને ગૌતમ આદિ શ્રમણ નિર્ચન્થોને આ વાત કહો કે, હે આર્યો ! તમારામાંથી કોઈપણ સંખલિપુત્ર ગોશાલકની સાથે તેના મનની પ્રતિકૂળ કોઈપણ ધર્મસંબંધિ ચર્ચા કરે નહીં. તેના મનની પ્રતિકૂળ અર્થનું સ્મરણ ન કરે અને તેના મનની પ્રતિકૂળ પ્રત્યુપચાર (તિરસ્કાર રૂપ વચન) પણ ન કરે. કેમકે ગોશાલ સંખલિપુત્રે શ્રમણનિર્ચન્હો પરત્વે મિથ્યાત્વ ભાવ અથવા માત્સર્યભાવ ધારણ કરેલો છે.
ત્યાર પછી આનંદ સ્થવિરે શ્રમણ ભગવંત મહાવીરના એ આદેશ વચનને સાંભળીને પછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને,
જ્યાં ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથ હતા, ત્યાં તેમની પાસે આવ્યા. તેઓને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! વાત એમ છે કે, આજે છઠ તપના પારણે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા લઈને હું શ્રાવસ્તી નગરીમાં ઉચ, નીચ, મધ્યમ કુળોમાં ગયેલો – ઇત્યાદિ વર્ણન પૂર્વે કરાયેલ છે, તે પ્રમાણે જાણી લેવું – યાવત્ – ગૌતમ આદિ શ્રમણ નિર્ગસ્થોને ભગવંતના ઉપરોક્ત આજ્ઞાવચન કહી સંભળાવ્યા. ૦ ગોશાળાએ ભગવંત સામે કરેલ સ્વસિદ્ધાંત નિરૂપણ :
જ્યારે આનંદ સ્થવિર ગૌતમ આદિ શ્રમણ નિર્ચન્થોને શ્રમણ ભગવંત મહાવીરનું આજ્ઞાવચન કહી રહ્યા હતા, તે જ સમયે ગોશાલ મખલિપુત્ર હાલાહલા કુંભારણના કુંભકારાપણથી નીકળ્યો. નીકળીને આજીવિક સંઘની સાથે અત્યંત રોષને ધારણ કરતો એવો શીધ્ર અને ત્વરિત ગતિથી શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. નીકળીને
જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં એ રીતે યથાયોગ્ય સ્થાને ઊભો રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યો – હે આયુષ્યમાનૂ કાશ્યપ ! તમે મારા માટે ઠીક કહી રહ્યા છો. હે આયુષ્યમાન્ કાશ્યપ ! મારા વિષયમાં તમે સારું કહી રહ્યા છો કે, મખલિપુત્ર ગોપાલ મારો ધર્માન્તવાસી છે, મખલિપુત્ર ગોશાલ મારો ધર્માન્તવાસી છે.
(પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે–) જે મખલિપુત્ર ગોશાલ તમારો ધર્માન્તવાસી હતો, તે તો શુક્લ અને શુક્લાભિજાત થઈને કાળના સમયે કાળ કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપ ઉત્પન્ન થયેલો છે. હું તો કૌડિન્યાયન ગોત્રીય ઉદાયી છું. મેં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને અને મંખલિપુત્ર ગોશાળાના શરીરમાં પ્રવેશ કરીને આ સાતમો પરિવૃત્ત પરિહાર કરેલો છે.
હે આયુષ્યમાન કાશ્યપ ! અમારા સિદ્ધાંતની અનુસાર જેઓ મોલમાં ગયા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org