________________
ગોશાલક કથા
૨૮૧
વિષવાળો, ઘોર વિષવાળો, મહાવિષવાળો, અતિકાય (મોટા શરીરવાળો), મહાકાય (કદમાં લાંબો), મણિ અને મૂષાની સમાન કૃષ્ણ વર્ણવાળો (કાળો) દૃષ્ટિવિષ વડે રોષપૂર્ણ, કાજળના પુંજ સમાન કાળી કાંતિવાળો, લાલ આંખોવાળો, ચપળ અને ચંચળ થતી એવી બે જીભવાળો, પૃથ્વીતલની વેણીના સમાન ઉત્કૃષ્ટ, સ્પષ્ટ, કુટિલ, જટિલ, કર્કશ, વિકટ, ફટાટોપ કરવામાં (ફેણને ફેલાવીને પહોળી કરવામાં) દક્ષ, ધોકાતા એવા ધોકાની સમાન ધમધમાયમાન શબ્દનો ધોષ કરવાવાળો, ઉગ્ર અને તીવ્ર રોષવાળો, ત્વરાયુક્ત, ચપળ અને ફૂત્કાર કરતો એવા દૃષ્ટિવિષ સર્પનો સ્પર્શ કર્યો – જોયો.
ત્યારપછી તે વણિકોનો સ્પર્શ થતાં – જોતાં જ તે દૃષ્ટિવિષ સર્પ અત્યંત ક્રોધિત, રોષાયમાન, કોપાયમાન અને પ્રચંડ થઈને દાંતોને કચકચાવતો એવો ધીમે ધીમે ઊભો થયો. ઉઠીને સરસરાહટ કરતો એવો તે સર્પ વલ્મીકના શિખર ઉપર ચડ્યો. શિખર પર ચડીને તેણે સૂર્યની સામે દૃષ્ટિ કરી. દૃષ્ટિ કરીને તે વણિકો તરફ અનિમેષ દૃષ્ટિ વડે ઉપરથી નીચે સુધી બધાંને ચારો તરફથી જોયા–અવલોકન કર્યું.
ત્યારે તે વણિકો તે દૃષ્ટિવિષ સર્પ દ્વારા અનિમેષ દૃષ્ટિથી નખથી શિખા સુધી જોવાયા ત્યારે પાત્ર અને ઉપકરણો સહિત એક જ પ્રહારમાં કૂટાઘાતથી બાળીને ભસ્મ કરી દેવાયા. પરંતુ તે વણિકોમાં જે વણિક એ સર્વ વણિકોના હિતની કામનાવાળો, સુખની કામનાવાળો, પથ્યની કામનાવાળો, અનુકંપક, નિઃશ્રેયસકારી હિત, સુખ અને કલ્યાણની કામનાવાળો હતો. તેના પરત્વે અનુકંપા કરીને તે દૃષ્ટિવિષ સર્પરૂપ દેવે તે વણિકને તેના ભાંડ અને ઉપકરણ સહિત તેના નગરમાં પહોંચાડી દીધો.
એ જ પ્રમાણે ઓ આનંદ ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે ઉદાર પર્યાય પ્રાપ્ત કરેલ છે અને દેવ, મનુષ્ય અને અસુરોથી યુક્ત આ લોકમાં તેઓની ઉત્તમ કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોક (યશ) વ્યાપ્ત થયેલો છે. તેમજ શ્રમણ ભગવંત મહાવીર, શ્રમણ ભગવંત મહાવીર એવા ઘોષથી લોકો તેમને બોલાવે છે. વળી તેમની સ્તુતિ પણ થયા કરે છે. હવે જો આજ પછી તેઓ મારા માટે કંઈ પણ કહેશે, તો જેવી રીતે તે દૃષ્ટિવિષ ભયંકર સર્ષે તે વણિકોને બાળીને ભસ્મ કરી દીધા હતા, તે જ પ્રકારે હું મખલિપુત્ર ગોશાલ પણ મારા પોતાના તપતેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત વડે તેઓને ભસ્મ કરી દઈશ.
હે આનંદ ! જે પ્રમાણે વણિકોના તે હિતકામી, સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસકારી હિત, સુખ અને કલ્યાણકારી કામનાવાળા વણિકને તે નાગદેવે અનુકંપા કરીને તેના ભાંડ અને ઉપકરણ સહિત તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો હતો, તે જ પ્રકારે હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ. તેથી તે આનંદ ! તું જા અને તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કરી દે. ૦ આનદ ભગવંતને જણાવેલ સર્વ વૃત્તાંત :
ત્યારપછી ગોશાલ મખલિપુત્રના આ કથનને–ધમકીને સાંભળીને આનંદ સ્થવિર ડરી ગયા – યાવત્ – ભયથી આક્રાન્ત થઈ ગયા. પછી તે ગોશાલ સંખલિપુત્ર પાસેથી અને હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળ્યા અને નીકળીને શીધ્ર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org